હરસ (પાઈલ્સ)ના મસ્સાને મૂળમાંથી દૂર કરવાનો જાણો આ સીધો ને સરળ ઉપચાર…

249

હરસ (પાઈલ્સ) ને બવાસીર પણ કહેવાય છે. આ બીમારી એ ખતરનાક બીમારી છે. જે ના તો કોઈને કહી શકાય કે ના પછી, સહી શકાય. કારણ કે, આ બીમારી ગુદાના ભાગમાં થતી હોય છે. હરસ(પાઈલ્સ)ના બે સ્વરૂપે જોવા મળે છે. એક વાયુ સ્વરૂપે છે તો બીજું છે લોહીયાળ. આ બીમારીને સામાન્ય બીમારી તો ના જ કહી શકાય. કારણ કે, જો તમે આ બીમારીના ઈલાજ અર્થે કોઈપણ હોસ્પિટલ જાવ તો આનો ઈલાજ માત્ર ને માત્ર 50% જ થશે. સંપૂર્ણ નિદાન થવું અશક્ય છે. આ સમસ્યા મોટાભાગે પેટની રગબડ, અપચો, કબજિયાતને કારણે ઉદભવતી હોય છે. જેનું યોગ્ય સમયે નિદાન ન કરવામાં આવે તો તે ગંભીર સમસ્યા બની જતું હોય છે. જેથી આજે અને આયુંર્વેદના તેમજ ઘરેલું ઉપચાર ખાસ તમારા માટે હરસ-મસાની સમસ્યાને કાયમ માટે દૂર કરતાં રામબાણ દેશી ઈલાજ લઈને આવ્યા છીએ.

કયા કારણસર હરસ(પાઈલ્સ) થવાની સંભાવના રહે છે :

આ પ્રકાર ની તકલીફ કોઇ ને પણ અને ગમે તે ઉમરે થઇ શકે છે. પરંતુ આધેડ ઉમર માં અને ગર્ભાવસ્થા માં આધારે જોવા મળે છે.

જે લોકો ફાઇબર વાળો ખોરાક અને ઓછુ પીતા હોય ત્યારે પણ આ થવાની સંભાવના વધી જાય છે કારણ કે એના કારણે કબજીયાત થવાની શકયતા વધી જાય છે જે બે રીતે થઇ શકે છે. જેમ કે એના કારણે કુદરતી હાજતે વખતે જોર વધારે કરવુ પડે છે જેના નસો મા સોજો આવવાની શક્યતા વધી જાય છે. અને મળ પણ કઠણ હોય છે જેના કારણે તકલીફ વધે છે. આ સિવાય બેઠાડુ જીવનશૈલી, કુપોષણ અને કેફી પદાર્થનું અતિ સેવન આ બીમારી થવા પાછળના સંભવિત કારણો છે.

હરસ(પાઈલ્સ) લક્ષણો :

મળદ્વારની કિનારી ઉપર ખીલ જેવા કઠિન મસા કદમાં ક્યારેક નાના તેમજ મોટાં મસા ફોલ્લી સ્વરૂપે થાય છે. જેના કારણે, હાલતાં, ચાલતાં કે પછી બેસતી વખતે અસહ્ય પીડાદાયક દુખાવો થાય છે. એ ઉપરાંત મળોત્સર્જન વખતે ભયંકર પીડા સાથે લોહી પણ નીકળે છે. આ સિવાય પણ નીચેના લક્ષણો જોવા મળે છે.

૧) ગુદામાંથી કુદરતી હાજતે વખતે લોહી ( લાલ ) પડવુ.
૨) બળતરા અને દુખાવો થવો.
૩) મસા બહાર નીકળવા ના કારણે ત્યાં સોજા જેવુ લાગવું.
૪) ખંજવાળ આવવી.
૫) ગુદામાંથી ભીનાશ પડતુ ચીકણુ પ્રવાહી નીકંળવુ.

હરસ(પાઈલ્સ)નાં પ્રકારો

૧) લોહીયાળ સ્વરૂપે થતાં હરસ(પાઈલ્સ) :

લોહીવાળા હરસમાં કોઈ પ્રકારની તકલીફ થતી નથી માત્ર લોહી આવે છે. આ પ્રકારના મસા ગુદામાં જોવા મળે છે અને તે વધારે તકલીફ દાયક હોય છે. સામાન્ય રીતે આ મસા જ્યારે મળ ગુદામાંથી પસાર થતો હોય ત્યારે બહાર નીકળી જાય છે અને એની સાથે લોહી પણ નીકળે છે.

૨) વાયુ સ્વરૂપે થતાં હરસ(પાઈલ્સ) :

વાયુ સ્વરૂપે થતાં હરસથી પેટ ખરાબ રહે છે. કબજિયાત અને ગેસ જેવી તકલીફ રહ્યા કરતી હોય છે. જેના કારણે હરસ થવાની શક્યતા રહેતી હોય છે. તેમાં બળતરા, દુઃખાવો, ખંજવાળ, શરીરમાં બેચેની, કામમાં મન ન લાગવું વગેરે…., જેમાં ગુદામાર્ગ ની અંદર થતા આ મસા જોઇ કે અનુભવી શકાતા નથી પણ મળમા આવતા લોહી ના કારંણે આનુ નિદાન થઇ શકે છે. આ મસા ના કારણે દુખાવો પણ વધારે જોવા મળતો નથી.

ચાલો જાણીએ હરસ(પાઈલ્સ) જેવી બિમારીના ઘરગથ્થું ઉપચારને :છાશ : હરસ માટે છાશનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. તાજી-ઘાટી છાશમાં મીઠું કે સિંધાલૂણ નાખીને તે ખોરાકની સાથે લેવી જેનાથી વાયુ તથા મળની વ્યવસ્થિત ગતિ થાય છે અને બળ વર્ણ તથા અગ્નિ વધે છે.

લીમડો : લીમડાના ફળને સુકાવીને તેનુ ચૂરણ બનાવીને સવારે પાણી સાથે ખાવાથી પાઈલ્સનો રોગ ઠીક થઈ જાય છે.નાગકેસર : લોહી પડતું હોય તો તેને અટકાવવા નાગકેસરનું ચૂર્ણ હરડે તથા સાકર સાથે માખણમાં આપવાથી સારો ફાયદો થાય છે. પુષ્કળ પાણી પીવું અને પેટ સાફ આવે એ માટે રાત્રે ઇસબગુલ, ત્રિફલાચૂર્ણ અથવા હરડે કોઇ પણ એક લેવું.

તલ : તલ વાટી માખણમાં ખાવાથી હરસ મસા મટે છે.

સૂંઠ : સૂંઠનું ચૂર્ણ છાશમાં નાખીને પીવાથી હરસ મસા મટે છે.જીરૂ : જીરાને શેકીને તેમાં સરખે ભાગે કાળાં મરી તથા સિંધવ મેળવીને જમ્યા પછી લેવાથી હરસ મટે છે.

સૂરણ : સૂરણનું સેવન હરસ રોગને મટાડે છે. સૂરણ હરસને મટાડવાનો મોટો ગુણ ધરાવે છે. હરસના દર્દીએ એકલું સૂરણ ઘી અથવા તેલમાં પાણી વિના પકવી માત્ર સૂરણ ઉપર જ રહેવામાં આવે તેની સાથે દહીંની મોળી છાશનો ઉપયોગ કરી નવ દિવસ સુધી પાણી અને સૂરણ સિવાય બીજો કોઇ ખોરાક લેવામાં ન આવે તો ગમે તેવા હરસમાં પણ ફાયદો થાય છે.દૂધ – દીવેલ :ગરમ દૂધ સાથે 1-2 ચમચી દીવેલ પીવાથી હરસની પીડા મટે છે અને ગુદા પર થતા ચીરા પણ દૂર થાય છે.

કોકમ : કોકમની ચટણી દહીંની મલાઈ સાથે ખાવાથી હરસ મટે છે.
સવારે નરણે કોઠે એક મૂઠી જેટલા કાળા તલ થોડી સાકર સાથે ખૂબ ચાવીને ખાવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે.સૂકા હરસ થયા હોય તો છાશમાં ગોળ નાખીને અને લોહી પડતા મસા હોય તો છાશમાં ઇન્દ્રજવ નાખીને પીવાથી હરસ મસા મટે છે.

નવસેકા ( સહન થઇ શકે એટલા ગરમ પાણીમાં) પાણી મા બેસીને શેક કરવાથી દુખાવા માં રાહત મળે છે

હરસ(પાઈલ્સ)થી છુટકારો મેળવવા માટે પેટમાં ગેસ બનાવનારી તળેલી વસ્તુઓ, મરચા મસાલાઓનું સેવન ઓછુ કરવુ જોઈએ.

જો તમે હરસની પીડાથી પીડાતા હોય તો આજે જ ઉપર જણાવેલ નુસખાને અજમાવી તમે પીડામાંથી રાહત અનુભવી શકો છો. ઉપરાંત, જો લાંબા સમય સુધી આપેલ નુસખાને અજમાવશો તો કોઈપણ જાતના ઓપરેશન વગર સાવ મૂળમાંથી કાયમ માટે હરસને બાય બાય કહી શકો છો. હરસની બીમારી જો લાંબો સમય સુધી રહે તો એ સમય જતાં ભગંદર રોગમાં રૂપાંતરિત થાય છે. જેને ડોક્ટરની ભાષામાં ફીસ્ટુલા કહે છે. ફીસ્ટુલા આવી જાતનો હોય છે. જે સમય જતા કેન્સરનું સ્વરૂપ લઇ લે છે. જે જીવલેણ રોગ કહી શકાય છે.

માટે, “ચેતતા નર સદા સુખી” એ કહેવતને યાદ કરીને સમયસર આ રોગનો યોગ્ય ઈલાજ કરીએ.

લેખન સંકલન : દીપેન પટેલ

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment