નાની નાની વાતો જે થોડામાં ઘણું કહી જાય છે… વાંચો રસપ્રદ વાતો…

61
small-story-hasyanjali

હાસ્યાંજલિ…..!!

કવિ શ્રી તુષાર શુક્લ દ્વારા રચિત કાવ્ય નજરે ચડ્યું.. “હસતાં હસાવતા શાંત થઇ ગયા.. વિનોદ વિરમી ગયા. મહાકાલના પ્રવાહ સાથે, વહી શકનારા ગયા.. વિનોદ વિરમી ગયા.”

શું ખરેખર વિનોદ ક્યારેય વિરમી શકે? હું તો એમ કહીશ કે “જ્યાં જ્યાં કોઈ વિનોદ કરે.. વિનોદ ત્યાં જ વસે..હસે…શ્વસે…!! તેમનું નામ જયારે બોલવામાં આવશે, સંભાળનારા દરેકના મુખડાં પર હાસ્યની લહેર ચોક્કસ છવાય જશે.. વિનોદ કયારેય ન વિરમી શકે.” સદેવ ધડકતાં તેમના શબ્દો શ્રી વિનોદ ભટ્ટને(સ્વ. સંબોધન માટે કોઈ સજ્જડ બહાનું શોધી લાવો જરા) ચિરકાલીન બનાવી રહી છે. તેમની કલમની શાહીમાં મને હંમેશ મેઘધનુષી રંગો જણાયા છે. રવિપૂર્તિ મારા હાથમાં આવે એટલે ‘ઈદમ તૃતીયમ’ દ્વારા વાંચન આરંભાય. દસ વર્ષથી ભટ્ટ સાહેબના લેખોની તમામ પૂર્તિઓ સાચવી અને વાંચી છે, બેંકની ફિક્ષ ડીપોજીટની જેમ.. આજે તેમની કલમનાં લસરકાને માણીએ.. તેમની માટે હાસ્યાંજલિ શબ્દ ઉચિત રહેશે..

પુસ્તકની દૂકાન કોઈ લૂંટે….
“મારા જીવનકાળ દરમ્યાન અમદાવાદમાં તોફાનો થતાં જોયા છે. તોફાન..તોડફોડ..અને અંતે લૂંટફાટ..!! આવા સમયે એક વ્યક્તિ મને કહે કે પેલ્લી દૂકાનમાંથી મેં મારા દાદા માટે ‘ડાયપર’ લૂંટીને લાવ્યો.. તો મારી પાછળથી એ પણ કોઈ તફડાવી ગયું.. આજકાલ ભરોસો કરવા જેવાં કોઈ લોકો જ નથી રહ્યાં..!!”
“પરંતુ, આવા સમયે પણ એક પણ પુસ્તકની દૂકાન નથી લુંટાઈ..!!” “હું ઇરછું કે પુસ્તકોની દુકાનમાંથી પણ લૂંટફાટ થાય..!!”

નસીબ..!!
આમતો તેને મિલમાં ગમે તે પાળીમાં બદલી મળી જતી. પાસે પૈસા હોય ત્યારે ઘરની નજીક આવેલી સસ્તા અનાજની દુકાન પર તે ઘઉં ચોખા કે ખાંડ લેવા જતો. ત્યારે મોટાભાગે “માલ ખલાસ છે, આવતાં સોમવારે મળશે..” નું પાટિયું વાંચવા મળતું. વધુ દામ આપીને ખુલ્લાં બજારમાંથી તેને ખાંડ-અનાજ ખરીદવા પડતાં.. તેને ખૂબ ગુસ્સો આવતો. મુઠ્ઠીઓ વળી જતી. કયારેક દૂકાન સળગાવી દેવાની ઇરછા થતી.
એક દિવસ શહરેમાં હુલ્લડ ફાટી નીકળ્યું. મોડી રાતે સસ્તા અનાજની દુકાન તોડી. લાં…બા… સમયની ખીજ ઉતારવાનો આ ખરો મોકો હતો. આ મોકો હાથમાંથી ન જવો જોઈએ. તે દુકાનમાં ઘૂસ્યો. ત્યાં જ કોઈએ ચેતવ્યો કે “પોલીસ આવી..” એટલે તે અંધારામાંથી જે મળે તે લૂટીને ભાગ્યો. તેનાં હાથમાં એક કોથળો આવ્યો. વજનમાં હલકો હતો, પણ ખાલી નહોતો.
બાજુની ગલીમાં વળ્યા પછી બત્તીના એક થાંભલા નીચે હાંફતો ઉભો રહ્યો.. કોથળો સહેજ પહોળો કરીને જોયું તો પેલું પાટિયું હતું: “માલ ખલાસ છે… આવતાં સોમવારે મળશે..”

રૂપિયાતો હાથનો મેલ છે…!!
ઇન્કમટેક્ષવાળા ભલે પૈસાને સફેદ કે કાળા એવા બે જ રંગમાં વહેંચતા હોય, પરંતુ છેલ્લાં થોડાક સમયથી પૈસો વિવિધ રંગમાં દેખાય રહ્યો છે. જેની પાસે પૈસો નથી તે પોતાનું મન મનાવવા “પૈસો એ હાથનો મેલ છે.” એવું બબડતા હોય છે. એવા લોકો પાસે પણ જો પૈસો આવી જાય તો બજારમાંથી નાની તિજોરી ખરીદીને પોતાના ઘરમાં ગોઠવતાં હોય છે. આનું કારણ એ કે ગરીબ હોય કે તવંગર, બધાને પાક્કી ખબર છે કે ‘પૈસા નામના મેલથી માણસના ઘણાં બધાં મેલ ધોઈ શકે છે.’

માતૃભાષા-માનો ખોળો…?
માતૃભાષા માતાનો ખોળો છે. રડવું, હસવું, તેમજ સ્વપ્ન માણસને દૂધભાષામાં જ આવે છે. કોલકત્તા કોર્ટના ચૂકાદા પ્રમાણે વ્યક્તિનું મરણોન્મુખ નિવેદન માતૃભાષામાં જ માન્ય ગણાશે. એક રીતે જોવા જઈએ તો જગતભરની તમામ ભાષાઓ પોતાના સ્થાને ઉત્તમ છે. બાળક જે ભાષામાં હાલરડું સાંભળીને ઊંઘી શકતું હોય તેને તે ભાષામાં ભણાવવું જોઈએ. આપણે અંગ્રેજી ભાષાને સુરમાની જેમ આંખમાં આંજીને બેઠાં છીએ, કિન્તુ જગત ૧૮૦ દેશો પૈકી માત્ર ૧૨ દેશો જ અંગ્રેજીમાં વ્યવહાર કરે છે. અને આપણા દેશની વાત કરીએ તો ફક્ત ૩ ટકા બાળકો જ ઈંગ્લીશ મીડિયમમાં ભણે છે. જયારે ૯૭ ટકા બાળકો માતૃભાષા કે પ્રાદેશિક ભાષામાં અભ્યાસ કરે છે. દુનિયાનો કોઈપણ દેશ પારકી ભાષામાં પ્રાથમિક શિક્ષણ નથી આપતો…!!

ચાલો,આજે પત્નીની કદર કરીએ..!!
પશ્રિમના દેશોની નકલ કરવામાં આપણે મધર્સ ડે, ફાધર્સ ડે, અને ફ્રેન્ડશીપ ડે ઊજવવાની ટેવ પાડી દીધી છે, ત્યાં આ વર્ષે એક નવો ડે અસ્તિત્વમાં આવી ગયો.. “વાઈફ એપ્રિસીયેશન ડે” પત્નીની કદર કરવાનો દિવસ. એ દેશોમાં તો પતિઓ વહુઘેલા છે.

લગ્ન અગાઉ અમે બહાર મળતાં, ચારેક વર્ષ સાથે ફરેલાં. લગ્ન અગાઉ અમે એકબીજાની ખૂબીઓ બરાબર જાણી લીધી. પરંતુ લગ્ન પહેલાં જે મારી ખૂબી હતી.. તે હવે, ખામીમાં ખપાવાય છે. ખર્ચાળ સ્વભાવને તેણી ઉડાવગીરી જેવો શબ્દ પ્રયોગ પ્રયોજાય છે. શબ્દકોશમાં શબ્દનો અર્થને બદલાતા બહુ સમય નથી લાગતો..નિવૃત થયાં પછી અમારાં બંનેની પાસે ઘણો ફાજલ સમય રહે છે. સાચું કહું તો અમારી પાસે સમય સિવાય ખાસ કશું બચ્યું પણ નથી ને સમય કેવી રીતે ખર્ચવો એની મને ખબર નથી. એટલે જસ્ટ કિલ ધ ટાઈમ.. સમયની હત્યા કરવા હું તેને પૂછું કે “આપણા બે માંથી કોની બુદ્ધિ આંક વધારે હોવાનો તું માને છે?” જવાબમાં તે બોલી: “મારી બુદ્ધિ વિષે તો મને ખબર નથી, પરંતુ તમે ઇન્ટેલિજન્ટ હોવાનો કોઈએ આક્ષેપ કર્યો હોવાનું મારી જાણમાં નથી..”

ઢીલ દે. દે. રે. ભૈયા…!!
૧૪ જાન્યુઆરીયે અવતરેલ હાસ્યના બાદશાહોની પતંગ થોડી વધારે ઢીલ સાથે ચગી. મસ્તીખોર પવન પણ પાવન હતો.. જે ઈશ્વરના દ્વારે અટક્યો..!!

લેખક : નરેન્દ્ર જોષી

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom & fb.com/gujaratijokes

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment