શિયાળાની ઠંડી ઋતુમાં તમારા વાળને સૂકવવા માટે તમે પણ જો હેરડ્રાઈનો ઉપયોગ કરતા હો તો અમારી આ ટીપ્સ ખાસ વાંચો

26

ઠંડી ઋતુમાં વાળને સૂકવવા એ મોટી મુશ્કેલી હોય છે. જેથી તમે પણ તમારા વાળને સૂકવવા માટે હેરડ્રાઈનો ઉપયોગ કરતા જ હશો. અરે ભાઈ, શિયાળાની ઠંડી ઋતુમાં કોણ ભીના વાળ સાથે કલાક બેસી રહે. પણ કદાચ તમે હેરડ્રાઈના ઉપયોગથી થતા નુકશાન બાબતે અજાણ હશો. જો તમે પણ નિયમિત રીતે તમારા વાળને સુકવવા માટે હેરડ્રાઈનો ઉપયોગ કરતા હો તો તેનાથી થતા નુકશાન બાબતે એક વખત અમારી આ ટીપ્સ ચોક્કસ વાંચો

વાળને સુકવવા માટે કે હેર સ્ટાઈલ બનાવવા માટે હેરડ્રાઈનોઉપયોગ કરવામાં આવે છે. પણ તમને ખબર નહિ હોય, તેનાથી થતું નુકશાન પણ જલ્દીથી દેખાવા માંડે છે. જો હેરડ્રાઈનો વધારે ઉપયોગ કરવામાં આવે તો તમારા વાળની કુદરતી સુંદરતા જતી રહે છે. જો હેરડ્રાઈનો દરરોજ સતત ઉપયોગ કરવામાં આવે તો વાળમાં ડેન્ડ્રફ, કલીડેંટ, ડલનેસ, અને ડ્રાઈનેસ જેવી સમસ્યાઓ વધી જાય છે. આમ થવાથી તમારા વાળ રુક્ષ કે બરળ થઈને તુટવા લાગે છે.

એટલુ જ નહિ પણ હેરડ્રાઈમાંથી નીકળતી હિટને કારણે ગરમીને કારણે વાળના મૂળને પણ નુકશાન પહોંચાડે છે. જેથી ઘણીવાર વાળના છેડે સાપની જીભની જેમ બે ફાટા પડી જવાની સમસ્યા ઉભી થાય છે. જો તમે વાળને સુકવવા માટે કે હેર સ્ટાઈલ બનાવવા માટે હેરડ્રાઈનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરશો તો તમારા વાળ ખરવાની સમસ્યા પણ વધી જશે. વાળ નિર્જીવ થઇ જશે.

વાળનેડ્રાઈ કરતી વખતે સાવધાની રાખો :

૧.) સૌથી અગત્યની વાત એ કે તમારા વાળને ડ્રાઈ કરતા સમયે કે હેર સ્ટાઈલ કરતી વખતે હેરડ્રાઈને તમારા વાળથી ઓછામાં ઓછું 8 થી 9 ઇંચ દુર રાખો.

૨.) દરેક વ્યક્તિના વાળ અલગ અલગ પ્રકારના હોય છે માટે તમારા વાળને ધ્યાનમાં રાખીને હેરડ્રાઈનો ઉપયોગ કરો.

૩.) કોઈ વ્યક્તિના વાળ કર્લી હોય છે તો કોઈ વ્યક્તિના વાળ સોફ્ટ. તો કોઈના વાળ રુક્ષ કે બરળ હોય છે તો કોઈના વાળ સિલ્કી એટલે કે રેશ્મી હોય છે. આમ તમારા વાળ ક્યાં પ્રકારના છે તેને ધ્યાનમાં રાખી હેરડ્રાઈના તાપમાનને સેટ કરીને તેનો ઉપયોગ કરવો જોઈએ.

૪.) જ્યારે પણ તમે હેરડ્રાઈનો ઉપયોગ કરો ત્યારે સૌ પ્રથમ તમારા વાળમાં સીરમ ફરજીયાત લગાવવું. આ સીરમ તમારા વાળને હેરડ્રાઈની સીધી હિટ કે ગરમીથી બચાવે છે. તે એક પ્રોટેક્શન લેયરનું કામ કરે છે. જેથી તમારા વાળને વધારે પડતા નુક્શાનથી બચાવે છે અને તમારા વાળને મુલાયમ અને સ્મુધ રાખે છે.

૫.) જયારે પણ તમે હેરડ્રાઈનો ઉપયોગ કરો તે પહેલા તમારા વાળમાં કંડીશનિંગ કરવાનું ભૂલશો નહિ.

૬.) જો તમારા વાળ રુક્ષ, બરછટ, બરડ કે મૈસી હોય તો તમે હેરડ્રાઈનો ઉપયોગ ન કરો તો તે તમારા ફાયદામાં રહેશે.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment