ઇન્ડીયન ક્રિકેટ ટીમનો બિન સતાવાર ૧૨મો ખેલાડી છે આ છોકરો…બહુ ઓછા લોકો ને છે ખ્યાલ….!!

94
story-of-dharmaveer-pal

આપણા દેશમાં ક્રિકેટ સૌથી લોકપ્રિય રમતોમાંથી એક છે. નાના બાળકોથી લઈને મોટા લોકોને ક્રિકેટ રમવાનો શોખ હોય છે સાથે ક્રિકેટ જોવાનો પણ. ક્રિકેટ મેચ હોય ત્યારે ક્રિકેટ પ્રેમીઓ ટીવીની સામે જ બેસી રહે છે. તેમના ફેરવિટ ક્રિક્રેટર જ્યારે ચોગ્ગા કે છગ્ગા મારે ત્યારે સોફા કે ખુરશી પરથી ઉભા થઈને તાલીઓ વગાડતા હોય છે. તમે પણ ભારતીય ક્રિકેટ ટીમના પ્રેમી હશો અને તમરો પણ ફેવરિટ ક્રિકેટર હશે જેને જોવા માટે તમે ટીવી સામે બેસી રહેતા હશો.

પરંતુ તમને જાણીને આંચકો લાગશે એક એવી વ્યક્તિ કે જે વિકલાંગ હોવા છતા ક્રિક્રેટ રમે છે. અને તેનું નામ છે ધરમવીર પાલ. તે બ્રાઉન્ડ્રીની બહાર ઘસડાઈને બોલને કેચ કરે છે જે જોઈને તમે પણ ચોંકી જાવ. વિકલાંગ હોવા છતાં તેને ક્રિક્રેટમાં એટલો બધો રસ હતો કે આજે તે ભારતીય ટીમનો 12મો ખેલાડી તરીકે ઓળખાય છે.

તમને જણાવી દઈએ કે, ધમવીર પાલ મૂળ મધ્ય પ્રદેશનો રહેવાસી છે. તેના બંને પગ પોલિયોગ્રસ્ત છે. પણ તેણે ક્રિકેટનો ગાંડો શોખ હોવાને કારણે આજે ભારતીય ક્રિકેટ ટીમમાં તેની અલગ જ ઓળખ ઉભી થઈ છે. તે જ્યારે 18 મહિનાનો હતો ત્યારે તેણે પોલિયો થઈ ગયો હતો જેના કારણે તે પગેથી ચાલી નથી શકતો.

પરંતુ ક્રિક્રેટનો શોખિન હોવાને કારણે તેને ક્યારે પોલિયોની બીમારી નડી નહીં. જો કે તમને જણાવી દઈએ કે તેના શરીરનો 80 ટકા ભાગ વિકલાંગ છે, પરંતુ મન હોય તો માળવે જવાય તે કહેવત તેને સાર્થક કરતા આજે ભારતીય ટીમમાં તેનું એક અલગ જ સ્થાન છે.

ક્રિકેટ રમવા માટે શરીર એકદમ ફીટ હોવું બહુ જરૂરી છે. જેના કારણે ધરમવીર માટે ક્રિક્રેટની રમતમાં આગળ વધવું બહું મુશ્કેલ હતું. પરંતુ તેણે નક્કી કરી લીધું હતું કે તે ક્રિકેટમાં ખેલાડી તરીકે સ્થાન પ્રાપ્ત કરશે. તેની પ્રબળ ઈચ્છા શક્તિના કારણે આજે તેને ક્રિકેટમાં સ્થાન મળ્યું છે. ધરવીરના સંઘર્ષની વાત કરીએ તો તે ગરીબ પરિવારમાંથી આવે છે. ગરીબીને કારણે તે પોતાના પરિવારનું ભરણ-પોષણ કરવા માટે દિલ્હી પૈસા કમાવા માટે ગયો હતો.

દિલ્હીમાં તેણે એક હોટલમાં બે મહિના સુધી કામ કર્યું. અચાનક એક દિવસ છાપું વાચતા તેને ખબર પડી હતી કે મોહાલીમાં ભારતની ક્રિકેટ મેચ રમાઈ રહી છે. જો કે તેણે તો એ પણ નહોતી ખબર કે માહોલી ક્યા આવ્યું છે તેમ છતા તેને લોકોને મોહાલી ક્યાં આવ્યું છે તેના વિશે પૂછ્યુ હતું. ત્યારે જઈને તેણે ખબર પડી કે મોહાલી ચંદિગઢ પાસે આવેલું છે. તે ક્રિકેટ મેચ જોવા મોહાલી તો પહોંચી ગયો હતો પણ ત્યાં તેણે સ્ટેડિયમમાં ક્રિકેટ જોવાની એન્ટ્રી ન મળતા તે નિરાશ થઈ ગયો હતો.

તેમજ ધરમવીર ભારતના વિકલાંગ ક્રિકેટરોની ટીમનો કેપ્ટન છે. તેમજ તે ચાલવા માટે પોતાના બે હાથનો ઉપયોગ કરે છે. આજે ધરમવીરની પ્રબળ ઈચ્છા શક્તિ અને દ્રઢમનોબળના કારણે તે કોઈ પણ કામ કરી શકે છે. આજે ધરમવીરને ભારતીય ક્રિકેટ ટીમમા દિગ્ગજ ખેલાડી સચીન તેડુંલકર, મહેન્દ્ર સિંહ ધોની, યુવરાજ સિંહ, વિરેન્દ્ર સહેવાગ જેવા ખેલાડીઓ ઓળખે છે.

તે ભારતીય ક્રિકેટરોની મદદ કરવા માટે હંમેશા સ્ટેડિયમમાં હાજર થઈ જાય છે. તેમજ યુવરાજ સિંહને જ્યારે કેન્સર થયું હતું ત્યારે તેણે ટ્રાઈસિકલ લઈને વૈષ્ણોદેવીના દર્શન કરવાની માનતા માની હતી. તેણે યુવરાજ સિંહ પ્રત્યે વિશેષ લગાવ છે. આ યાત્રાને પૂરી કરવા માટે 15 દિવસ જેટલો સમય લાગ્યો હતો.

આ રીતે થઈ ભારતિય ક્રિકેટ ટીમ સાથે ઓળખાણ :-

જ્યારે માહોલીમાં ઓસ્ટ્રેલિયાની સામે ભારતની મેચ હતી જેમાં ભારત જીતી ગયું હતું ત્યારે ધરમવીર મહેન્દ્ર સિંહ ધોનીને અભિનંદન આપવા માટે પોતાના બે હાથથી ચાલીને ધોનીના ડ્રેસિંગ રૂમ સુધી ગયો હતો. ત્યારે ત્યાં રહેલા હાજર લોકો આ જોઈને દંગ રહી ગયા હતા. ત્યારથી ભારતીય ક્રિકેટરો તેણે ઓળખતા થયા હતા.

તેમજ ધરમવીરને અમુક ખાસ પ્રકારના અધિકારો આપવામાં આવે છે. તેમજ તેને ક્રિકેટરો માટે બાઉન્ડરી લાઈન પર ફિલ્ડિંગ ભરવાની પરવાનગી પણ આપવામાં આવી છે. જો કે, ધરમવીર અત્યાર સુધીમાં 100 જેટલી મેચો સ્ટેડિયમમાં જોઈ છે.

તેમજ ભારતીય ટીમનાં દરેક ક્રિકેટર તેને આર્થિક મદદ કરે છે. તેમજ ક્રિકેટરો હોટલમાં રહેવાનો ખાવા-પીવાનો ખર્ચો પણ ઉઠાવે છે. તમને જાણીને નવાઈ લાગશે પણ ક્રિકેટર સચીન તેડુંલકર પાસેથી તેણે ક્યારે પણ કોઈ જાતની મદદ નથી માંગી કેમ કે, સચિન સામેથી જ ધરમવીરને પૂછ્યા વગર મદદ કરે છે.

લેખન – સંકલન : પ્રિયંકા પંચાલ

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom & fb.com/gujaratijokes

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment