શ્વેતા બની સબાના – શું થાય જયારે સપનામાં દેખાયેલા પ્રસંગ ખરેખર બને પણ પાત્રો બદલાઈ જાય તો???

68
shweta-bani-sabana

શ્વેતા બની સબાના

હું એકાએક મારી ઊંઘમાં આવેલ સપનાંથી ડરી ને ઊઠી ગઇ. મારી બાજુ માં મારી સાથે ઊંધેલી મારી નાની બહેને મને પુછ્યું “દીદી શું થયું કેમ આમ અચાનક તમે બેડ પર બેઠાં થઇ ગયાં…??? કોઇ ખરાબ સપનું જોયું કે શું…???”

“હાં છોટી મને ખુબ જ ખરાબ સપનું આવ્યું અને હું નથી ઇચ્છતી કે સપનું ભૂલથી પણ સાચું થાય અને જો સાચું થઇ ગયું તો તો મારું જીવન અંધકારમાં ડૂબી જશે એ મને પુરેપુરો વિશ્વાસ છે.” હું મારાં મન ની ચિંતા વ્યક્ત કરતાં બોલી.

માંડ માંડ આખી રાત ગુજારી. સવાર થવાની હતી. આખી રાત આમ તેમ પડખાં ઘસી ઘસી ને કાઢી હતી. જો મારું સપનું જો સાચું થઇ જાય તો કોઇ ની જીંદગી તો જાણે ઝેર જ થઇ જાય.
સવાર થઇ. સવાર નો સુરજ ઉગ્યો એ પહેલાં તો પપ્પાનાં મોબાઇલમાં મૂકેલું કૂકડાંનાં અવાજવાળું એલાર્મ વાગ્યું. આ અલાર્મ તો પપ્પા તથા ઘરનાં બીજા લોકો ને ઊઠવાં માટે વાગ્યું હતું. મારી ઊંઘ તો એ સપનાં એ ક્યાર ની ઊડાવી દીધી હતી. જ્યાં મને એ પણ ખ્યાલ હવે નહોતો રહ્યો હતો કે સવાર છે કે રાત…!!!

“હવે તો મારા મનમાં હતી
બસ એક જ એ સપનાં ની વાત,
જો સપનું થયું સાચું
તો કોને બતાવીશ હું મારું આ ડાચું.”

હું સવારે ઊઠી ને રોજની માફક આજે પણ કોલેજ જવા માટે નિકળી ગઇ. સાથે મારી બહેન શ્વેતા પણ હતી એ પણ એનાં નર્સિંગ ક્લાસ જવાં માટે નીકળી હતી. અમે બંને એક જ બસમાં જતાં હતાં તો પહેલાં શ્વેતા જ્યાં ક્લાસિસ જતી હતી એ હોસ્પિટલ જતી એ આવે પછી મારી કોલેજ તો શ્વેતા ની હોસ્પિટલ આવતાં એ ત્યાં ઉતરી ગઇ. હું મારી કોલેજ તરફ જવા માટે બસમાં જ બેસી રહી.

થોડી જ વાર માં મારી કોલેજ પણ આવી ગઇ. હું મારી કોલેજની ફ્રેન્ડસ્ને શોધી એમની સાથે અમારા ક્લાસમાં જતી રહી પણ ક્લાસમાં હજુ સુધી કોઇ સર કે મેડમ આવ્યાં નહોતાં તો દરેક લોકો મસ્તી કરી રહ્યાં હતાં. આ જોઇ મને પણ એમ થયું કે હું પણ થોડો સમય મસ્તીમાં ગુજારીશ તો મન હલ્કુ થશે. બાદ હું પણ મારી ફ્રન્ડ્સ સાથે મસ્તી માં પડી ગઇ. બધું જ ભૂલાવી ખુબ મસ્તી કરી. જ્યારે ખબર પડી કે આજે લેક્ચર માં કોઇ પણ સર કે મેડમ ભણાવા માટે આવવાના નથી તો હરખ નો પાર ના રહ્યો અને બધાં એક પછી એક એમ ક્લાસ ની બહાર રવાના થવા લાગ્યાં.
“પ્રજ્ઞા…પ્રજ્ઞા…” મને કોઇ બોલાવી રહ્યું હોય એવું મને લાગી રહ્યું હતું. મેં પાછળ ની તરફ મારી નજર દોડાવી તો મને ખબર પડી કે મારાજ ફળીયાંની જે છોકરી મારા ક્લાસમાં હતી એ મને બોલાવી રહી હતી. “હેય… શું શું કહે છે…??? યોગી … “ હું એને જોઇ ને બોલી.

“ચલ ને યાર આજે થોડાં જલ્દી જતાં રહીએ ઘરે. તું મારી સાથે હશે તો કોઈ ચિંતા નહિં કેમ કે મારાં મમ્મી પપ્પા ને ખબર છે કે આપણે એક જ ક્લાસમાં છીએ તો સાથે જઇશું તો એમને વિશ્વાસ થઇ જશે કે આજે કોલેજમાં જલ્દી રજા આપી છે નહિં તો એ લોકો નહિં માનશે. પ્લીઝ….પ્લીઝ…” યોગી મને પોતાની વાત રજુ કરતાં બોલી.

“હા પણ તને આજે આમ આટલાં જલ્દી જવાની શું જરુર છે…???” મેં યોગી ને જવાનું કારણ પુછતાં કહ્યું.

“એમાં વાત એમ છે કે … જવા દે યાર તું નહીં સમજશે.” યોગી એની વાત ને પડતી મૂકતાં બોલી.

“કેમ નહીં સમજુ…??? તું બોલ તો ખરી કે શું છે. અને જો ના જ કહેવું હોય તો રહેવાં દે નથી આવવું મારે તારી સાથે તું જ જા તારા ઘરે એકલી. સમજી…??? તને મારા પ્રત્યે વિશ્વાસ જ નથી તો તારી સાથે તો વાત જ શું કરું…???” હું પણ મારી અકડ બતાવતાં બોલી.

“ના પ્રજ્ઞા એવું કંઇ નથી. એ તો તું આટલી સીધી સાદી છે તો કદાચ તને એ વાત સાંભળી સારું ના લાગે એટલે બાકી તું કહેતી જ હોય તો સાંભળ… હું આજે મારાં બોય ફ્રેન્ડ ને મળવા જવાની છું એટલે જલ્દી જવા કહું છું. મને ખુબ જ લવ કરે છે અને હું પણ એમને. આજે એ છેલ્લાં એક મહિનાં પછી મને મળવા આવી રહ્યાં છે એટલે મારે મળવાં જવું જ પડશે જો ના મળી તો એમનું દિલ દુઃખી થઇ જશે. અને પાછો ક્યારે એમને સમય મળશે એ પણ ખબર નહિં.” યોગી એ મને એનાં દિલ ની વાત જણાવતાં કહ્યું.

“ઓહ…હો… સરસ યોગી તું તો છાની છુપી આમ લવમાં પણ પડી ગઇ…!!! પણ ધ્યાન રાખજે કંઇ ખોટુંના થાય. આ લવ બવ કંઇ સારું નથી. થોડો સમય માટે તો આનંદ આપે છે પણ અમુક સમય પછી એ જ વસ્તુ બંધન બની જાય છે.” મેં યોગી ને સમજણ આપતાં કહ્યું.

“હશે એ તો જે પણ હોય. જ્યારે બંધન બનશે ત્યાર નો વિચાર ત્યારે કરીશું હાલ તો હું આ લવ માં ખુશ છું એનો આનંદ જ લઇશ પછીનું પછી જોઇ લઇશ.” યોગી એ એની વાત પુરી કરતાં કહ્યું.

બાદ હું અને યોગી કોલેજ થી બહાર નીકળી ગયા. બસમાં બેઠાં બેઠાં અમે ખુબ વાત કરી કે કેવી રીતે યોગીની અને એ વ્યક્તિની મુલાકાત થઇ તથા કેમ કરીને પ્રેમ પાંગર્યો વગેરે વગેરે… આ સાંભળીને ખુબ જ નવાઇ લાગી કે યોગી એનાં ચહેરાં પરથી કોઇ પણ રીતે ખબર નહોતી પડવા દેતી હતી કે એ આટલી પણ હોશિયાર હોઇ શકે.

યોગી કહેતી હતી કે આપણે ઘરે જ જઇશું પણ ઇવુંના થયું એ મને અમારાં ઘર થી થોડે જ અંતરે આવેલી નદી ને કિનારે મને લઇ ગઇ. ત્યાં એક સુંદર લીમડાંનું ઝાડ હતું. ત્યાં જ પેલો વ્યક્તિ એની રાહ જોઇ ને બેઠો હતો.

હું આ જગ્યા એ પહેલી વખત આવી હતી. મેં ક્યારેય આ જગ્યા જોઇ નહોતી. પણ ખરેખર ખુબ જ મનમોહક હતી આ જગ્યા. હું યોગી અને પેલાં વ્યક્તિને એકલતાં પુરી પાડવા માટે નદીના કિનારે જઇને એક પથ્થર પર બેસી ને પાણીમાં પગ નાંખી છબછબીયાંઓ કરવાં લાગી.

છબછબીયાઓ કરતાં કરતાં મને રાત્રે મને અચાનક થી જગાડનારા એ સપનાંનો વિચાર આવી ગયો. હું પાછી ડરી ગઇ. હું એકાએક જ્યાં બેઠી હતી ત્યાંથી ઊઠી ને યોગી ની પાસે જઇ ને બોલી” યોગી ચલ હવે આપણે ઘરે જઈએ મને ખુબ ડર લાગે છે.”

“હાં પ્રજ્ઞા… બસ બે મિનિટ. તું થોડું ચાલતી થઇ જા. હું આવું છું.” યોગી એ જવાબ આપ્યો.
હું તો મારા વિચારો સાથે ધીરે ધીરે ચાલતી થઇ. થોડાં જ સમયમાં યોગી પણ મારી પાસે પહોંચી ગઇ. બાદ અમે જલ્દી થી ઘર તરફ જવા માટે રવાનાં થઇ ગયા. લગભગ અડધો કલાક થયો હશે કે અમે અમારાં ઘરે પહોંચી ગયાં.

સાંજ થઇ શ્વેતા પણ હોસ્પિટલ થી આવી ગઇ. અમે રોજની જેમ દરેક કામ, જમવાનું બધું પતાવી સૂઇ ગયાં પણ મને તો ઊંધ પણ આવતી નહોતી. મનમાં બસ એક જ ભય હતો કે જે સપનું કાલે અવ્યુ હતું એ જ પાછું આવે તો શું થશે …??? આથી મને ઉંધ આવતી હોવાં છતાં હું મારી આંખો પહોળી કરી ને બેડ પર પડી રહી અને સવાર કરી દીધી.

આમ ને આમ ઘણાં સમય સુધી ચાલ્યું. હવે લગભગ આ વાત ને એકાદ મનિનો થઇ ગયો હતો અને હું ધીરે ધીરે બધું ભૂલી ગઇ હતી. હવે મને કોઇ પણ રીતે એ સપનું યાદ આવતું નહોતું.

આજે સાંજનો સમય થયો હતો પણ શ્વેતા ઘરે આવી નહોતી. ઘરનાં બધાં લોકો એની ઘરે આવાની રાહ જોઇ રહ્યાં હતાં કે ક્યારે શ્વેતા ઘરે આવે…??? પણ સાંજની રાત થઇ ગઇ. દસનાં અગિયાર વાગ્યા પણ શ્વેતા ના દેખાઇ ના તો એનો કોઇ ફોન આવ્યો કે ના તો એની કોઇ ખબર. ઘરે મમ્મી, બા, હું અમારાં દરેકનાં હાલ ખરાબ હતાં અમે તો રડી રડી ને થાક્યાં હતાં પણ પપ્પા નું શું? એ તો માત્ર અંદર ને અંદર ઘૂંટાઇ રહ્યાં હતાં. એ ના તો રડી શકતાં હતાં કે ના તો કોઇ ને કહી શકતાં હતા. આમ ને આમ રાતની હવે સવાર થઇ ગઇ બધાં જ લોકો જાણે પથ્થર ની મૂર્તિ બની ગયાં હતાં.

સવારે મારો કોલેજ જવા નો સમય થયો પણ મને કોલેજ જવાનું મન ના થયું અને હું કોલેજ ના ગઇ એટલે યોગી એ મને બસસ્ટેન્ડ પર ના જોતાં મારાં ઘરે આવી ગઇ અને મને પુછ્યું” પ્રજ્ઞા તું આજે કોલેજ નથી આવાની…???” પણ એણે જોયું કે અમારે ત્યાં દરેક નાં ચહેરાંઓ રડી રડી ને ફીક્કા થઇ ગયાં છે તો એ કંઇ સમજી ગઇ હોય એમ કંઇ પણ બોલ્યાં વગર મારી બાજુમાં આવી ને બેસી ગઇ.

આમ ને આમ આજનો દિવસ ઘરમાં કોઇ પણ વ્યક્તિ એ કંઇ પણ ખાધાં પિધા વગર કાઢી નાંખ્યો પછી આમ તેમ શોધખોળ તો ચાલુ જ રાખી કે અમારી શ્વેતા ક્યાંક તો મળી જાય પણ કંઇ ખબર ના પડી. હોસ્પિટલમાં પુછતાછ કરી તો ખબર પડી કે શ્વેતા જે દિવસે ઘરેથી ગાયબ થઇ એ દિવસે ક્લાસીસમાં પણ નહોતી આવેલી. “તો હવે સવાલ એ હતો કે શ્વેતા ગઇ તો ક્યાં ગઇ….???”

આ વાત ને હવે ધીરે ધીરે સમય ગુજરી રહ્યો હતો. પણ શ્વેતાની યાદ તો રોજ જ આવતી હતી.
આજે એક વર્ષ થયું હતું ત્યારે હું મારાં બાજુનાં ગામનાં બજારમાં ગઇ હતી ત્યાં જ મારાં કાને કોઇ અવાજ ટકરાયો. “સબાના તેરી મમ્મી ને તેરે કો કુછ શીખાયેલાં હીચ નહિં હૈ જબ દેખો બસ ભૂલ હીચ ભૂલ કરતી રહેતી હેગી.”

આ વાક્ય નો જે વળતો જવાબ હતો એમાં મારી બહેન શ્વેતા નો અવાજ હતો. “નહીં ના તમે મારી કોઇ બાબત નથી સમજતાં બસ મારાંઘર નાં લોકો ની ભૂલ જ શોધો છો.” હું આ સાંભળી ને એ અવાજની દિશામાં ગઇ અને જોયું તો ત્યાં મારી બહેન શ્વેતા જ હતી જે હવે સબાના બની ચૂકી હતી. એનો એ જ ચહેરો એ જ અવાજ એ જ આંખોની માસુમિયત બસ સંબંધ બદલાયેલો હતો.

મેં દુર થી જોઇ પછી એની નજીક ગઇ અને એની પાછળથી એનાં ખભા પર હાથ મૂક્યો અને બોલી “શ્વેતા…“ આ સાંભળી શ્વેતાનાં ચહેરાં નો રંગ બદલાય ગયો. એ ડરી ગઇ કે જે નામ એ પાછળ છોડી ચૂકી છે એ એનાં કાને ફરી સંભળાયું. શ્વેતા પાછળ ફરી અને મને જોઇ રહી અને મને છાતીએ ચાંપી ખુબ જોર જોરથી રડવા લાગી. બજારમાં આસપાસના લોકો આ જોઇ ને વિચારમાં પડી ગયાં કે આ શું થઇ રહ્યું છે…??? શ્વેતા નો પતિ પણ આ જોઇ ને વિચારમાં પડી ગયો.
મેં શ્વેતાનાં પતિ ને જોયો એનાં હાથમાં એક દિકરી હતી જે મારી બહેન શ્વેતાની હતી. હું તો ઝડપથી એ દિકરી ને મારાં હાથમાં લઇ ને એનાં નાજુક ગાલો પર પપ્પીઓ કરી ને એને વ્હાલ કરવા લાગી. શ્વેતા નો પતિ હજુ વિચારી જ રહ્યો હતો કે હું કોણ છું…??? કેમ કે શ્વેતા એ એને કહ્યું હતું કે એ બંગાળ ની રહેવાવાળી છે અને એનું અહિં કોઇ જ નથી.

બાદ દરેક વાતો શાંતિથી સમજાવામાં આવી અને બધું બરાબર થઇ ગયું પણ શ્વેતાનાં મનમાં એ દુઃખ રહી ગયું કે એનાં લગ્ન એનાં વિચાર્યા મુજબ ના થયાં.

મને રાત્રે આવેલું એ સપનું એ જ હતું કે મારાં લગ્ન કોઇ મુશ્લિમ સમાજમાં થશે પણ એ વાત ઉલ્ટી થઇ પડી અને શ્વેતા ને લાગુ પડી જ્યાં અમારી શ્વેતા સબાના બની પોતાનું સર્વસ્વ ત્યાગી બેઠી.

લેખક : કલ્પેશ ચૌહાણ (કાવુ)

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment