સિક્કાઓથી ભરેલો ટ્રક લઈને BMW કાર ખરીદવા માટે પહોંચ્યો એક શખ્સ આ સિક્કા ગણવા માટે બેંકમાંથી માણસોને બોલાવવા પડ્યા

76

અમુક લોકોમાં લક્ઝરી કાર ખરીદવા માટેની એક અલગ જ પ્રકારની દીવાનગી હોય છે. કેટલાક લોકો તો દિવસ રાત સ્વપ્ન પણ પોતાની પસંદગીની કારના જ જોતા હોય છે. सपने वो होते है जो रातको निंदमे नहीं बल्कि दिन के उजालेमे जागते समय आते है l પણ શું થાય, અચાનક જયારે તમારી સામે તમારા સ્વપ્નની કાર આવીને ઉભી રહી જાય. થઇ જાવને અવાચક, બેબાકળા, દિગ્મૂઢ..

આવું જ કંઇક ચીનમાં રહેતા એક શખ્સ સાથે થયું. જેવું આ વ્યક્તિએ બીએમડબલ્યુનું નવું મોડેલને જોયુ, તેને તેના સ્વપ્નની કાર લાગી. અરે ભાઈ (કે બહેન) આ કોઈ નવી વાત નથી કે તમને કોઈ કારને જોઇને તમારા સ્વપ્નની કાર યાદ આવી જાય. પરંતુ અહિયાં દિલચસ્પ વાત એ છે કે આ વ્યક્તિ એ વાતથી અજાણ હતો કે તેની પાસે એટલા પૈસા જમા થઇ જાશે કે તે જાતે કાર ખરીદી શકે. આ શખ્સ આ કારને ખરીદવા માટે તેમણે જમા કરેલા સિક્કાઓ લઈને કારના શો રૂમમાં પહોંચી ગયો. કારના શો રૂમમાં જતા પહેલા આ શખ્સે તેના મિત્રોની મદદથી 4 દિવસ સુધી આ સિક્કાઓને ગણ્યા. જે 1 લાખ 50 હજાર સિક્કા થયા.

હકીકતમાં, ચીનના ટોંગરેન નામના શહેરમાં રહેતી આ વ્યક્તિ એક ટ્રકમાં આ સિક્કાને ભરીને ટ્રક લઈને BMW કારના શો રૂમમાં કાર ખરીદવા માટે પહોંચી ગયો. ત્યારે ત્યાં શો રૂમના કર્મચારીઓ ટ્રકમાં ભરેલા સિક્કાઓ જોઇને દિગ્મૂઢ, આશ્ચર્યચકિત થઇ ગયા. યુવકે કહ્યું, મારે BMW કાર ખરીદવી છે. આ સાંભળી શો રૂમના કર્મચારીઓએ મેનેજરને બોલાવ્યા, મેનેજરને પણ આ શખ્સે એ જ કહ્યું મારે BMW કાર ખરીદવી છે. હુંકાર ખરીદવા માટે પૈસા લઈને આવ્યો છું.

શો રૂમના મેનેજરે આ સિક્કાઓ ગણવા માટે બેંકમાં ફોન કરીને બેન્કમાંથી બેન્કના 11 કર્મચારીઓને બોલાવ્યા.10 કલાકની સખ્ત મહેનત કરીને કુલ900 કિલો વજનના આ સિક્કાને ગણવામાં આવ્યા. સિક્કાની ગણતરી પૂરી થતા જ BMW કારનો શો રૂમ તાળીઓથી ગુંજી ઉઠ્યો. પછી મેનેજરે BMW કારની ચાવી સિક્કા લઈને આવેલ વ્યક્તિનું સ્વાગત કરીને ફૂલોના બુકે સાથે સોંપી દિધી.

અરે હા, મૂળ વાત તો રહી ગઈ. બીએમડબલ્યુ કાર ખરીદનાર આ વ્યક્તિ બસનો એક સામાન્ય ડ્રાઈવર હતો. પહેલાથી જ તેનું સ્વપ્ન એક લક્ઝરી કાર ખરીદવાનું હતું. તેના માટે તે ઘણા લાંબા સમયથી સિક્કાઓ જમા કરતો હતો. સિક્કા જમા કરતા કરતા તેને ખુદનેજ ખબર નહોતી કે તેની પાસે 1 લાખ 50 હજાર સિક્કા જમા થઇ ગયા છે. મતલબ તેની પાસે લગભગ 50 લાખથી પણ વધારે રૂપિયા જમા થઇ ગયા હતા. છે ને અજબ વાત !

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ  & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment