શું તમે નારિયળની કાચડીને ફેંકી દો છો ? તો આજે એની કિંમત જાણીને માથાના ઉભા થઇ જશે વાળ

69

આજના યુગમાં દરેક માટે ઓનલાઈન માર્કેટ ૨૪ કલાક ખુલ્લુ રહે છે. અહિયાં પર લોકો રોક ટોક વગર વસ્તુઓને ખરીદે અને વહેંચી શકે છે એ પણ પોતાના ભાવ પર. આ જ કારણ છે કે લોકો હમણાં નારિયળની કાચડીનો એક સ્ક્રીનશોર્ટ સોશિયલ મીડિયામાં શેર કરી રહ્યા છે અને લખી રહ્યા છે કે પહેલા ખબર હોત તો આજે આપણે પણ કરોડપતિ હોત. વાત એવી છે કે, આવું લખવા પાછળનું કારણ એ છે કે ઓનલાઈન વેબસાઈટ એમેઝોન પર નારિયળની કાચડી લગભગ ૩૦૦૦ રૂપિયામાં વેચવામાં આવી રહી છે.

નેચરલ અને ઓર્ગેનિક કહીને વેચવામાં આવે છે આવી વસ્તુઓ

બની શકે છે કે એક વખત તમને તમારા જ કાનો પર વિશ્વાસ ન થાય પરંતુ હકીકત આ જ છે કે ઓનલાઈન મળનારી વસ્તુઓને “નેચરલ અને ઓર્ગેનિક” કહીને ગમે તે કિંમત પર વેચવામાં આવે છે. પરંતુ ૨૦ થી ૩૦ રૂપિયામાં મળનાર નારિયળની કાચડીની કિંમત દરેકને આશ્ચર્યમાં મૂકી રહી છે. તમને જણાવી દઈએ કે આ નારિયળની કાચડીને ખરીદવા માટે ઓનલાઈન કંપની એમેઝોન પોતાના ગ્રાહકોને ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે. એ પણ નાનું મોટું નહિ પુરા ૧૬૭૫ રૂપિયાનું. આશ્ચર્યજનક વાત એ છે કે ડિસ્કાઉન્ટ પછી પણ આ કાચડી ખુબજ મોંધી છે. એટલે કે ૩૦૦૦ની કિંમતવાળા આ નારિયળની કાચડી પર લગભગ ૫૫ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આવામાં ૧૬૭૫ રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યા પછી આ ૧૩૬૫ રૂપિયામાં મળી રહ્યું છે.

સોશિયલ મીડિયામાં થઇ રહ્યું છે સતત વેગવાન

ઘણા લોકોને તો આ ફોટાઓ પર વિશ્વાસ નથી થઇ રહ્યો. એવામાં એ પોતે સાઈટ પર જઈને એનો રેટ ચેક કરી રહ્યા છે. એના પછી એ પણ આને વેગવાન કરવામાં શામિલ થઇ રહ્યા છે. હાલમાં યુજર્સ અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. એક યુજરે લખ્યું કે જો ખબર હોત કે નારિયેળની કાચડી આટલી મોંઘી વહેંચાશે તો પોતાના ખેતરોમાં નારિયળના જ ઝાડ લગાવી લેત. તેમજ અમુક લોકો નારિયળની કાચડીનો સ્ક્રીનશોર્ટ શેર કરતાં લખી રહ્યા છે કે આપણો તો હવે આ દુનિયા પરથી વિશ્વાસ જ ઉઠી ગયો છે યાર.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment