સોનાક્ષી સિંહા… “ડ્રીમ ગર્લ” – વાંચવાનું ચૂકશો નહી

42

સોનાક્ષી સિંહાની બોલીવુડમાં એન્ટ્રી વર્ષ 2010 માં “દબંગ “ ફિલ્મથી સલમાનખાન સાથે થઇ હતી. 2010 થી 2018 સુધીના આ આઠ વર્ષના સમય ગાળામાં સોનાક્ષીએ મનપસંદ ઉત્તમ હિટ ફિલ્મોમાં કામ કર્યું છે અને તેના થકી તેના ચાહકોના દિલમાં પણ તેણે ખાસ સ્થાન મેળવ્યું છે.

અત્યારે સોનાક્ષી સિંહા 31 વર્ષની ઉંમરની થઇ છે. પોતાની એક્ટિંગના પર્ફોમન્સથી અને પોતાની આગવી સ્ટાઈલથી તેના ફેન્સના દિલ જીતનાર એક્ટ્રેસ સોનાક્ષી એ છેલ્લી ફિલ્મ ડાયરેક્ટર મુદસ્સર અજીજની  “હેપ્પી ફિર ભાગ જાયેગી” કરી. આ ફિલ્મ “હેપ્પી ભાગ જાયેગી” ની સિકવલ છે, તે સિવાય તેની હિટ ફિલ્મો રાવડી રાઠોર, સન ઓફ સરદાર, દબંગ ૨, હોલીડે : એ સોલ્જર નેવર ડાઈ વગેરે ફિલ્મો છે.

તમને એક વાત જણાવી દઈએ કે સોનાક્ષી સિંહાનો જન્મ 2 જુન 1987ના રોજ મુંબઈ માં થયો હતો. સોનાક્ષી સિંહા બોલીવુડના મશહૂર અભિનેતા અને શોટ ગનથી ઓળખાતા શત્રુઘ્ન સિંહા અને પૂનમ સિંહાની દીકરી છે. પૂનમ સિંહા પણ લગ્ન પહેલા એર હોસ્ટેસ હતા.

ફેશનની પસંદગી કરવા વાળા લોકો માટે સોનાક્ષી ટોપ લીસ્ટમાં રહેલી છે. તેના કારણથી તે પોતાના લુક્સને – દેખાવને લીધે દર વખતે એક અલગ જ અંદાજમાં જોવા મળે છે. ભારતીય અંદાજથી લઈને વેસ્ટર્ન લુક સુધી સોનાક્ષી દરેક આઉટફીટમાં કમાલની લાગે છે. પરંતુ સોનાક્ષીની એક ખાસિયત એ છે કે તે હંમેશા કમ્ફર્ટેબલ પોઝીશનમાં જ જોવા મળે છે.

જી હાં, સોનાક્ષીના દરેક લુકની એક ખાસિયત છે કે ક્યારેય અનકમ્ફર્ટેબલ ના રહેવું. તેના માટે સ્ટાઈલની પહેલા આ ખાસ જરૂરી છે. જો તમને વિશ્વાસ ન હોય તો સોનાક્ષીના જુદા જુદા અંદાઝના લુકને જોઇને ખાતરી કરી લેજો. ટેલિવિઝનમાં પહેલી વાર તે ઇન્ડિયન આઇડોલ સેશન નંબર 10 માં દેખાઈ હતી. ઇન્ડીયન આઈડોલમાં પણ સોનાક્ષી કૈક અલગ અંદાઝમાં જોવા મળી હતી અને ત્યારે પણ તે પોતાના લુક સાથે બાળકો સાથેના વાણી અને વર્તનથી અત્યાર સુધીના બીજા અમુક જજીજ કરતા ખુબ જ વધારે લોકપ્રિય થઇ હતી તે તમને યાદ હશે જ.

જેને દુષણો ગણવામાં આવે છે તેનાથી સોનાક્ષી દુર રહે છે જેમકે તે દારૂ નથી પીતી, સિગરેટ નથી પીતી.

ફિલ્મો માં આવ્યા પહેલા તે ખુબજ જાડી હતી પણ તેણે પોતાના સારા દેખાવ માટે 30 કિલો વજન ઘટાડ્યું હતું. ફિલ્મોમાં આવ્યા પહેલા તે ફેશન ડીઝાઈનર હતી.

શોખ : ફોટોગ્રાફી, વાંચન, યોગ અને ડાન્સ  તેના મનગમતા શોખના વિષયો છે.

ફેવરેટ ફિલ્મ : દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, કંગ ફૂ પાંડા અને માડાગાસ્કર.

ફેવરેટ એક્ટર : હ્રીતિક રોશન અને રસેલ પીટર્સ.

ફેવરેટ એક્ટ્રેસ : શ્રીદેવી, રેખા અને રાની મુખર્જી .

ફેવરેટ ડિરેક્ટર : સંજય લીલા ભણસાલી.

ફરવાના ગમતા સ્થળો : પેરીસ અને લંડન.

તો આ છે મારી, તમારી અને આપણા સૌની માનીતી, “ડ્રીમ ગર્લ”

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ  & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment