તમે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે ઘણા સિગ્નલ જોયા હશે, પણ તે શેના માટે હોય છે એ તમે જાણો છો?

77
signs-and-signals-of-indian-railways

મોટાથી લઈને નાના બાળકોને પણ રેલવેમાં મુસાફરી કરવાની બહુ મજા આવે છે. રેલવેમાં મુસાફરી કરવાનો એક અલગ જ અહેસાસ છે. કાર કરતા ટ્રેનમાં મુસાફરી કરવાની બહુ મજા આવે છે. એવું કોઈ નહીં હોય જેને ક્યારે ટ્રેનમાં મુસાફરી ન કરી હોય. આપણે ક્યાંક દૂર જવું હોય તો આપણે હંમેશા ટ્રેનમાં જ જવાનું પંસદ કરીએ છીએ. કેમ કે ટ્રેનમાં તમને મુસાફરી કરવાની મજા તો આવે છે પણ સાથે સાથે બધી સુવિધાઓ પણ હોય છે. અને તેમાં પણ વિન્ડો સીટ પર બેસીને બહારનો નજારો જોવાની મજા તો કંઈક અલગ જ છે. ઘણાં લોકોને નોકરી માટે દૂર જવાનું થાય તો તે લોકો ટ્રેનમાં જ અપડાઉન કરવાનું પસંદ કરે છે. તેમજ ઘણી વખત જ્યારે તમે ટ્રેનમાં બેઠા હશો ત્યારે ઘણા બધા સિગ્નલ જોયા હશે પણ કદાચ કોઈને ખબર નહીં હોય કે આ સિગ્નલનો અર્થ શું થાય છે. આજે અમે તમને ટ્રેનનાં કેટલાંક એવા સિગ્નલ વિશે જણાવીશું જે જાણીને તમને બહુ જ મજા આવશે.

કૉશન ઈન્ડિકેટર સિગ્નલ (સાવધાન સૂચક બોર્ડ)-


તેનો અર્થ થાય છે કે મુસાફરોએ ટ્રેનમાં યાત્રા કરતી વખતે સાવધાની રાખવી. જો કે તમને જણાવી દઈએ આ સિગ્નલ ખાસ કરીને ઈજનેર કાર્ય સાથે જોડાયેલા હોય તે લોકોને સાવધાન કરે છે. તમે જોતા જ હશો કે જ્યારે આપણે ટ્રેનમાં મુસાફરી કરતા હોઈ છીએ ત્યારે બીજા ટ્રેક પર કારીગરો ફાટકનું કંઈક કામ કરતા હોય છે. બસ તેના માટે જ આ સિગ્નલ છે. તેમજ આ સિગ્નલથી પરથી જાણી શકાય છે કે કયા ટ્રેક પર જોખમ છે.

સ્પીડ ઈન્ડિકોટર બોર્ડ-


આ સિગ્નલ ખાસ કરીને ટ્રેનના ડ્રાઈવર માટે હોય છે. આ સિગ્નલથી ડ્રાઈવરને ખબર પડે છે કે આગળ ટ્રેન જશે કે નહીં અથવા આગળનો રસ્તો બંધ છે તેની માહિતી આ સિગ્નલ દ્વારા ટ્રેનનાં ડ્રાઈવરને મળે છે. જેના લીધે ક્યારેક ટ્રેન સમય કરતા મોડી આવે છે. તેમજ જો ટ્રેનની સ્પીડ વધારે હોય તો તેને સામાન્ય કરવા માટે ડ્રાઈવરને કહેવામાં આવે છે. તેમજ સ્પીડ લિમિટ બોર્ડથી 800 મીટર પહેલાં સાવધાની માટેનું પાટિયું લગાવામાં આવે છે.

સ્પીડ ટર્મિનેશન ઈન્ડિકેટર બોર્ડ-


આ પ્રકારનું સિગ્ન ખાસ કરીને માલ ગાડી માટે અને પેસેન્જર ટ્રેન માટે હોય છે. આ પ્રકારના સિગ્નલ પર T/G, T/P અને T લખેલું હોય છે જેનો અર્થ છે T/G એટલે ( ટર્મિનેશન ઓફ સ્પીડ રિસ્ટ્રીકશન ફોર ગુડ્સ) જે માલગાડીના ડ્રાઈવર માટે હોય છે અને T ( ટર્મિનેશન ઓફ સ્પીડ રિસ્ટ્રીકશન ફોર પેસેન્જર) જે પેસેન્જર ટ્રેનનાં ડ્રાઈવર માટે છે. આ શબ્દો દર્શાવે છે કે હવે ટ્રેનની સ્પીડ સામાન્ય છે.

સિગ્નલ સાઇટિંગ બોર્ડ-


આ પ્રકારનું નિશાન પણ ડ્રાઈવર માટે જ હોય છે. તે ટ્રેનના ડ્રાઈવરને ટ્રેનની સ્પીડ ઓછી કરવા અને ટ્રેનને રોકવાનું સિગ્નલ આપે છે. જેથી કરીને ટ્રેનમાં મુસાફરી કરતા લોકોને કોઈ નુકસાન ન થાય અને ટ્રેન પાટા પરથી ન ઉતરી જાય એટલા માટે ટ્રેનની સ્પીડ ઓછી કરવા માટે આ સિગ્નલ બતાવામાં આવે છે. આમ તો તમે જોયું હશે કે આવા પ્રકારનું સિગ્નન એક જ હોય છે પરંતુ પહાડી વિસ્તારોમાં આ પ્રકારની નિસાની વાળા પાટીયા બે હોય છે. તેમાંથી એક માલગાડી માટે અને એક મુસાફરી ટ્રેન માટે તેમજ આ પ્રકારના નિશાનને બહુ દૂર લગાવામાં આવે છે.

વ્હિસલ સૂચક બોર્ડ-


આ નિશાન ટ્રેનના ડ્રાઈવરને વ્હીસલ વગાડવા માટેનો ઈશારો કરે છે. આ નિશાનની મદદથી ડ્રાઈવર સીટી વગાડીને ફાટકને ક્રોસ કરે છે. જેથી કરીને કોઈને નુકસાન ન થાય અને કોઈને ઈજા ન પહોંચે તે માટે. તમે પણ જોયું હશે જ્યારે ટ્રેન આવતી હોય છે ત્યારે ફાટક બંધ કરી દેવામાં આવે છે અને દૂરથી ટ્રેન આવતી હોય ત્યારે તેની સીટીનો અવાજ સંભળાય છે. ટ્રેન એક કિલોમીટર સુધી પહોંચી જાય પછી જ ફાટક ખોલવામાં આવે છે.

X/LV સિમ્બોલનું પાટીયુ-


તમે ક્યારે રેલ્વેસ્ટેશન પર પ્લેટફોર્મ પર ઉભા હશો ત્યારે તમે જોયુ જ હશે કે ટ્રેના છેલ્લા ડબ્બાની પાછળ એક્સનું નિશા હોય છે. જો કે LV નિશાન રેલવેના કારીગરો માટે હોય છે. તેનાથી ખ્યાલ આવે છે કે ટ્રેન જતી રહી છે. અને જો ટ્રેનનાં છેલ્લા ડબ્બામાં જો આ સિમ્બોલ ના હોય તો સમજી જવું કે ટ્રેનમાં કંઈક ખરાબી છે. જેના દ્વારા રેલવે કર્મચારી કોઈ પણ દૂર્ઘટનાને ટાળવામાં મદદ કરે છે. તેમજ રાતે પણ આ નિશાન દેખાય એટલા માટે લાલ કલરની લાઈટનો ઉપયોગ કરવામાં આવે છે.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com 

Leave a comment