મેથીયો મસાલો / ખાટા અથાણાંનો મસાલો / કોરો સંભાર મસાલો, ઘરે અથાણા બનાવવા માટે ઉપયોગી મસાલો, નોંધી લે જો …..

276
Sour pickle masala

મેથીયો મસાલો / ખાટા અથાણાંનો મસાલો / કોરો સંભાર મસાલો

ઉનાળો આવતા જ આપણા ગુજરાતીઓ ને કેટલા કામ શરૂ થઈ જાય. પાપડ , વડી , મસાલા , અથાણાં વગેરે વગેરે… હું અથાણાં ની બહુ જ શોખીન છું , તમને પણ અથાણાં ભાવે ને ?? કોઈ પણ વાનગી હોય , સાથે અથાણું પીરસાય એટલે વાનગી ને જાણે ચાર ચાંદ લાગી જાય.

ખાટાં અથાણાં માં મૂળ સ્વાદ છે એના મસાલા નો .. તો ચાલો આજે બનાવીએ મેથીયો મસાલો . આ મસાલા ના ઘણા ઉપયોગ છે. આખા વર્ષ ના અથાણાં માં વાપરો કે તાજા અથાણાં માં કે ખાખરા સાથે ખાઓ… ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી..

સામગ્રી ::

  • 200 gm રાય ના કુરિયા,
  • 100 gm મેથી ના કુરિયા,
  • 1/2 વાડકો મીઠું,
  • 1 વાડકો કાશ્મીરી લાલ મરચું,
  • 1 મોટી ચમચી હિંગ,
  • 1 ચમચી હળદર,
  • 1/2 વાડકો તેલ.

રીત ::

સૌ પ્રથમ રાઈ અને મેથી બંને કુરિયા ને સાફ કરી લો. ઘણી વાર બજાર માંથી લેતા આ કુરિયા માં નાની નાની કાંકરી હોય છે. તો એક વાર સાફ જરૂર કરવા.

બંને કુરિયા ને મિક્સર માં લઇ Pulse રીત થી સહેજ વાટી લો . યાદ રહે ખાલી જરાક વટવાના છે , ભૂકો નથી કરવાનો. આમ કરવા નું કારણ મોઢા માં ચાવવા માં આ કુરિયા ના આવે અને મસાલો એકસરખો દળદાર બને..હવે એક બાઉલ કે થાળી માં આ બંને કુરિયા લો. બનાવાની શરૂઆત કરતા પહેલા બધી જ સામગ્રી તૈયાર કરી લો. એક નાની કડાય માં મીઠું સહેજ ગરમ કરી લેવું. આમ કરવાથી મીઠા માનો ભેજ નીકળી જશે અને મસાલો વધારે ટેસ્ટી બનશે…એક તપેલી માં તેલ ગરમ કરો.. તેલ એકદમ ગરમ થવું જોઈએ.. અહીં આપ તલ નું કે શીંગ નું કે રાઈ નું તેલ વાપરી શકો.

હવે આ ગરમ તેલ કુરિયા પર રેડો અને તરત એને ઢાંકી દો. આમ કરવા થી ગરમ તેલ ની ગરમાઈ થી કુરિયા થોડા શેકાશે..સહેજ ઠંડુ પડે એટલે એમાં મીઠું , હિંગ, હળદર અને મરચું ઉમેરો.. ખૂબ ગરમ તેલ માં મરચું ઉમેરશો તો મરચું બળી જવાનો ડર રહેશે. સરસ મિક્સ કરો.

એકદમ ઠરે એટલે બોટલ માં ભરો અનેં જરૂર મુજબ વાપરો. આ મસાલો વર્ષો સુધી ના બગડે..

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment