આ રીતે ઘરે બનાવો માત્ર 10 જ મિનિટમાં, સ્પીનિચ એન્ડ ઓનિયન ઉત્તપમ

18

હેલો ફ્રેંડ્સ!

બધા ને લગભગ ખબર જ હશે કે પાલક વિટામિન્સ અને મિનરલ્સ થી ભરપૂર છે, જેમ કે પોટેશિયમ , મેગનેશિયમ , વિટામિન બ૬ , બ૯ , વિટામિન સી , ફોલિક એસિડ , આયર્ન , કેલ્શ્યિમ. આટલી હેલ્થી વસ્તુ તો જેટલી ખવાય તેટલી સારું. પણ એક ને એક રીતે પાલક ખાવાનો કંટાળો પણ આવે અને એમાં પણ બાળકો ને તો ખાસ. તો આજે હું તમને જણાવીશ ટેસ્ટ અને હેલ્થ બંને માં બેસ્ટ એવી રેસીપી ” સ્પીનિચ એન્ડ ઓનિયન ઉત્તપમ”

સામગ્રી જોઈ લઈએ

૧ કપ – સૂજી,

૧ કપ – પાલક જીણી સમારેલી,

૧ ડુંગળી – જીણી સમારેલી,

૨ – લીલા મરચા,

૧/૨ ચમચી – મીઠું,

૧/૨ ચમચી ખાંડ,

૧/૨ લીંબુ નો રસ.

રીત :

સૂજી ને છાસ અથવા દહીં થી બનાવવાની ૨૦ મિનિટ પેલા પલાળી દો . જો પાણી થી પલાળો તો ૨ ચમચી લીંબુ નો રસ મિક્સ કરી ને પલાળવા દેવું.૨૦ મિનિટ પછી સૂજી માં સમારેલી પાલક ,મીઠું , ખાંડ અને લીંબુ નાખી બરાબર મિક્સ કરી લો. ખીરું ઉત્તપમ બને એટલું જાડું રાખવું વધારે પાતળું ન થઇ જાય તેનું ધ્યાન રાખવું.બધું બરાબર મિક્સ કરી લો. ગેસ પર નોન સ્ટિક લોઢી ગરમ કરવા મુકો , ગરમ થાય એટલે ગોળ શેપ માં ખીરું પાથરી લો. હવે ઉપર સમારેલી ડુંગળી અને લીલું મરચું પાથરી લો. કિનારી પર ૧ ચમચી જેટલું તેલ લગાવી , થોડી વાર ઉત્તપમ ચડવા દઈ ફેરવી લો. આ રીતે બંને બાજુ બરાબર શેકી લો.ગેસ મીડીયમ રાખવો નઈ તો ઉપર ની સાઈડ ઉત્તપમ બળી જશે અને અંદર કાચું રહી જશે. બસ તો તૈયાર છે તમારું ઉત્તપમ , કેચપ જોડે સર્વ કરો. છે ને બનાવામાં એકદમ સરળ! તો આજે જ બનાવો અને બાળકો ને પણ ખવડાવો આ રીતે પાલક ખાવાની તેમને પણ મજા પડશે. તેમને લંચ બોક્સ માં પેક કરી ને આપી શકો.કેવી લાગી રેસીપી તે જરૂર થી જણાવજો , ફરી મળીએ એક નવી જ રેસીપી સાથે.

નોંધ :

અહીં મેં બધી સામગ્રી ૧ કપ સૂજી પ્રમાણે લીધી છે. તમે જેટલું સૂજી લો તે પ્રમાણે લેવી , પણ પાલક જેટલી સૂજી લો તેટલી લેવી. પાલક ની સાથે ગાજર પણ ખમણી ને નાખી શકાય. મેં અહીં જીણી સૂજી આવે તે લીધી છે તેના થી ઉત્તપમ સોફ્ટ થશે.

રસોઈની રાણી : નિરાલી કોરાટ (અમદાવાદ)

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment