પોતાની આગવી કલાથી જ ઘરે બેસીને થઈ દેશ વિદેશમાં થઈ પ્રખ્યાત, વાંચો એવી જ એક ગૃહિણી યોગીતા દતાની સફર…..

60
small-story-yogita-datani

મિત્રો, આજે આપણે મળીશું એક એવી ગૃહીણી જે ફક્ત ગૃહીણી જ ન બની રહેતા કંઈક કર્યું એવું કામ જે લાખો મહિલાઓને પ્રેરણાદાયી નિવડી શકે છે…

આ નામ છે, યોગિતા દત્તાની.

યોગીતા દત્તાની મુંબઈની કાંદિવલી સ્થિત એક ભાડાનાં મકાનમાં રહે છે, એમના પતિ આફ્રિકામાં રહે છે, ધણાં વર્ષોથી રહેતું ફેમિલી આફ્રિકાથી પરત પોતાનાં વતનમાં આવી મુંબઈ વસવાટ શરું કર્યો, યોગિતા દત્તાનીના પતિ આફ્રિકા જ રહે છે, પરંતું યોગિતા બહેન પોતાના બે બાળકો હર્ષ અને કરિશ્મા સાથે ભાડાનાં મકાનમાં રહે છે…

પોતાનાં એક સામાન્ય વિચારને અને પોતાની નાની આવડતને લઈને યોગિતા દત્તાનીએ એક નામ બનાવ્યું “યોગી ક્રિએશન્સ”અને આજે યોગિ ક્રિએશન્સ ફક્ત એક નહીં પરંતું પંદર જેટલી મહિલાંઓને પણ રોજગારી પુરી પાડે છે. પોતાના એક નાનો વિચાર કરી યોગિતા દત્તાની એ એક ક્રાફ્ટની ચીજવસ્તુંઓ બનાવવાંની શરુઆત કરી, લગ્નપ્રસંગો માટેની અવનવી ડિઝાઈનો બનાવી, અને ધરને સુશોભન ની ચીજવસ્તુંઓ બનાવી આજે પોતાની નાનાં એવાં એક વિચારને એક બિઝનૅસનું નામ આપી દીધું છે.

યોગિતા દત્તાની કહે છે કે “હું વધું ભણી નથી, પરંતું પોતાની આવડતને એક બિઝનેસ બનાવવાં માટે ખુબ જ મહેનત કરી છે, શરુઆતમાં યોગિતાબહેન નવાંશહેર મુંબઈમાં ધણી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો, પરંતું આજે આ યોગિક્રિએશન્સનું નામ સારું એવું બનાવી દીધું છે.

આ યોગિક્રિએશન્સ માટે યોગિતાદત્તાનીને એક મૉલનાં ઍક્ઝિબિસન દરમ્યાન એક એવોર્ડ પણ મેળવ્યો છે.

એટલું જ નહીં Facebook ની ટીમ દ્વારા પણ એમનું ઈન્ટરવ્યું લેવામાં આવ્યું હતું.

આ કામ કરવાની પ્રેરણા યોગિતાબહેનને ત્યારે મળી હતી, જ્યારે પોતાના એક રિલૅટિવને રિટર્નગીફ્ટ આપવાની હતી, ત્યારે ગિફ્ટશૉપની દુકાનમાં રહેલ ચીજવસ્તુંઓને જોઈને વિચાર આવ્યો કે આ બધી વસ્તુંઓતો હું મારા હાથે પણ બનાવી શકું છું, બસ ત્યારથી ખુબ જ મહેનત અને લગનથી આ કામની શરૂઆત કરી આજે પંદર જેટલી મહિલાઓને પણ રોજગારી પૂરી પાડે છે.

યોગીક્રિએશન્સ દ્વારા બનાવવામાં આવતી ચીજવસ્તુંઓ. ડિઝાઈનિંગ LED રંગોળી
ભગવાનની શણગારેલ મૂર્તિઓ
અવનવી ડિઝાઈનનાં દિવડાંઓલગ્નપ્રસંગો માટેની ડિઝાઈનિંગ ડિશો
શુભપ્રસંગો માટે સજાવટનાં શ્રિફળ
ધરસજાવટની ચીજવસ્તુંઓ
ગિફ્ટ પેકિંગ
વેંડિંગ કલૅકશન
રિટર્ન ગિફ્ટ

વગેરે જેવી ધણી ચીજવસ્તુંઓ બનાવવામાં આવે છે, અને આ તમામ વસ્તુઓ ફક્ત ભારતમાં જ નહીં પણ U.K, U.S.A, Mozambica, Portugal, canada જેવાં દેશોમાં પણ મોકલવામાં આવે છે.

આ કાર્ય બદલ તેમનાં પતિ ભલે આફ્રિકા સ્થિત હોય, પણ ત્યાંથી પણ ખુબ જ સપોર્ટ કરે છે, એટલું જ નહીં એમનાં બાળકો પણ આ નાના બિઝનૅસમાં યોગિતા દત્તાનીનો સાથ આપે છે.

યોગિતા દત્તાની કહે છે કે “કોઈ પણ મહિલાંએ ફક્ત ગૃહીણી ન બનવું જોઈયે, પોતાની આવડત, મહેનત અને લગનથી કાર્ય કરી પોતાના પરિવારને હંમેશા મદદરુપ થવું જોઈયે, અને આ માટે કોઈ ભણતરની જરુરત નથી, પોતાની પાસે રહેલ આવડતથી કોઈપણ મહિલાં આગળ વધી શકે છે”

નામ : યોગિતા દત્તાની

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment