પિયરનો પર્યાય એટલે – શું તમે પણ આવું માનો છો? વાંચો અને કોમેન્ટો…

74
story-of-pieear-no-parai-atle-shu

પિયરનો પર્યાય એટલે?

ગજુને ઢોંસા જમતા જમતા આજે ગલગલીયાં થતાં હતાં. કારણ,કાલે વહેલી સવારે તેની અર્ધાંગ્નિને પિયર મૂકવા માટે જવાનું હતું. (કોણ બોલ્યું કુરિયરની જેમ?) ભલ્લેને જાતે કપડાંની ધોણ ધોવી પડે.. ભલ્લેને સંજવારી કાઢવી પડે.. પરંતુ આવો અનમોલ અવસર વર્ષે માત્ર બે વાર જ આવે છે. ‘જિંદગીના મિલેંગી દુબારા ગણીને’ ગજુડો ઢોસાને સાંભાર વગર જ ખાવા માંડ્યો.. પત્ની પિયર જાય તો મોમાં પાણી તો આવે જ ને..! પછી સાંભારની શી જરૂર? ગજુને ઢોંસાની એક કોર દાજી ગયેલી જોઈને તેનો મિત્ર હરખઘેલો ‘દકુડો’ યાદ આવી ગયો. (‘દકુ’ ઉપનામ તેણી ધર્મ-પત્નીએ આપેલું. પત્નીઓ દ્વારા મળતાં ઉપનામ..! તોબા તોબા.)

વાત જાણે એમ બનેલી કે ‘દકુ’ એની ઘરવાળીને પિયર મૂકવા માટે ગયો. અને આવા ટાણે અંતરનો ઉભરો હેઠો બેસવાનું નામ નહોતો લેતો. સોડામા જેમ બુડબુડિયાં થયાં કરે તેમ દકુડાને થવા લાગ્યું. દકુડો એના અંતરનો ઉભરો હેઠો બેસાડવા ખૂબ મથ્યો.. પણ જેમ સ્પ્રિંગ છટકે તેમ દકુડાનીખુશીઓનીસુનામી આવી. અને દકુડાએ ટ્રેનના એન્જિનને એક ચુંબન કરી લીધું.. પછી ખબર પડી કે એન્જિન ગરમ છે. એટલે દકુડાના હોઠ બળી ગયા. અને ફૂલીને ઈડલી જેવાં થઇ ગયા.

ગજુને વિચાર આવ્યો કે જયારે હું મારી ચકુને સ્ટેશને મુકવા જાવ ત્યારે એન્જિન પર સ્નેહ વ્યક્ત નથી કરવાનો. નહીંતર દકુડાની જેમ હોઠનું બલિદાન આપવું પડશે. ચકુડી જાય ત્યારે હું બારીનો સળીયો સની દેવલની જેમ કચકચાવીને પકડીશ, મારા માથા પરના વાળ ખેચીશ. પણ એન્જિનને ચુંબન નહી કરું.!!


આમ તો ગજુનું નામ ગજેન્દ્ર હતું. લિવિંગ સર્ટીમાં પણ એ નામ જ છે. પરંતુ સગાઇ પછી નામ બેનામ બની જાય છે. તેવું જ અહીં ગજેન્દ્રનું પણ થયું. ચંદ્રકલાએ ગજેન્દ્રનું ‘ગજુ’ કરી નાખ્યું.. આમ પણ ગજુનું ચંદ્રકલા પાસે શું ગજુ? અને ગજેન્દ્રએ ચંદ્રકલાનું ‘ચકુ’ કરી દીધું. આવી પરંપરા યુગો યુગોથી ચાલી આવે છે.સગાઇ પછી પડેલા ટૂંકાક્ષરી નામ જાહેરમાં આવે પછી શરમ આવે છે. ચાર દીવાલો અંદર આવા સંક્ષેપીકરણ કરાયેલા નામની મજા કંઈ ઔર હોય છે..!!

ગજુના લગ્ન પોષ મહિનાની ઠંડીમાં થયેલાં, ત્યારે ચકુડી હેમાંળાના બરફ જેવી લાગતી. પણ હવે ચકુડી હવાઈ પ્રાંતના જવાળામુખી જેવી લાગવા માંડી છે. પરણ્યા ત્યારે ચકુડી પુષ્પક ફિલ્મની જેમ મૂંગી નાર હતી.. આતો ગજુ વારંવાર કહેવા લાગ્યો કે ચ…કુ… કંઇક બોલને. તું બોલે તો ફૂલડાં જરે છે. ચ..કુ..ડી..ઈ.. કૈંક બોલ ને..!!

બીજા જ દિવસે ચકુડી વહેલી સવારે બોલી.. કહોને કે તાડૂકી.. “હું કચરાં પોતા કરતી હોઉં ત્યારે હેઠાં બેસતાં હો..!!” (હેઠાં શબ્દ પર અધમણ ભાર હતો.) પેલો કહેવત વાળો બાવો યાદ આવી ગયો.. “જા બેટા દુષ્કાળ હોગા..” ગુજુને હવે પોતાના પર જ ગુસ્સો આવી રહ્યો હતો. કે મેં જ ચકુડીને ચડાવી કે કંઈક બોલ.. ફૂલડાં જરે છે. લ્યો, ત્યારે ચકુ એ બોલવાની બદલે બાફ્યું.. અને ફૂલડાં જરવાની બદલે ફૂલડાં ફેંક્યા..માર્યા.. ઉઠ પાણા પગ પર વાળી થઇ..આમ તો આ સમસ્યા દરેક ઘરની છે. ઘરવાળી પોતાં કરતી હોય ત્યારે જ પગના તળિયે ખજવાળ ઉપડે. “હું પોતા કરું ત્યારે જ તમને પગલાં પડવાનું મુરત(મુહૂર્ત) આવે છે?”“અરે ભાગ્યવાન !! યાદ આવે છે તને તારી પગલીઓ અમે શ્વેત વસ્ત્ર પર કેવી સજાવી હતી. તારા પગલા એ પગલાં.. અને અમારા પગલાં શું કંકુડા?” ગજુને આવું કહેવાનું મન થયું પણ માત્ર હોઠ ફફડ્યા અવાજ બહાર ન આવ્યો..

ગજુ જીભાજોડી કરીને બહાર આવ્યો તો એક ફોજદારે પી.એસ.આઈ ને ફોન જોડ્યો. “સર, તમે જલ્દીથી અહીં આવો. અહીં એક મહિલાએ તેનાં જ પતિને બંધુકથી ભડાકે દીધો છે. ખૂન થયું છે અહીં.”

“ખૂન? પણ શા માટે? પતિને એમ થોડો મારી નખાય?” સામે છેડે થી સાહેબે પૂછ્યું.
સાહેબને પણ આશ્ચર્ય થયું કે પત્નીએ પતિને મારવા માટે જીભ જ પર્યાપ્ત છે, બંધૂકની શી વિસાત ભલાં?

“સર, આ ભાઈ ઓફીસ જવા માટે ઉપડ્યા. તો હાથરૂમાલ ભૂલી ગયાનું યાદ આવ્યું. તે ઘરે રૂમાલ લેવા ગયા તો તેની પત્ની પોતું કરતી હતી. આ બબુચકને ફરી યાદ આવ્યું કે ગાડીની ચાવી ભૂલી ગયો. અને ઘરમાં પ્રવેશ્યો.. ધ..ડા..મ.. બંધૂકમાંથી ગોળી છૂટવાનો આવાજ આવ્યો. સર, બીજી ગોળી મારવાની પણ જરૂર ન પડી બોલો લ્યો. અહીં પડોશીમાં ચર્ચા થઇ રહી છે કે તેમની ઘરવાળીએ પોતું થતું હોય ત્યારે હજાર વખત પગલાઓ પાડવાની ના કહી છે. પણ અહીં ઘરનાનું કોણ માને? અને છેવટે પરલોક સીધાવવાનું પરિણામ ભોગવવું પડ્યું. સર, આ પડોશીની નજરે તો બેન બેકસુર છે.”

પી.એસ.આઈ: “હવે, તમે મારી રાહ જોયા વગર જ તેણીને ગિરફ્તાર કરી લો.”

“સર, પણ.. હજુ પોતું સુકાયું નથી.. અને પગલાં પાડવાની મારી હિંમત નથી..” ફોજદારની વાત સાંભળી સામે છેડેથી ફોન કટ કરી દીધો. આ જોતા ગજુને ફરીવખત ચકુ પર પ્રેમ ઉભરાયો. ચકુ આવી માથાભારે તો નથી.

બપોરે ચકુડીએ ફરી વખત ગજું પર પુષ્પવર્ષા કરી. “જમ્યા પછી તમારી થાળી ઉટકવા માટે ચોકડીમાં મુકજો.. અહીં કોઈ તમારા પૂજ્ય પિતાશ્રીના નોકર નથી..”

આટલી વાતો પર્યાપ્ત છે..”પત્ની પિયર જાય એટલે શું?” “સુખના ખોળે બેસવું..!!’

લેખક :નરેન્દ્ર જોષી.

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom & fb.com/gujaratijokes

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment