મા એમાં મારો શું વાંક – પિતાને તેના પુત્ર દ્વારા પૂછવામાં આવેલ સવાલ, પિતાને ભાવુક કરી દે છે…

143
small-story-ma-ema-maro-shu-vank

એક નાનકડું ગામ એમાં રાવજી કાકા નો પરિવાર. એકદમ સુખી. ઘરમાં ઘી દૂધની નદિયો વહે. ગામડા ની કહેવત પ્રમાણે એટલું સુખી કુટુંબ અને રાવજી કાકાની આખા ગામમાં સારી છાપ એટલે બધા એમને માનથી બોલાવે. અને એમને બે દીકરા એ પણ કાકા જેવા દયાળુ અને સરળ અને  બધાને મદદ કરે તેવા અને તેમને એકજ દીકરી.

દીકરી એટલે કાકાનો વાલનોદરિયો. પડ્યો બોલ ઝીલે બધા. ભાઈયોની પણ લાડકી એને ઘરકામ કરેલુંજ નહી બસ 15 વર્ષની થઇ ત્યાં શુધી તો ભણવાનું અને રમવાનું રાખ્યું અને કામ માં કોઈ કામ કહે એટલે કાકા કહે તમે બધા છોને!!! એને કેમ કામ આપો છો ?? અને શારદા કાકી કહે તમે આ છોકરી ને કઈ શીખવાડવા દેતા નથી પણ તમને એજ અઘરું પડશે. કોઈ મેણું મારશે આને કઈ આવડતું નથી.

પણ કાકા એ એને કંઇજ કામ ના કરવા દે ઘર માં બેભાભી એ પણ લાડ લડાવે અને કહે સાસરે જઇકરવાનુંજ છે ને શીખશે એમને ત્યાં જઇ અને આજેઆ વાહલનો દરિયો એટલે રતન મોટી થઇ એટલે 17 પુરા કર્યા ત્યાંજ કાકાને એના માટે માગા આવ્યા અને એકજ વાતમાં તો રતનનું નક્કી કરી નાખ્યું કાકા કહે ઘર સારું છે છોકરો વકીલ નું ભણેલો છે અને એની જમીન બવ છે એટલે આજ ઘર બરાબર મારા મોભા પ્રમાણે છે અને રતન નું લગ્ન  ધામ ધૂમથી કરી નાખ્યું. ગામમાં વાહ વાહ થઇ કે રાવજીકાકા એ દીકરીના લગ્નમાં બવ ખર્ચ કર્યો અને દીકરીને આપ્યું પણ બવ અને દીકરી સાસરે આવી પતિ સિવાય બધાજ નવા ચેહરા. પહેલાના જમાનામાં સાસુ કે નણંદ જોવા ના જાય એટલે એ બધાને પેહલી વાર જોયા રતન બધાનેના ગમી ભાઈ પ્રમાણે નથી અને સાસુ એ કહ્યું કે ‘રાજાને ગમી રાણી છાણાં વિણતા આણી’ એટલે  છોકરાને ગમે છે એટલે કઈ બોલવાનું નહીં..

પછી સરુ થાય છે રતનનો ઘર સંસાર અને થોડાક દિવસ બધું બરાબર ચાલે છે પણ મૂળ વાત એને ખાવા બનાવતા આવડે નહી એટલે સાસુ રોજ ટોના મારે. તારી મા એ કઈ  શીખવાડ્યું નથી અને લગ્નના 6 માસ થયા અને રોજનો કકળાટ ચાલુ થયો અને રતન ને એના ઘરે પાછી મૂકી આવો એવી વાત ચાલી અને જેવી રાવજીકાકા ને ખબર પડી કે મારી દીકરીને પાછી મૂકી જવાની વાત કરે છે ત્યાંજ કાકા જાતે જઈ પોતાની લાડકીને લઇ આવ્યા અને હવે વટ નો સવાલએ બધું  શિખીનેજ આવશે નહિ તો તમારે ત્યાં નહી આવે અને આબાજુ રતન આવી તો ગઇ પણ એને બે માસનો ગર્ભ હતો એટલે કાકાએ વટ માંજ કહી દિધું અરે મારી દીકરી ને પાલવું અને એના છોકરાને પણ એટલે હિમ્મત છે મારામાં !!!!! અને આ બાજુ એના સાસરી વાળા રાહજોતાં હતા કે એ ના આવે અને છુટુંકરાવી દઈએ અને એવુજ થયું એમણે એને ના તેડાવી અને છુટું કરી દીધું …

હવે રતન પુરા મહિને બાબાને જન્મ આપે છે અને રાવજીકાકા ના ઘરમાં બધા ખુશ. કારણકે એમના મોટા દીકરાને લગ્ન કરે 6 વર્ષ થયા છે અને બાળક નથી એટલે એ મોટો ભાઈ બાળકની જવાબદારી લઇ લે છે અને બાળક  મામા મામી પાસે જ રહી મોટું થાય છે એ 2 વર્ષનું થાય છે ત્યાંજ રતનની બીજી વાતો આવે છે અને એને ફરી ફુલહાર કરવા તૈયાર કરે છે અને કાકા કહે બેટા તું તારે પરણી સાસરે જા તારા દીકરાની જવાબદારી મારી અને રતનનું ફરી નક્કી કરી ફુલ હાર કરી સાસરે મોકલે છે આ બાજુ એનો દીકરો શ્યામ મોટો થાય છે. મોસાળ મા અને એના બાપ એકવાર પણ એને જોવા આવતા નથી ભલે છુટું થયું પણ દીકરો તો મારો છે હું જોઈ આવું પણ એવું કંઇજ થતું નથી અને વકીલ સાહેબ બીજું લગ્ન કરે છે એટલે રતનનું પણ બીજે લગ્ન અને વકીલ સાહેબ જ્યાંથી છુટું થયું તે શ્યામ ના બાપા એમનું પણ બીજું લગ્ન એટલે તેમનું પહેલું સંતાન શ્યામ. એના માતા પિતા બેય લગ્ન કરી લે છે અને શ્યામ મામા પાસે રહી મોટો થાય મામા ને બાળકો નથી ત્યાં શુધી સારું રાખે છે પણ જેવા તેમના બાળકો થયા છે તેવોજ આ શ્યામને હોસ્ટેલમાં ભણવા મૂકી દે છે.

નાનકડો શ્યામ 8 માં ધોરણ થી હોસ્ટેલમાં રહે અને ભણે છે. મામા ક્યારેક ખબર લે છે દાદા હવે રહ્યા નથી. દાદી પણ નથી અને મા કયારેય જોવા આવતી નથી કારણએ જે ભાઈને પરણી ને ગઈ ત્યાં એને પણ 3 સંતાન થયા છે એટલે એ શ્યામને ક્યારેય મળવા જતી નથી. આબાજુ શ્યામ 10 માં ધોરણ માં આવે છે અને સારા માર્ક લાવે છે એટલે એને ક્રિસ્ટી લોકોની સ્કૂલમાં 11 સાયન્સ માં એડમિશન મળે છે અને એ ત્યાં બાર ધોરણ ભણે છે અને સારા માર્ક સાથે 12 પાસ કરી આર્યુવેદીક ડોકટર બને છે મા બાપ ના પ્રેમ વગર અને નાનપણથીજ દુઃખો વેઠી મોટો થાય છે અને મામા નો ખુબ સપોટ મળે છે મામા એ એના ખર્ચ ને પૂરો કર્યો અને એને સપોટ પણ કર્યો અરે સારી છોકરી ગોતી લગ્ન પણ કરાવી દીધું અને આજે ડોકટર શ્યામ એક દીકરાનો બાપ છે અને એક દિવસ અચાનક એનો દીકરો જે 6 વર્ષનો છે તે પૂછે છે મારા દાદા ક્યાં છે અને બા ક્યાં છે અને બધા ના બા દાદા આવે છે મારા કેમ નથી આવતા મને લેવા અને શ્યામ ત્યાંજ ગળગળો થઇ જાય છે અને કહે છે કે મારા માતા અને પિતા મને છોડી ને બીજે લગ્નકરી પોતાના સંસાર માં બીઝી છે. એ લોકો એ આજ સુધી મને ક્યારેય યાદ કર્યો નથી. હું હોસ્ટેલમાં રહી મોટો થયો. મને અનાથ સમજી ખ્રિસ્તી લોકોએ તેમની સ્કૂલ માં ભણાવ્યો છે અને હું મહેનત કરી અહીં સુધી આવ્યો છુ. મારા માતા પિતા છે અને નથી એવું સમજ. હું તને દાદા દાદી નહી આપી શકું. હુંજ મારા નાના પાસે મોટો થયો છુ મને ક્યારેય એમનો પ્રેમ નથી મળ્યો તો તને બા દાદા નો પ્રેમ ક્યાંથી લાવી આપું.. અને ત્યાંજ  શ્યામ નો દીકરો બોલે છે …પાપા તમારી શું ભૂલ હતી કે બા દાદા તમને છોડી ગયા. અને શ્યામ શૂન્ય મસ્ક થઇ જાય છે અને મનમાં એજ વિચારે છે ” મા મારી શું ભૂલ હતી ” ઘણા બધા લગ્ન તૂટવાના કારણ અહમ નો ટકરાવહોય છે પણ આપણે કયારેય એવો વિચાર નથી કરતા

કે એમાં આપણે આપણાં બાળકનું જીવન દાવ પર લાગે  છે અને બાળક છતાં માં બાપે અનાથ જેવીજિંદગી જીવે છે લાચાર અને લોકોનો ઓસીયાળો થઈ જીવે છે માટે લગ્ન તોડતાપેહલા100 વાર વિચાર કરજો કે તમે તમારા બાળકને અન્યાય તો નથી કરી રહ્યા ને . એમાં એનો શું વાંક..

લેખક : નયના નરેશ પટેલ.

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment