“સોનાક્ષી સિન્હા” સાથે ઓનલાઈન સોપિંગ કંપની એમેઝોને કરી છેતરપીંડી

22

સોનાક્ષી સિન્હાએ એમેઝોન પરથી મંગાવ્યા હતા ૧૮૦૦૦ રૂપિયાના હેડફોન, પણ બોક્સ ખોલતા જ તેમાંથી નીકળી આ વસ્તુ અલગ જ વસ્તુ.

ઘણીવાર ન્યૂઝપેપરમાં સમાચાર વાંચ્યા હશે કે કોઇએ ઓનલાઇન મોબાઇલ મંગાવ્યો અને બોક્સમાંથી સાબુ નિકળ્યો. સામાન્ય નાગરિકો સાથે આવી ઘટના અવારનવાર બનતી હોય છે, પરંતુ હાલમાં એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા સાથે “ઓનલાઇન ફ્રોડ”નો કેસ સામે આવ્યો છે.

સોનાક્ષીએ ઓનલાઇન શોપિંગ સાઇટ એમેઝોન પરથી Bose કંપનીના ૧૮૦૦૦ રૂપિચાના હેડફોનનો ઓર્ડર કર્યો હતો. ડિલિવરી પછી જ્યારે તેણે બોક્સ ખોલ્યું તો તેમાંથી લોખંડનો ટુકડો નિકળ્યો. પોતાની સાથે થયેલા આ ફ્રોડનો ફોટો સોનાક્ષીએ ટ્વીટર પર પોસ્ટ કર્યો. તેણે ટ્વીટમાં લખ્યું કે, એમેઝોને મને છેતરી છે.

સોનાક્ષીએ ટ્વીટમાં લખ્યું કે, મને જે પેકેટ મળ્યું તે બહાર સીલ પેક હતું. બહારથી જોવામાં તે પેકેટ જેન્યુઇન જ લાગતું હતું પરંતુ ખોલ્યા પછી મને આંચકો લાગ્યો. એટલું જ નહીં જ્યારે મેં એમેઝોન કસ્ટમર કેરમાં તેની કમ્પ્લેઇન કરી ત્યારે મને કોઇ જ મદદ પણ ન મળી. એક્ટ્રેસના ટ્વીટ પછી અન્ય કેટલાંય લોકોએ પોતાની સાથે થયેલી છેતરપિંડીના કેસ શેર કર્યા.

સોનાક્ષીની ફરિયાદ પર એમેઝોને જવાબ આપ્યો કે, આ જરા પણ સ્વીકાર્ય નથી અને અમે આ અંગે માફી માંગીએ છીએ. અહીં અમારી સાથે તમામ માહિતી શેર કરો. અમે તમારો સામેથી સંપર્ક કરીશું.

સોનાક્ષી સાથે જે ઘટના બની તેના પર કેટલાંક લોકો એ કહ્યું કે, ઓનલાઇન શોપિંગ કરતી વખતે મોંઘી વસ્તુઓનો ઓર્ડર આપો ત્યારે વસ્તુની ડિલિવરી પછી શક્ય હોય તો ખાસ ડિલિવરી બોય સામે વીડિયો રેકોર્ડિંગ કરીને જ વસ્તુ ઓપન કરો, જેથી બોક્સમાંથી મોબાઇલની જગ્યાએ સાબુ કે અન્ય કોઇ વસ્તુ નિકળે તો આગળ ફરિયાદનું નિરાકરણ ઝડપથી આવી શકે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment