સ્પર્શવિદ્યા: દેશી ઉપચાર પધ્ધતિ આજે પણ એટલી જ અસરકારક છે

39

આધુનિક મેડીકલ સાયન્સની સાથે સાથે પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિ મારફત દર્દીને દર્દોમાં રાહત આપવાની પધ્ધતિનો વિશ્વના વિકસિત દેશોમાં ખુબજ મોટા પ્રમાણમાં પ્રચાર થઇ રહ્યો છે. પ્રકૃતિગત ઉપચાર પધ્ધતિમાંથી એક પદ્ધતિ એટલે સ્પર્શ ચિકિત્સા પધ્ધતિ (Touch Theraphy), અને બીજી આત્મ નિયંત્રણ ચિકિત્સા (Biofeedback) પધ્ધતિ વધુ પ્રચલિત છે. કોઈપણ વ્યક્તિના બે હાથના સ્પર્શ વડે હસ્તોપચાર મારફત અથવા સ્પર્શ વિના પણ દર્દ દુર કરવાની ક્ષમતા ભારતીય યોગ પ્રણાલીમાં રહેલી છે. પ્રાચીન સમયથી ભારતમાં ચાલી આવતી આ દેશી ઉપચારની વિદ્યાઓમાં ઝાડવા ફૂંકવા, ઊજણી નાખવી, તથા અંગછેદન (Acupunture) દ્વારા કોઇપણ વ્યક્તિના સામાન્ય દર્દોમાં આજે પણ રાહત આપવામાં આવે છે.

વર્ષ 1971માં ન્યુયોર્ક વિશ્વ વિદ્યાલયમાં નર્સિંગના મહિલા પ્રોફેસર ડૉ. ડોલોરસ ક્રીગરે પૂર્વના જુદા જુદા દેશોના ધર્મોનો અભ્યાસ કરીને જણાવ્યું કે, ખાસ કરીને હિંદુ ધર્મના યોગશાસ્ત્રોમાં જેને “પ્રાણ” કહેવામાં આવે છે તે મનુષ્યના લોહીની અત્યંત આવશ્યક એવી લાલ કોશિકાઓ (Haemoglobin), એટલે હિમોગ્લોબીન સાથે ઘણીજ સમાનતા ધરાવે છે. આ પ્રાણનું અસ્તિત્વ ઓક્સીજનના એક અણું જેટલું જ અંતર્ભુત છે.

ઓસ્કર એસ્ટેબની નામના સહયોગીની મદદથી ડૉ. ડોલોરસ ક્રીગરે એક ફાર્મમાં 10 બીમાર તથા 9 સ્વસ્થ લોકોને એકઠા કર્યા. 6 દિવસ સુધી દરેક બીમાર વ્યક્તિને ઓસ્કર એસ્ટેબેની દ્વારા દિવસમાં એક થી બે વાર નિયમિત રીતે સ્પર્સ ચિકિત્સાથી સારવાર આપવામાં આવતી હતી. આ બીમાર દર્દીઓને બીજી અન્ય દવાઓ આપવાની બંધ કરવામાં આવી હતી. સાજા અને બીમાર દરેકે દરેક 19 વ્યક્તિઓને એકજ પ્રકારનું જમવાનું અને તેમને એકજ પ્રકારની દિનચર્યા પર રાખવામાં આવ્યા હતા. પ્રયોગની શરૂઆતમાં અને અંતમાં તમામે તમામ 19 વ્યક્તિઓના હિમોગ્લોબીનનું સ્તર લેવલ માપવામાં આવ્યું. પરિણામ સ્વરૂપે એ જાણવા મળ્યું કે પેલા 10 બીમાર વ્યક્તિઓના હિમોગ્લોબીનના સ્તર લેવલમાં સ્પર્શ ચિકિત્સા પછી નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો.

અમેરિકાની હોસ્પિટલોમાં નર્સો મારફત Therapeutic Touch (ચિકિત્સાકીય સ્પર્શ) ની પદ્ધતિનો ઉપયોગ હાલમાં ખુબજ વધી રહ્યો છે. American Journal of Nursing માં લખતા ડૉ. ડોલોરસ ક્રીગરે કહ્યું છે કે, “હવે મને વિશ્વાસ થઇ ગયો છે કે હાથના સ્પર્શથી રોગ મુક્ત કરવાની પ્રાકૃતિક શક્તિ દરેક માણસમાં રહેલી છે, પરંતુ આ પ્રક્રિયા માટે ચિકિત્સકમાં દર્દીને સહાયતા કરવાની ઈચ્છા શક્તિ તથા સ્વયં શારીરિક રીતે સ્વસ્થ હોવા જરૂરી છે.” ડૉ. ડોલોરસ ક્રીગરે પહેલા પોતાના પર પ્રયોગ કાર્ય પછી 32 નર્સો દ્વારા આ પ્રયોગ કર્યો. આ પ્રયોગમાં એવું નક્કી કરવામાં આવ્યું કે 16 નર્સ પોતાના દર્દીઓની દેખરેખ કે સંભાળ રાખવામાં સ્પર્શ ચિકિત્સાનો પ્રયોગ કરશે, અને 16 નર્સ પોતાના દર્દીઓની દેખરેખ કે સંભાળ રાખવામાં સ્પર્શ ચિકિત્સાનો પ્રયોગ નહિ કરે. આમ કર્યા પછી પરિણામ એ જોવા મળ્યું કે જે દર્દીઓની સંભાળ રાખવામાં સ્પર્શ ચિકિત્સાની પદ્ધતિનો પ્રયોગ કરવામાં આવ્યો હતો તે તમામ દર્દીઓના હિમોગ્લોબીનના સ્તરમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. જ્યારે  જે દર્દીઓની સંભાળ રાખવામાં સ્પર્શ ચિકિત્સાની પદ્ધતિનો પ્રયોગ કરવામાં આવ્યો નહોતો તે તમામ દર્દીઓના હિમોગ્લોબીનનું સ્તર સામાન્ય જ જોવામાં આવ્યું હતું.

The Psychic Discoveries Behind the Iron Curtain (1984) માં તેના લેખકો શૈલા ઓસ્ટ્રેન્ડર અને લીન શ્રોએડરે સોવિયેત રશિયાના 1970 જેટલા પરામનોવિજ્ઞાનના પરીક્ષણો ટાંકીને એ સાબિત કરવાનો પ્રયત્ન કર્યો છે કે બાળ લકવા, ચામડીના રોગો, જ્ઞાનતંતુની બીમારી, મનોદૈહિક પરિબળોથી થતો હૃદયનો દુ:ખાવો વગેરે અનેક બીમારીઓમાં દૈવી ચિકિત્સા કે હસ્ત સ્પર્શની સારવાર ખુબજ ઉપયોગી બની શકે છે. વ્યક્તિમાં દૈવી-ચૈતસિક ઊર્જા પ્રગટ કરી તેનો ઉપયોગ કરીને તેમને અસાધ્ય દર્દોમાથી મુક્તિ આપવામાં, રાહત આપવામાં સફળતા મળી હતી. ડૉ. બર્નોડ ગ્રાન્ડે આ પ્રયોગ ઉંદરો પર કર્યો હતો. આ પ્રયોગમાં ઉંદરોના એક જૂથને આયોડિનની ઊણપવાળો ખોરાક આપવામાં આવ્યો, જેથી તે જૂથના ઉંદરોમાં થાઇરોઇડ ગ્રંથીની વૃદ્ધિ જોવા મળી હતી. આ ઉંદરો પર વ્રણના ઉઝરડા પડેલા પણ જોવા મળ્યા હતા. ત્યારબાદ આ તમામ ઉંદરોને સ્પર્શ ચિકિત્સાનો પ્રયોગ એટલે કે હાથના સ્પર્શની સારવાર આપવામાં આવતા તેમની થાઇરોઇડની તકલીફ દુર થવાની સાથે સાથે શરીર પર પડેલા ઉઝરડાના ઘા પણ રૂઝાઈ ગયા હતા.

ભારતના યોગ વિજ્ઞાનમાં દર્શાવેલા માનવ દેહના સાત સાત ઉર્જા ક્ષેત્રોને પશ્ચિમી જગતના દેશો આજે સહર્ષ સ્વીકારે છે. જેને ઇથરિક બોડી, ઈમોશનલ બોડી, મેન્ટલ બોડી, એસ્ટ્રલ બોડી, ઇથરિક ટેમ્પલ બોડી, સેલેસિયલ બોડી અને કેથેરિક બોડી તરીકે ઓળખવામાં આવે છે. આ બધા ઊર્જા કેન્દ્રો સુક્ષ્મ શરીર સાથે જોડાયેલા હોય છે. ભારતીય યોગ પ્રણાલીમાં આત્મિક ઊર્જા શક્તિને પ્રવાહિત (Healing) કરી દર્દીને સારવાર આપતી પ્રક્રિયાનું અનેક જગ્યાએ વર્ણન કરવામાં આવેલું છે. જેમાં સારવાર આપનાર (Healer) પોતે જાતે આંતરિક રીતે પ્રબળ હોવો જરૂરી છે. આ માટે પ્રાણાયમ ઉપરાંત સ્વરજ્ઞાન અને નાડી શુધ્ધતા હોવી ખાસ જરૂરી માનવામાં આવે છે. નાકની બંને નાસિકાઓ, જેમાં જમણી નાસિકા એટલે કે સૂર્ય સ્વર જેને પિંગલાનાડી કહેવામાં આવે છે. અને ડાબી નાસિકા એટલે કે ચંદ્ર સ્વર જેને ઇંગલા નાડી કે ઇડાનાડી પણ કહેવામાં આવે છે. આ સાથે નાકના બંને નસકોરાથી ચાલતા શ્વાસ સુષુમ્ણા નાડી, આ ત્રણેય પરનું નિયંત્રણ ખાસ આંતરિક ક્ષમતા વધારનારું છે.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ  & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment