સોના સાથે તુલના થાય છે આ લોહીની, છતાં પણ શુંકામ જોખમમાં છે આ લોકોનો જીવ

18

ગોલ્ડન બ્લડ, સાંભળીને જ કોઈ કિંમતી વસ્તુનો અનુભવ થાય છે. આ લોહીનું દુર્લભ ગ્રુપ છે જે દુનિયાના બહુ ઓછા લોકોનું હોય છે. ભલે તમે આ બ્લડ ગ્રુપવાળા લોકોને ખાસ સમજો પરંતુ હકીકત એ છે કે એમના માટે આ વાત ઘણી વખત જાનલેવા પણ બની જાય છે. જે બ્લડ ગ્રુપને ગોલ્ડ બ્લડ કહેવામાં આવે છે, એનું સાચું નામ આરએચ નલ છે. આરએચ નલ શું છે અને આ આટલું કિંમતી સમજવામાં આવે છે કે આની તુલના સોના સાથે થાય છે ? ખરેખર આ બ્લડ ગ્રુપવાળા લોકોને શું ખતરો હોય છે ? આ પ્રશ્નોના જવાબ જાણવા માટે આપણે પહેલા એ સમજવું પડશે કે બ્લડ ગ્રુપનું વર્ગીકરણ કેવી રીતે થાય છે.

આ રીતે નક્કી થાય છે બ્લડ ગ્રુપ

લોહી જે લાલ રક્ત કોશિકાઓથી બનેલ હોય છે, એના પર પ્રોટીનનું એક પડ હોય છે, જેને એન્ટીજન કહેવામાં આવે છે. બ્લડ ગ્રુપ Aમાં ખાલી એન્ટીજન A હોય છે, બ્લડ Bમાં ખાલી B, બ્લડ ABમાં બંને હોય છે અને ટાઇપ Oમાં બંને જ નથી હોતા. લાલ રક્ત કોશિકાઓમાં એક અલગ પ્રકારનું એન્ટીજન હોય છે. આને RhD કહેવાય છે. આ એન્ટીજન ૬૧ Rh ટાઈપના એન્ટીજનોનું સમૂહનો ભાગ હોય છે. જ્યારે લોહીમાં RhD હોય તો એને પોઝીટીવ કહેવામાં આવે છે અને જો ન હોય તો નેગેટીવ ટાઈપ કહેવામાં આવે છે. આ રીતે સામાન્ય બ્લડ ગ્રુપની ઓળખાણ કરીને એમનું વર્ગીકરણ આ રીતે કરવામાં આવે છે: A-, B+, B-, AB+, AB-, O+ અને O- છે.

જો કોઈને લોહી ચઢાવાની જરૂરિયાત પડે તો એનું બ્લડ ગ્રુપની જાણકારી હોવી જોઈએ. જો નેગેટીવ ગ્રુપવાળા વ્યક્તિને પોઝીટીવવાળો ડોનરનું લોહી ચઢાવામાં આવે તો આ એના માટે જાનલેવા થઇ શકે છે. આવું એટલા માટે કેમકે એમના શરીરના એન્ટીબોડીઝ આ લોહીને સ્વીકાર કરતાં નથી. આ જ કારણે O- બ્લડ ગ્રુપવાળાઓને યુનિવર્સલ ડોનર કહેવામાં આવે છે કેમકે આવા લોહીમાં એન્ટીજન પણ નથી હોતા અને ન તો RhD. એવામાં લોહી રીએક્ટ થયા વિના અન્ય ગ્રુપવાળાના લોહીમાં મિક્સ થઇ જાય છે.

ખતરનાક ‘ગોલ્ડન બ્લડ’

આ રીતે લોહીના જેટલા પણ કોમ્બીનેશન છે એમાં Rh null સૌથી અલગ છે. જો કોઈના રેડ બ્લડ સેલમાં Rh એન્ટીજન છે જ નહિ તો એમનું બ્લડ ટાઈપ Rh null હશે. બાયોમેડિકલ રીસર્ચ પોર્ટલ મોજેકમાં છપાયેલ લેખમાં પેની બેલીએ લખ્યું છે કે પહેલી વખત આ બ્લડ ટાઈપની ઓળખાણ ૧૯૬૧માં કરવામાં અવિ હતી. ઓસ્ટ્રેલિયાઈ મૂળ નિવાસી મહિલામાં આ મળ્યું હતું. એના પછી અત્યાર સુધીમાં આખી દુનિયામાં આ પ્રકારના ૪૩ મામલા જ સામે આવ્યા છે. નેશનલ યુનીવર્સિટી ઓફ કોલમ્બિયામાં હેમૈટોલોજીમાં વિશેષજ્ઞ નતાલિયા વિલારોયાએ બીબીસીને જણાવ્યું કે આ પ્રકારનું બ્લડ આનુવાંશિક રૂપે મળશે. એમણે કહ્યું, “બંને માતાપિતા આ પરિવર્તનના વાહક હોવા જોઈએ.”

Rh null બ્લડ ટાઈપ એક વરદાન પણ થઇ શકે છે અને અભિશાપ પણ. એક પ્રકારે તો આ યૂનિવર્સલ બ્લડ છે જે કોઈપણ Rh ટાઈપવાળા અથવા વગર Rh વાળા દુર્લભ બ્લડ ટાઇપવાળાને ચડાવી શકાય છે. પરંતુ ખુબજ ઓછા કેસમાં કરવામાં આવે છે કેમકે આ બ્લડ મેળવવું લગભગ અસંભવ છે. નેશનલ રેફરેન્સ લેબોરેટરીના નિર્દેશક ડોક્ટર થિયરી પેરર્ડના હવાલેથી મોઝેક પર લખવામાં આવ્યું છે, “ખુબજ દુર્લભ હોવાના કારણે જ આને ગોલ્ડન બ્લડ કહેવામાં આવે છે.” બેલી પ્રમાણે, આ પ્રકારના લોહી ખુબજ કિંમતી હોય છે. ભલે જ આ લોહીને બ્લડ બેન્કોમાં નામ અથવા સરનામાં વગર જ સ્ટોર કરવામાં આવે છે, પરંતુ એવા કેસ સામે આવ્યા છે કે જેમાં વૈજ્ઞાનિકોએ પોતાની શોધ માટે બ્લડ સેમ્પલ લેવાના હેતુથી રક્તદાન કરનારને શોધવાનો પ્રયાસ કર્યો છે.

મોંધુ પડે છે આ બ્લડ ગ્રુપ હોવું

ગોલ્ડન બ્લડ ગ્રુપ હોવું ઘણી વખત લોકોને મોંધુ પણ પડે છે. યૂએસ રેયર ડિજીજ ઇન્ફોર્મેશન સેન્ટર પ્રમાણે જે લોકોનું બ્લડ ગ્રુપ Rh null હોય છે, એમને થોડુક એનેમિયા હોય શકે છે. અને જો એમને લોહી ચડાવાની જરૂર હોય તો એમને ખાલી Rh null બ્લડ જ ચડાવી શકાય છે જેને શોધવું મુશ્કેલ હોય છે. ખાલી એટલા માટે જ નહિ કે આ બ્લડ ટાઈપવાળા લોકો ખુબજ ઓછા છે અને જો બીજા દેશમાં કોઈ ડોનર મળી જાય તો લોહીને લઇ આવવું મુશ્કેલ કામ બની જાય છે. Rh null ટાઈપવાળા લોકો બ્રાજીલ, કોલમ્બિયા, જાપાન, આયરલેન્ડ અને અમેરિકામાં રહે છે. આ લોકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે કે એ લોહી ડોનેટ કરતાં રહે જેથી એમને પણ ક્યારેય લોહીની જરૂર પડે તો ઉપયોગ કરી શકાય. પરંતુ જો કે આ બ્લડવાળા લોકો ખુબજ ઓછા છે, એટલા માટે આ લોકોનું લોહી બીજા જરૂરિયાતમંદોના કામમાં પણ આવે છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment