શ્રી દરબાર સાહેબ કોઈ મંદિર નથી, તેને ન તો ગોલ્ડન ટેમ્પલ જણાવવામાં આવે ન તો લખવામાં આવે જ્ઞાની હરપ્રીત સિંહ…

10

પંજાબમાં અમૃતસર સ્થિત શ્રી હરમંદિર સાહેબને લઈને શ્રી અકાળ તખ્ત સાહેબના જાથેદાર જ્ઞાની હરપ્રીત સિંહને કડક નિર્દેશ આપ્યા છે, જેનું પાલન કરવું ખુબ જ જરૂરી છે.

ફરમાન આપવામાં આવ્યું છે કે શીખ પોતાના સર્વોચ્ય ધાર્મિક સ્થાનને શ્રી હરમંદિર સાહેબ અને શ્રી દરબાર સાહેબ બોલે અને લખે. પવિત્ર જગ્યાને ‘ગોલ્ડન ટેમ્પલના નામે ન બોલાવો. અકાલ તખ્ત સાહેબના સચિવાલયના જાહેર બયાનમાં જાથેદાર જ્ઞાની હરપ્રીટ સિંહે જણાવ્યું કે શ્રી દરબાર સાહેબ કોઈ મંદિર નથી. તે શીખો માટે એક પૂજનીય સર્વોચ્ય ધામિક સ્થાન છે.

રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ તરફથી મઝીઠા રોડ પર શ્રી દરબાર સાહેબ તરફથી જવાવાળા રસ્તા બતાવવા માટે એક સુચના બોર્ડ પર લગાવવામાં આવી છે. આમાં શ્રી હરિમંદિર સાહેબનું નામ ‘સોનેરી મંદિર’ લખીને શીખોની ભાવનાઓ સાથે ખેલ્વાદ થઇ રહ્યો છે. આ સબંધમાં એસજીપીસીએ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને ડીસી અમૃતસર શિવદુલાર સિંહને પત્ર લખીને કાર્યવાહીની માંગણી કરી છે.

પંજાબના અમૃતસરમાં બનેલું શ્રી હરમંદિર સાહેબ ગુરુદ્વારા શીખોનું પવિત્ર ધાર્મિક સ્થળ છે. ન ફક્ત શીખોનું, પણ દુનિયાભરના લોકોને તેમાં અતુટ આસ્થા છે, સુવર્ણ મંદિરનો પાયો મુસલમાન પીર સુફી સંત સાઈ મિયા મીરે રાખી હતી. તેનો પૂરો ઉલ્લેખ સુવર્ણ મંદિરમાં લાગેલા શીવાલેખોથી ખબર પડે છે. સુફી સંત સાઈ મિયા મીરનો શીખ ધર્મ પ્રતિ શરૂઆતથી જ વલણ હતું. તે લાહોરના રહેવાસી હતા ને શીખોના પાંચમાં ગુરુ અર્જન દેવજીના દોસ્ત હતા.

જયારે શ્રી હરમંદિર સાહેબના નિર્માણ પર વિચાર કરવામાં આવ્યો, ત્યારે નિર્ણય થયો કે આ મંદિરમાં બધા ધર્મના લોકો આવી શકશે. ત્યાર બાદ શીખોના પાંચમાં ગુરુ અર્જન દેવજીએ લાહોરના સુફી સંત સાઈ મિયા મીર સાથે ડીસેમ્બર 1588 માં ગુરુદ્વારાની નીવ રખાવી હતી. આખું અમૃતસર શહેર સ્વર્ણ મંદિરના ચારો તરફ વસેલું છે. અમૃતસરનું નામ વાસ્તવમાં તેના સરોવરના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેનું નિર્માણ ગુરુ રામ દાસે સ્વયં પોતાના હથોથી કર્યું છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment