સાદગીથી ભરેલી આ મહિલા ભારતને આકાશી ઉડાન ભરવામાં શક્તિશાળી રોલ નિભાવે છે..

29

તાજેતરમાં જ મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ પોતાની એક ટ્વિટમાં લખ્યું કે, ‘’ટેસી થોમસ કોઈ બોલિવુડ એક્ટ્રેસથી પણ વધુ પ્રસિદ્ધિની યોગ્યતા રાખે છે. ટેસીના પોસ્ટર દરેક ભારતીય સ્કૂલમાં હોવા જોઈએ, જે રૂઢિવાદી ચલણને ખત્મ કરશે અને યુવતીઓને આગળ વધવાની પ્રેરણા આપશે.’’ સામાન્ય જેવી લાગતી આ મહિલા ભારતમાં મિસાઈલ વુમન તરીકે ખ્યાતિ ધરાવે છે. સાદગી તેની ઓળખ છે, પણ મિસાઈલ લોન્ચિંગમાં તેમનો દબદબો છે. ત્યારે તમને ટેસી થોમસ વિશે સો ટકા જાણવું ગમશે.

કોણ છે ટેસી થોમસ

મિસાઈલ વુમનના નામથી ફેમસ સાયન્ટીસ્ટ ટેસી થોમસ કોઈ મિસાઈલ પ્રોજેક્ટનું નેતૃત્વ કરનારી ભારતની પહેલી મહિલા છે. ટેસી થોમસ ભારતના રક્ષા અનુસંધાન તેમજ વિકાસ સંગઠન (ડીઆઈડીઓ)માં એડવાન્સ્ડ સિસ્ટમ લેબ (હૈદરાબાદ)ની ડાયરેક્ટર છે. તેમણે હૈદરાબામાં તાજેતરમાં જ આયોજિત ગ્લોબલ આંત્રપ્રિન્યોર સમિટમાં વક્તા તરીકે ભાગ લીધો હતો.

એપ્રિલ 1964માં કેરળના એક કેથલિક પરિવારમાં જન્મેલી ટેસી થોમસનો જન્મ પણ મિસાઈલ લોન્ચ સ્ટેશન પાસે થયો હતો. તેમણે કાલીકટ યુનિવર્સિટીથી ઈલેક્ટ્રિકલમાં બી.ટેક કર્યું. પૂણે યુનિવર્સિટીથી ગાઈડેડ મિસાઈલનો કોર્સ કર્યો. ઓપરેશન્સ મેનેજમેન્ટમાં એમબીએ અને મિસાઈલ ગાઈડન્સમાં પીએચડી કરી. આઈએએસની પરીક્ષા પણ આપી. તેમની ડીઆરડીઓ અને આઈએએસનો ઈન્ટરવ્યૂ એક જ દિવસે હતો. પરંતુ આઈએએસ બનાવા કરતા તેમણે ડીઆરડીઓને પસંદ કર્યું. તે ડીઆરડીઓમાં 1998માં સામેલ થયા. તેમણે લાંબા અંતર સુધી પરમાણુ સક્ષમ બેલેસ્ટિક મિસાઈલ અગ્નિને બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. તે દુનિયામાં રણનીતિક પરમાણુ બેલેસ્ટિક મિસાઈલો પર કામ કરી રહેલી મહિલાઓમાં એક છે.

મિસાઈલ મેનના સાનિધ્યમાં બની મિસાઈલ વુમન

ટેસી થોમસે પોતાનો પહેલો મિસાઈલ પ્રોજેક્ટ ડો.એપીજે અબ્દુલ કલામની અધ્યક્ષતામાં પૂરો કર્યો હતો. તેમની ઉપલબ્ધિમાં અગ્નિ-2, અગ્નિ-3 અને અગ્નિ-4ની મુખ્ય ટીમનો ભાગ બનવું અને સફળતાપૂર્વક તેનું લોન્ચિંગ કરવાનું હતું. તેમણે પૃથ્વી, આકાશ, અગ્નિ, નાગ, ધનુષ, ત્રિશૂલ અને બ્રહ્મોસ જેવી મિસાઈલના લોન્ચિંગ અને વિકાસ પર કામ કર્યું છે. મિસાઈલ પરિયોજનામાં તેમણે અગ્નિ મિસાઈલના લગભગ તમામ સંસ્કરણોના જન્મ આપવા માટે અગ્નિપુત્રી તેવું નામ આપવામાં આવ્યું છે. તેઓ 2008માં અગ્નિ પ્રણાલીની પરિયોજના ડાયરેક્ટર પણ બનીહ તી. તે સમયે તેમને અગ્નિ-2નું નેતૃત્વ કરવાની જવાબદારી પણ આપવામાં આવી હતી. 2009માં તેમને અગ્નિ-4ની પરિયોજનાના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા હતા.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર 

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment