આઈ હેઈટ ગુજ્જુસ યુ નો? – એક યુવતીને જોવા આવ્યા છોકરાવાળા અને પછી થયું જોવા જેવું…

77
small-story-i-hate-gujju

                           આઈ હેઈટ ગુજ્જુસ યુ નો?

‘હા….ઈ, અરે યાર જલદીસે બોલ તુ કિધર હૈ? મુજે અભ્ભી તુજે મિલના હૈ. તુજે પતા હૈ, મેરી તો આજ વાટ લગા દી હૈ ઘરવાલોંને. મુજે તો ઈતના ગુસ્સા આ રહા થા ન, કિ વહાંસે ભાગ જાનેકો મન હો રહા થા. પર ક્યા કરું? મેરે હી પેરન્ટ્સ થે, સબકે સામને ઉનકા ઈન્સલ્ટ કૈસે કરું? જૈસે હી સબ ડ્રામા ખતમ હુઆ ન, વેસે હી મૈં તો સબકો બાય કરકે નિકલ ગઈ. અબ જલદી બતાઓ, સાલો તુમ સબ લોગ કિધર બૈઠે હો? મૈં અભી કે અભી વહાં પહોંચતી હૂં, મુજે તુમ સબસે બહોત સારી બાત કરની હૈ.’

પંદરેક મિનિટમાં જ, શહેરના મોસ્ટ ફેમસ ‘સ્ટુડિયો 25’માં, બાવીસેક વરસનું એક હસીન વાવાઝોડું ધસમસતું, એક નાનકડા ટેબલ પાસે જઈ પહોંચ્યું. ટેબલની ફરતે બેઠેલાં ત્રણેયને ‘હા..ય’ ને હગ કરીને પોતાની જગ્યાએ ગોઠવાઈ ગયું. જોકે ગોઠવાયા પછી તો, શાંત પડવાને બદલે વાવાઝોડું સતત પોતાની જગ્યાએ ને પોતાના મિજાજમાં જ ઘુમરાતું રહ્યું. ક્રિસમસની માદક રાત જામી હતી. જુવાનિયાઓનો આ મનપસંદ બાર હતો. અહીં સિગરેટ પીવાની મનાઈ હતી પણ જામ છલકાવવાની કે કલાકો સુધી મોટેથી વાતો કરવાની કોઈ મનાઈ નહોતી. સતત થતા કોલાહલમાં પણ દરેક ગ્રૂપ પોતાની મસ્તીમાં મસ્ત હતું.

વાવાઝોડાનું નામ હેમાંગી હતું. એના કહેવા મુજબ, એના પેરન્ટ્સે આજે સવારે પોતાના ઘરે જ એના માટે છોકરો જોવાનું ગોઠવેલું. અને એ બધો ડ્રામા એને પસંદ નહોતો. જેમતેમ જબરદસ્તીથી બધું પતાવીને દોસ્તોને મળવા, એમની આગળ દિલ હલકું કરવા ને કદાચ એમની સાચી સલાહ લેવા એ દોડી આવી હતી. આ દુનિયામાં દોસ્તો સિવાય કોઈ સારું ને સાચું હોઈ જ ના શકે, એવું દ્રઢપણે માનતી હેમાંગીએ પોતાના માટે એક પેગ બનાવ્યો.

‘યાર, તુમ લોગકા હો ગયા ક્યા? કબસે બૈઠે હો? મેરે સાથ બૈઠના હં, ભાગ મત જાના. આજ મૈં બહોત અપસેટ હૂં. મુજે સમજમેં નહીં આતા, કે મૈં ક્યા કરું? સાલા, વો ગુજ્જુ લોગ ભી ક્યા? અપનેકો બહોત હોશિયાર સમજતે હૈ. વો લડકા જો મુજે દેખનેકો આયા થા, મુજે પૂછતા થા કે, ક્યા તુમકો ખાના બનાના આતા હૈ?

છી…કૈસા વીયર્ડ સવાલ પૂછા ઉસને! ખાના ઔર મૈં? માય ફૂટ. મૈંને ખાલી ઉસકી તરફ દેખા, કુછ બોલી નહીં, તો ભી વો મેરી તરફ હી દેખ રહા થા! જૈસે કે, મૈં હાં બોલૂંગી ઔર વો મુજે પાસ કર દેગા. યે ગુજ્જુ લોગ ભી સાલે, ક્યા ખાના બનાનેકે લિયે હી લડકી ઢૂંઢતે હૈં ક્યા? ઔર કુછ કામ નહીં હૈ ઉન લોગોકો? મૈંને મેરે પેરન્ટ્સકે સામને ગુસ્સેસે દેખકે ઈશારા કિયા, ‘ક્યા હૈ યે સબ? ઐસે નમૂનેકો દેખનેકે લિયે મુજે બિઠાયા હૈ?’

ફીર વો મુજે કહેને લગા, ‘મેરે પેરન્ટ્સકો સિર્ફ ગુજ્જુ લડકી હી ચાહિયે. ફિર વો કોઈ ભી જાતકી ગુજ્જુ હોગી તો ચલેગી.’

મૈંને બોલા, ‘કોઈ ભી જાતકી મતલબ? ગુજ્જુ તો ગુજ્જુ હી હૈ ના?’

‘નો મૅડમ, ગુજ્જુમેં બ્રાહ્મન, બનિયા, મારવાડી ઔર બહોત સારી જાતકે ગુજ્જુ આતે હૈં. બ્રાહ્મનમેં ભી પચાસ જાતકે બ્રાહ્મન, બનિયેમેં ભી પચાસ જાત, મારવાડીમેં ભી ઊંચ નીચ, યે ગાંવવાલે, વો ગાંવવાલે ઔર બહોત સારે ગુજ્જુ તુમ્હેં મિલેંગે. ઔર…’

‘બસ, બસ પ્લીઝ. મુજે નહીં જાનના ગુજ્જુકો. હજાર જાતકે ગુજ્જુ હો, તો ભી મુજે ક્યા ફરક પડનેવાલા હૈ?’

યા…ર, ઈતના સુનકે તો વો બંદા ખુશ હો ગયા!

‘તો ફિર મૈં પક્કા સમજું? યુ લાઈક મી નો?’ બોલકે વો ઈડિયટ મેરે સામને હંસને લગા. મુજે ઈતના ગુસ્સા આયા, કે જાકે ઉસકે મુંહ પે એક ખીંચકે દે દૂં. જૈસે તૈસે મૈંને મેરેકો કંટ્રોલ કિયા ઔર મૈં અપને રૂમમેં ચલી ગઈ. વો પાગલ લોગ સમજે, કે મૈં શરમાકે ચલી ગઈ. છી યાર! યે અરેન્જ્ડ મેરેજ કિતના ઈરિટેટિંગ હૈ ના? જિસકો કભી દેખા હી નહીં, ઉસકે સાથ અપોઈન્ટમેન્ટ ફિક્સ કરનેકી, ફિર ઉસકો દેખનેકા નાટક કરનેકા, ઉસકે ફાલતુ સવાલકા જવાબ દેનેકા ઔર ખાલીપીલી હસતે રેહનેકા. યે લાઈફ હૈ? ઔર ઉસકે બાદ ક્યા? શાદી કરકે ટિપિકલ હાઉસવાઈફ બનકે ઘર સંભાલનેકા? બચ્ચે પૈદા કરકે ઉનકો પાલનેકા?

મુજે તો યે બાત પે ગુસ્સા આતા હૈ, કે મેરે પેરન્ટ્સકો તો મેરા નેચર માલૂમ હૈ, મેરી યે સબ ખાને પીને ઔર દેર રાત તક ઘૂમનેકી આદત ભી માલૂમ હૈ, ફિર ભી? ફિર ભી, ક્યું યે લોગ મેરે અરેન્જ્ડ મેરેજકે પીછે પડે હૈં? મૈં અપની મરજીકા લડકા ખુદ દેખ લૂંગી, મુજે જો પસંદ આયે ઉસકે સાથ રહૂંગી, ચાહે શાદી કરું યા ના કરું. મેરી મરજી હૈ ભાઈ. કોઈ કુછ સમજતા ક્યું નહીં? કબસે મુજે તુમ લોગોકી બહોત યાદ આ રહી થી. કબ યે લોગ જાયે ઔર કબ મૈં ભાગકે તુમ લોગોકો મિલને આ જાઉં.’

એકધારું ઘુમરી ખાતું વાવાઝોડું, બે ચાર પેગમાં તો જાણે ધુણતું થઈ ગયું. દુનિયાભરની વાતો ને એક પછી એક પ્રોબ્લેમ! કૉલેજની વાતો ને ઓફિસની વાતો, આ જોબ સારી ને આ જોબ ખરાબ, આ બૉસ સારા ને પેલા બૉસ નકામા. ફલાણો મોબાઈલ ને ઢીંકણો ડ્રેસ ને કઈ ફિલ્મ સારી ને કઈ બકવાસ, કયો હીરો હેન્ડસમ ને કઈ હીરોઈન ડમ્બ, ને શૉપિંગ ને રખડવાનું, મસ્તી ને મજા માણવાની બસ. આજે જ લાઈફ એન્જૉય કરવાની, કાલ કોણે જોઈ? બસ, યહી હૈ ઝિંદગી!

શું ખરેખર આ જિંદગી છે? થોડાં વરસો પછી આ જ જિંદગીમાં જાતજાતના વળાંકો આવશે ત્યારે? ત્યારે પણ આમ જ એક ફોન કરવાથી બધાં ભેગાં થઈને આમ જ શરાબ ને ધુઆંમાં પોતાના પ્રોબ્લેમ્સને ભગાવી શકશે? કોઈ સાથ આપે ને કોઈ સાથ નહીં આપે ત્યારે? કોઈ મંઝિલ વગર ને કોઈ ધ્યેય કે ગોલ વગરની યુવાની આમ જ વેડફાઈ રહી છે. છે કોઈ પાસે કોઈ ઉપાય? ને ઉપાય હોય તોય આવા કિસ્સામાં કોઈ અપનાવવા તૈયાર થશે? કોણ જાણે!

લેખક : કલ્પના દેસાઈ

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom & fb.com/gujaratijokes

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment