આપણા ગુજરાતના ગોંડલના આ રાજવી વિષે તમે શું જાણો છો? વાંચો અને ગર્વ કરો તમારા ગુજરાતી હોવા પર…

175
small-story-gondal-na-rajvi-bhagvatsinhni-jivangatha

વિકિપીડિયા ધ ફ્રી એન્સાયકલોપીડિયાનું નામ તો તમે સાંભળ્યું જ હશે. જે અંગ્રેજી ભાષામાં છે. પણ તમને ખબર છે કે આપણું ગુજરાતનું પણ આગવું એક એન્સાયકલોપીડિયા છે! નામ છે “ભગવદ્ગોમંડલ”. આ ભગવદ્ગોમંડલમાં ગુજરાતી ભાષાના લગભગ તમામ શબ્દોના જુદા જુદા અર્થ આપેલા છે. ચાહે એ શબ્દ શુદ્ધ ગુજરાતીનો હોય કે પછી તળપદી ગુજરાતીનો! અને આ મહાન ગ્રંથનો વિચાર જેમને આવેલો એવા રાજાધિરાજ ગોંડલ નરેશ એવા ભગવતસિંહજીના શાસનકાળની આજે તમને ઝાંખી કરાવવા જઈ રહ્યો છું. તો તૈયાર થઇ જાઓ ગુર્જર ધરાના એક મહાન અને ઉદાર શાસક એવા શ્રીમાન ભગવતસિંહજીની જીવનગાથા વાંચવા માટે.
ભગવતસિંહજીનો જન્મ સંગ્રામસિંહજી-બીજા અને મોંઘીબાના સંતાન રૂપે ૨૪ ઓક્ટોબર ૧૯૬૫ના દિવસે ગોંડલમાં થયો હતો. સંગ્રામસિંહજી કુંભાજીએ સ્થાપેલા ગોંડલ રાજ્યના બારમા ક્રમના રાજવી હતા. તેમનું મૃત્યુ ૧૯૬૯માં થયું ત્યારે ભગવતસિંહજી માત્ર ૪ વરસના જ હતા. આથી ૧૫ વર્ષ માટે ગોંડલને બ્રિટીશ સરકારે સંભાળ્યું.

નવ વર્ષની ઉંમરે ભગવતસિંહજીએ રાજકોટની રાજકુમાર કોલેજમાં ભણવાનું શરુ કર્યું અને પાશ્ચાત્ય ધાબે શિક્ષણ મેળવ્યું. ત્યાર બાદ ૧૮૮૩માં એમણે યુરોપ પ્રવાસ કર્યો. ત્યાં ઇંગ્લેન્ડ, સ્કોટલેંડ, પેરીસ, રોમ, ફ્લોરેન્સ, વેનિસ વગેરે શહેરોની મુલાકાત લીધી અને જેની નોંધ પોતાની “ the journal of a visit to England” નામની ડાયરીમાં કરી હતી.

તેમને મળેલી ડીગ્રીઝની વાત કરીએ તો અચંબિત થઇ જવાય છે. એલ.એલ.ડી., MRCPE, MBCM, DCL, MD, Fellow physician જેવી કાયદાકીય અને મેડીકલની ડીગ્રીઝ મેળવીને અમુલ્ય જ્ઞાન હાંસિલ કર્યું. મહારાણી વિક્ટોરિયાના શાસનના સુવર્ણ મહોત્સવમાં જનારા એક માત્ર સૌરાષ્ટ્રના રાજવી ભગવતસિંહજી હતા. ત્યાં તેમનું K.C.I.E. એટલે કે Knight commanderના ખિતાબથી સન્માન કરવામાં આવ્યું.

ભગવતસિંહજીના અગત્યના કાર્યોની એક ઝલક :
ભગવતસિંહજીએ ૧૮૮૪થી ૧૯૪૪ સુધી એટલે કે પુરા ૬૦ વર્ષ સુધી ગોંડલ પર રાજ્ય કર્યું. જેને ગોંડલનો આધુનિકરણનો યુગ કહેવાય છે. ભગવતસિંહજીને ગોંડલના આધુનિકરણના પિતા કહેવાય છે.

તેમણે બીજા રાજાઓની જેમ કોઈ દિવસ મોજ શોખમાં સમય વેડફ્યો નહતો. આનંદ પ્રમાદને એમના જીવનમાં સ્થાન નહતું એમ કહીએ તો પણ ચાલે. રાજ્યની આવકના માત્ર ૨% જેટલી જ રકમ પોતાના માટે વાપરતા.

તેઓ ખેડૂતો, વિદ્યાર્થીઓની શિક્ષા અને ઉદ્યોગોને કેવી રીતે સરળતા રહે એ વિષય પર સતત પ્રયત્નશીલ રહેતા.

પ્રખ્યાત કવિ ન્હાનાલાલે ૧૯૩૨માં એમના માટે કહેલું કે, “અન્ય રાજાઓ પ્રજા પર કયો નવો કર કે મહેસુલ નાખી શકાય એ વિષે વિચારે છે જ્યારે ગોંડલ નરેશ કયો કર કે મહેસુલ નાબુદ કરી શકાય એ વિષે વિચારે છે”

તેમના વહીવટનું સૂત્ર હતું “પ્રજા કલ્યાણ” અને “ગોંડલ-સૌથી પ્રથમ”!

ખેડૂતોને મહેસુલ ભરવામાં સરળતા રહે અને તેઓ આબાદ થાય એટલા માટે એમણે ૧૦,૨૦ કે ૩૦ વર્ષે મહેસુલની પુનઃ આકારણીના બદલે કાયમી વિઘોટી દાખલ કરી.

૧૯૦૦માં પડેલા કાળા દુકાળને પહોચી વળવા માટે ખેડૂતોનું ચોથા ભાગનું મહેસુલ માફ કર્યું.
ટ્રામ કોઈ શહેરે જોઈ સુદ્ધાં નહતી એ સમયે ૧૮૯૮-૯૯માં ગોંડલમાં પહેલીવહેલી ટ્રામ સેવા શરુ કરાવી. ૧૯૨૪માં સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ ગોંડલમાં વીજળીની વ્યવસ્થા કરાવડાવી. ઉદ્યોગોને વેગ આપવા માટે નાના-મોટા પચાસ જેટલા કર માફ કર્યા હતા.

એ વખતના રૂપિયા ૩ લાખ જેટલી માતબર રકમથી ગોંડલમાં ‘ગરાસીયા કોલેજ’ની સ્થાપના કરી. સમગ્ર ગુજરાતમાં કન્યા કેળવણી દાખલ કરનાર ભગવતસિંહજી હતા.

એમના રાણી નંદકુંવરબા પણ ભણેલા અને ચતુર બાઈ હતા. સમુદ્ર પાર કરીને સૌપ્રથમ વિદેશ જવાવાળા રાણી તે આ નંદકુંવરબા જ હતા. ઉપરાંત ૧૮૮૫માં હરતાફરતા દવાખાનાની શરૂઆત પણ આ જ રાજવીએ કરી હતી.
ભગવતસિંહજીએ રાજકુટુંબમાં વર્ષોથી ચાલી આવતી પડદા પ્રથા બંધ કરાવી અને ગોંડલને એક સમૃદ્ધ, સુદ્રઢ અને સુસંગઠિત રાજ્ય બનાવ્યું.

ભગવદ્ગોમંડલની રચના વિશે :-
ગુજરાતી ભાષાનો પોતાનો આગવો શબ્દકોશ એ ભગવતસિંહજીનું સ્વપ્ન હતું. અંદાજે ૧૯૧૫ના સમયમાં એનું કામકાજ શરુ કરાવડાવ્યું હતું. ૧૯૨૮ની પહેલી ઓક્ટોબરે માત્ર ભગવદ્ગોમંડલ માટે અલાયદી ઓફીસ ચાલુ કરી અને ૨૫ ઓગસ્ટ ૧૯૪૪ના દિવસે એમનું આ સ્વપ્ન પૂરું થયું.

ભગવદ્ગોમંડલની પ્રથમ આવૃત્તિ ૯૦૨ પાનાની હતી. આ પછી સમયાંતરે એની નવી આવૃત્તિઓ બહાર પડતી ગઈ. છેલ્લો અને નવમો અંક ૯ માર્ચ ૧૯૫૫ના દિવસે પ્રકાશિત થયો. એ સમયે એની કિંમત ૫૪૫ રૂપિયા હતી પણ રાજ્યાશ્રયના કારણે અને લોકોને જ્ઞાન મળે તેવી ભગવતસિંહજીની અંતરની ઈચ્છાના લીધે માત્ર ૧૪૬ રૂપિયામાં એ તમામ ઉપલબ્ધ હતા.અત્યારે આખુંય આ ભગવદ્ગોમંડલ “ગુજરાતી લેક્સિકોન ડોટ કોમ”નામની કંપનીએ એન્ડ્રોઇડ એપ્લીકેશન સ્વરૂપે પ્લે સ્ટોર પર ઉપલબ્ધ કરાવેલ છે.

આમ, ગોંડલના મહાન અને જ્ઞાની તેમજ દીર્ઘદ્રષ્ટા રાજવી એવા ભગવતસિંહજીને આજેય એમણે કરેલા અને કરાવડાવેલા સુધારા અને સુકર્મો માટે ગોંડલ એમને યાદ કરીને ગર્વ અનુભવે છે.

ગુજરાતના બીજા મહાન રાજવીની વાતો આવતા અંકે……

લેખન સંકલન : ભાર્ગવ પટેલ

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment