સોસીયલ મીડિયા તમારા સબંધને ખરાબ કરી શકે છે, જાણો કઈ રીતે…

8

હાલના સમયમાં દરેક સોસીયલ મીડિયાનો ઉપયોગ કરે છે. સોસીયલ મીડિયાને લઈને હાલતા વિવાદો છેડાયેલા રહે છે કે આ અમારા માટે ઉપયોગી પણ છે અને નુકસાનકર્તા પણ છે. આ વિવાદ પૂરો નથી થવાનો પરંતુ તેનો પ્રભાવ આપના જીવનમાં પડશે. સોસીયલ મીડિયાનો પ્રભાવ હકારાત્મક હોવાની સાથે નકારાત્મક પણ હોય શકે છે. તે એ વાત પર નિર્ભર કરે છે કે તમે તેને કઈ રીતે જોવો છો. સબંધ પર સોસીયલ મીડિયાનો પ્રભાવ ના ની બરાબર છે. સોસીયલ મીડિયા એટલું તાકાતવાળું અસ્ત્ર બની ગયું છે. સોસીયલ મીડિયાની દુનિયામાંથી બારે નીકળવું અઘરું છે. બધાજ સબંધ નકારાત્મક પ્રભાવનો સામનો નથી કરતા; અમુક તેનાથી શીખે છે અને તેને વધુ હકારાત્મક રીતથી જોવે છે.

રીયલ લાઈફ V / S રીલ લાઈફ.

સોસીયલ મીડિયા પર, આપણે હજાર લોકોને ફોલો કરીએ છીએ અને જોવી છી કે તેમના જીવનમાં શું થાય છે. અમુક દંપતી સોસીયલ મીડિયા પર અન્ય દંપતીના ફોટા અને જીવનશૈલીને જોવે છે અને તેમની તુલના કરે છે. તેમને ખબર નથી પડતી કે બહારી રૂપથી બધું સારું લાગે છે. બધાની પોતાની સ્ટોરી છે જેને પ્રદર્શિત કરવામાં નથી આવી. આ પ્રકારની તુલના કરવાથી અપેક્ષા વધે છે. વિરોધ ત્યારે થાય છે જયારે તમારો સાથી તમારા પાસેથી આ અપેક્ષા કરી શકે છે કે તમે પણ તેની જેમ જ વર્તન કરો જેમ તે કરે છે જેને તે સોસીયલ મીડિયા ફોલો કરે છે. યાદ રાખો દરેક સબંધ પોતાની રીતે અલગ જ હોય છે.

ફોટાઓ ઓનલાઈન પોસ્ટ કરવા.

આજની દુનિયામાં લોકોનું માનવું છે કે જો તમે કોઈ એવા વ્યક્તિ સાથે ડેટિંગ કરી રહ્યા છો તો પોતાના પાર્ટનર સાથે ફોટો મુકવો જરૂરી છે. આખી દુનિયાએ એ જાણવું પડશે કે તમે અને તમારા સાથી એક સાથે ટાઈમ સ્પેન્ટ કરો છો. જો તમે પોતાના સાથી વિશે પોસ્ટ નથી કરતા, તો કદાચ તમારું બ્રેકઅપ થઇ ગયું છે. આ એક સ્ટીરીયોટાઈપ છે કે જો તમારા સબંધમાં ઓનલાઈનની હાજરી નથી, તો આ સંભવત હાજર નથી. બીજી બાજુ, સાર્વજનિક રૂપથી બ્રેકઅપઈં ઘોષણા થવી જોઈએ. જો તમે દિલ તૂટેલા ગ્રંથોને પોસ્ટ કરતા નથી, તો કદાચ તમે દુખી નથી. આપણે આ ભ્રમને દુર કરવો જોઈએ અને પોતાની ઈચ્છા પ્રમાણેનું જીવન વિતાવવું જોઈએ. પોતાના સોસીયલ મીડિયાનો ઉપયોગ એ રીતે કરો જે રીતે તમે ચાહો છો અને બીજા લોકો તેને કઈ રીતે ઈચ્છે છે તે રીતે ઉપયોગ ન કરો.

એડીકશન.

ક્યારેક ક્યારેક, તમે સોસીયલ મીડિયા પર એટલા મંત્રમુગ્ધ થઇ જાવ છો કે તમે ભૂલી જાવ છો કે તમારો સાથી તમારી સાથે છે. એકબીજા સાથે ક્વોલીટી ટાઇમ પસાર કરવાની જગ્યાએ, તમે બંને સતત, પોતાના ફોન પર લાગેલા રહો છો. તેનાથી બંધનનો અભાવ થાય છે. અમુક દંપતીઓ ડેટ પર જાય છે, પરંતુ સતત પોતાના ફોન પર લાગેલા રહે છે.

અસુરક્ષાનો ભાવ.

જયારે તમારો સાથી અન્ય લોકો સાથે તમારી ફોટો જોવે છે, તો તે ઈર્ષા કરી શકે છે અથવા અસુરક્ષિત થઇ શકે છે. ઉદાહરણ તરીકે, જો તમે ઘણીવાર પોતાના સાથીની સાથે ફોટો પોસ્ટ કરતા નથી, પરંતુ તમે અન્ય લોકો સાથે પોસ્ટ શેયર કરો છો. તેનાથી તમારો સાથી નારાજ અને ઈર્ષાળુ થઇ શકે છે. આ વિચિત્ર છે કે આ નાની એવી વસ્તુ તમારા સબંધને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment