શૌચાલયમાં મળ્યો વૃદ્ધાનો મૃતદેહ, જાણો તેની પાછળનું કારણ….

6

રવિવારે રાતે પ્રેમનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ખાતીબાબામાં રહેનારી રતન કુમારી (૭૦) નો મૃતદેહ શૌચાલયમાં મળ્યો. બીમારીના કારણે પડી જવાથી મૃત્યુ થવાનું અનુમાન લગાડવામાં આવે છે. વાસ આવ્યા પછી પાડોશીની ફરિયાદ મુજબ પોલીસે  ઘટનાસ્થળ પરથી મૃતદેહ પ્રાપ્ત કર્યો. ચાર દિવસ વીતી જવાના કારણે મૃતદેહ કાળો પડી ગયો હતો.

પ્રેમનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ખાતીબાબાના રહેવાસી સ્વ. હરિશંકરની પત્ની રતન કુમારી પોતાના ભત્રીજા અને વહુ સાથે રહેતી હતી. તેમનું પિયર સીપરી બાજારના કરારીમાં હતું. પંદર દિવસ પહેલા એક સબંધીની તબિયત બગડવાના કારણે ભત્રીજો અને તેની વહુ કરારી ગયા હતા. રવિવારે ઘરમાંથી વાસ આવવાના કારણે પાડોશીઓને શંકા ગઈ. જાણ થતા પ્રેમનગર પોલીસ ઘટનાસ્થળ પર પહોચી. પાડોશીની મદદથી પોલીસ ઘરમાં ઉતરી. શૌચાલયમાં મૃતદેહ પડ્યો હતો. પોલીસે સબંધીઓને જાણ કરીને મૃતદેહને કસ્ટડીમાં લઈને પોસ્ટમાર્ટમ માટે મોકલ્યું. થોડાક વર્ષોથી ભત્રીજો અને તેની વહુ સાથે આવીને રહેતા હતા. તેજ વૃદ્ધાનું ભરણપોષણ કરતા હતા.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment