“પ્રપોઝ” – એકબીજાના પ્રેમમાં ગળાડૂબ પ્રેમીઓના સંવાદ…

27

એય,

શું?

તને છોકરી પટાવતા નથી આવડતું !

આવડે છે હો વાંદરી.

એવું !

હાઆઆઆઆ…

જોઈએ તો,

પણ એ, મને એ તો કે કે પટાવાય કેમ કેમ?

ના ના તને આવડે છે ને, જા.

મને એમ તો કે, કે બધી છોકરીઓ એમ જ માનતી હશે ને કે આ મારા શરીરને જ પ્રેમ કરશે.

હા, એવું જ માને,

પછી છોકરો જો સારો હોય તો ઘણું શીખવાડે અને સમજાવે, નહીં તો ના ઘરના રેવા દે અને ના ઘાટ ના !

હું કેવો છું એ કે ને ?

તું જેને પટાવેને એને પૂછજે, મને નહીં.

સારું, વાંદરી. જાઉં છું, અને હા સાંભળ…. તને પેલી નથી ગમતીને, એને જ પટાવીશ.

હા જાને પણ, મને શું ફર્ક પડે છે.

મને એક વાત કે ને, છોકરીઓ ખરાબ ના માને એના માટે કોઈ ઉપાય ?

એનો કોઈ ઉપાય નથી પણ તારા માટે એક ચાન્સ છે,

શું ? જલ્દી કે…

તારું સંગીત કોઈને પણ પાગલ કરી દે એવું છે,

તારી આંખો કોઈને પણ ઘાયલ કરી દે એવી છે,

તારો આ ઘેરો અવાજ કોઈને પણ મદહોશ કરી મૂકે એવો છે.

ઓહ્હહ, થેન્ક્સ, હું જાઉં

ઓય દોડે છે ક્યાં ? સાંભળતો જા, મને ખબર છે તું ખાલી હાથે જ પાછો આવવાનો છે. વાંદરા…

આઆહ્હહ… થાકી ગયો યાર.

ક્યાં ગયો તો! મને ખબર જ હતી તું કંઈ જ નહી કરે.

ના હું સાચે પટાવીને આયો.

જાને જુઠ્ઠા.

તારી કસમ.

મને શું કામ મારે એમાં ?

ચાલ તને બતાવું એ છોકરી. તારા કરતા તો જોરદાર લાગે છે.

જોઉં છું એ તો.

તું આંખો બંધ કર, હું એને લઈ આવું.

હા પણ હવે.

ચીટીંગ નહીં કરતી હો.

હા લ્યા વિશ્વાસ નથી !

પુરેપુરો છે એટલે કહું છું.

હવે આંખો ખોલ, અને જો સામે.

આ તો ફોટોફ્રેમ છે.

અંદર જો, આને જ પટાવીને આયો છું.

મારે નથી જોવી કોઈ ને પણ, અને તું જે પટાવીને આયો એમાં કઈ ખાસ હશે પણ નહીં, હુંહહ્હહ્હહ..

સારું ના જો, હું જાઉં છું, રાતે ફોન કરીશ તને, મારુ પેલું પ્રેઝન્ટેશન બનાવી રાખજે, હોં ને વાંદરી….. બાય..

ઓય વાંદરા, તારો ફોન કેમ વ્યસ્ત આવતો તો! પેલી સાથે વળગ્યોતોને ફોન પર.

ઉંમમ, કંઈક એવું જ રાખ.

મૂક ફોન, વાત જ નહીં કરતો મારી જોડે.

વાંદરી, તે પેલો ફોટો જોયો ?

ના. અને જોવાની પણ નથી.

ઓકે, કદાચ ભૂલથી જોવાઈ જાય તો જોઈ લેજે, બાય વાંદરી.

રાત્રે બે વાગે…

ઓય ચુડેલ, પહેલી રિંગ પર જ ફોન ઉંચકી લીધો, હજી જાગે કે શું ?

હા, ઊંઘ નથી આવતી.

એક કામ કર તો, બાર બાલ્કનીમાં જા.

હા ગઈ બોલ આગળ.

ચાંદ દેખાય છે?

હા, અને આજે શરદ પૂનમ છે એ પણ ખબર છે, સૌથી ઠંડો હોય આજે ચાંદ.

હમમમ, મેં પટાવી એનો ચહેરો એ ચાંદથી પણ શીતળ છે.

ઊહ્હહ્હહ, તું પકાવ નહીં, બાય.

હલો ચુડેલ, કેમ ફરી યાદ કર્યો?

તને કીધું આ ફોટોફ્રેમ છે ત્યારે તે કીધું કેમ નહીં કે એ અરીસો છે એવું ?

તને ક્યાં ટાઈમ હતો !

મને હાલ ને હાલ તે પટાવી એ ડાકણ બતાવ…

એને મેં હજી પટાવી નથી અને પટાવીશ પણ નહીં, હું એને પ્રોપોઝ કરીશ, એને પ્રેમ કરું છું, ખબર નહીં એ પણ મને પ્રેમ કરતી હશે કે કેમ ?

તને અને પ્રેમ? શ્રાપ આપું છું કે કોઈ નહીં કરે (“મારા સિવાય, તું મારો છે, પણ તને કહું કઈ રીતે!”)

તને બતાવું પેલી ચુડેલ? તને નથી ગમતી એ !

હમમમ,

અરીસાની સામે ઉભી રે,

હમ્મ,

હવે જો, આને પ્રેમ કરું છું, પણ ખબર નહી, એ પણ મને પ્રેમ કરતી હશે કે કેમ ? જોને બાર પેલા શરદ પૂનમના ચાંદ કરતા પણ શીતળ છે ને એનો ચહેરો..

હમ્મ..

હોય વાંદરી, રડે છે કેમ ?

તે મને કીધું કેમ નહીં ?

તને કેવા જતો તો ને તો મારી..

હા હા હા, ફટ્ટું.. ..

એટલો બધો પણ નથી,

ખબર છે, નહીં તો તે મને સામે આવીને પ્રોપોઝ કર્યું હોત,

એવું ?

હા ભઈ,

એ યાર હવે ભઈ ના કે ને..

ના, હું તો તને રાખડી બાંધવાની છું.

હા તો હાલ જ બાંધી દે,

આવ તો ખરો અહીં પહેલા,

હા આવી ગયો એમ માની લે,

ના તું આવ, મારે તને મારવો છે,

તો નહીં આવું.

નહીં મારું બસ. આવી જા.

દસ સેકન્ડ હોં.

પણ તું અત્યારે ત્રણ વાગે કેમ આવીશ ?

બારી ખોલ.

શું ?

હા..

બારી ખોલ.

ઓહ વાઉ.. તું સાચે જ છે ને, હું સપનું તો નથી જોતી ને !

ના હું સાચે જ છું, અને આ તારા ફેવરીટ લાલ ગુલાબનો બુકે તારા માટે.

થેન્ક્સ વાંદરા.

હજી કંઈક છે.

શું ?

આ દોરી ખેંચ.

ઓહ કેટલું મસ્ત છે આ ટેડી, પણ મારા વાંદરા કરતા સારું નથી.

ઓય હલો મિસ્ટર.. શું જોવે છે?

આઈ વોન્ટ ટુ સ્ટીક ટુ યોર લીપ્સ.

તો આવી જા, પણ તું મને ચિટ નહીં કરે એની શું ગેરન્ટી.

હું તારા વ્યક્તિત્વને નહીં પણ તારા અસ્તિત્વને ચાહું છું,

હું તારા શરીરને નહીં પણ તારા આત્માને પ્રેમ કરું છું,

તું બારથી જે છે એને નહીં પણ તું જે અંદરથી છે એને પ્રેમ કરું છું.

હું તને સાચે સાચો પ્રેમ કરું છું.

વાંદરા, આઈ લવ યુ ટૂ.

શું બોલી તું ?

હું કઈ નથી બોલી,

કે ને ફરીથી..

ના!

પ્લીઝ કે ને,

નહીં…

તો કાલે ક્લાસમાં કેવું પડશે બધા વચ્ચે, નહીં તો હું તને નહીં બોલવું, સમજી વાંદરી.

અને હું અત્યારે કહું તો કાલે તારે મને કેવું પડશે, એ પણ ક્લાસમાં..

હા ચોક્ક્સ,

હું જાઉં વાંદરી, બાય, ગુડ નાઈટ.

રોકાઈ જા ને,

હોસ્ટેલના વોચમેનથી બચીને આયો છું, પકડાઈ જઈશ તો બન્નેની લાલ થશે, કાલે મળીએ, બાય, લવ યુ.

શું બોલ્યો ?

એ…આઈ….લવ ..યુ…..વાંદરી

લવ યુ ટૂ મારા ચીમ્પાન્ઝી,

શું બોલી ફરી બોલને મજા આવે મને,

જા ચલ, ફુટ… કાલે મળીએ.

બાય

બાય

જા હવે,

જાઉં છું પણ, તારે કાઢી જ મુકવો છે, હટ..

એવું નથી,

ખબર છે મને, કેવું છે એ, હું જાઉં અને મારી વંદરીનો ફોટો સાચવજે, બાય.

સૌજન્ય : સ્ટોરી મિરર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment