સ્ત્રીઓ વાળા કામો ન કર એણે કાઈક એવું કર્યું લોકો કહે છે હવે આજ કર

126

ઉતરાખંડના નાના શહેર રૂડકીમાં હું પહેલો કે બીજો મર્દ હતો જેને કોઈ લેડીઝ પાર્લર ખોલ્યું હતું. મારી આ ચોઈસ ઉપર મારી ઓળખાણવાળા તો નાક અને ગળા સકોચી જ હતા, લેડીઝ કસ્ટમરમાં પણ સંકોચ હતો. પડોસી જેવી-તેવી વાતો કરતા હતા અને કહેતા કે લેડીઝ પાર્લર તો છોકરીઓનું કામ છે. છોકરીઓને મનાવવી, એમનો વિશ્વાસ જીતવો અને એમ કહેવું કે હું પણ કોઈ છોકરીથી સારો મેકઅપ કરી શકું છું ખુબ જ મુશ્કેલ હતું.

જો કોઈ છોકરી મારા પાર્લરમાં આવતી પણ હતી તો એમના પતિ, ભાઈ અથવા પિતા મને જોઈને રોકી લેતા હતા. એ કહેતા, અરે! આયા તો છોકરો કામ કરે છે. છોકરીઓ મારી પાસે થ્રેડીંગ પણ કરાવાની ના પાડી દેતી હતી. 8×10ના રૂમમાં લગભગ છોકરો એમની નજીક જઈને કામ કરે એ એમને અસહ્ય હતું. પ્રશ્ન મારી અંદર પણ હતો. શું છોકરીઓ મને એટલું કહી શકશે જેટલું એક પાર્લર વાળી છોકરીને પોતાની પસંદ-નાપસંદ કહી શકે છે.

ઘરના લોકોની ઈચ્છા

એવું નથી કે મને આ બધાનો અંદાજ ન હતો પરંતુ જયારે પોતાના મનના કામને બિઝનેસમાં બદલવાનો મોકો મળ્યો તું શું હું મુકતો? શરૂઆત હકીકતમાં ઘણા વર્ષો પહેલા મારી બહેનના લગ્ન દરમિયાન થઇ. એના હાથોમાં મહેંદી લગાવાઈ રહી હતી અને એ મહેંદી લગવાવાળો એક છોકરો જ હતો. બસ છોક રમતમાં એ સાંજે મારા દિલો દિમાગ પર મહેદીની એ ડીઝાઈન રચાઈ ગઈ. કોન બનાવતા શીખ્યો, કાગળ પર પોતાનો હાથ અજ્માવ્યો અને પછી હું પણ નાના બાળકોના હાથ પર મહેંદી લગાવવા માંડ્યો. થોડા દિવસ પછી આ બાબતે ઘરે ખબર પડી તો, ખુબ જ ખીજાયા. પપ્પાએ ચોખા શબ્દોમાં કહી દીધું કે હું આ છોકરીઓ જેવા કામ કેમ કરી રહ્યો છું. એમની ઇચ્છા હતી કે હું એમની જેમ ફોજમાં ચાલ્યો જાવ પરંતુ મને ફોજ અથવા કોઈપણ બીજી નોકરી કરવી પસંદ ન હતી.

પછી એકવાર હું એક લગ્નમાં ગયો અને ત્યાં લેડીઝના હાથોમાં મહેંદી લગાવી જે ખુબ જ પસંદ આવી. આના બદલામાં મને ૨૧ રૂપિયા મળ્યા. આ મારા જીવનની પહેલી કમાણી હતી. મારી માં અને ભાઈ-બહેન મારા શોખને ઓળખી ચુક્યા હતા પરંતુ પપ્પાને હજી આ પસંદ ન હતું. છેલ્લે હરિને હું હરિદ્વારમાં નોકરી કરવા લાગ્યો. સવારે નવથી પાંચવાળી નોકરી. બધા ખુશ હતા કારણ કે હું માર્દોવાળું કામ કરી રહ્યો હતો પરંતુ મહેંદી લગાવાનો શોખ મારા દિલમાં એક ખૂણામાં દબાઈને રહી ગયો હતો. રહી-રહીને એક હૂફ ઉઠતી કે આ નોકરીથી મને શું મળે છે. ન તો સારા પૈસા અને ન તો દિલને શાંતિ.

એક નવી શરૂઆત

આની વચ્ચે લાંબી બીમારી પછી પપ્પા ગુજરી ગયા, ઘરના ખર્ચાઓ સંભાળવાની જવાબદારી મારા ખમ્ભા પર આવી ગઈ હતી પરંતુ, આ જ જવાબદારીએ મારા માટે નવા રસ્તા ખુલી દીધા. હું જયારે રજાઓમાં ઘરે આવતો ત્યારે લગ્નોમાં મહેંદી લગાવવા ચાલ્યો જતો. આયા મારા મહિનાનો પગાર માત્ર ૧૫૦૦ રૂપિયા હતો, તેમજ લગ્નોમાં મહેંદી લગાવીને મને લગભગ ૫૦૦ રૂપિયા સુધી મળી જતા હતા. લગભગ કમાણીનો જ અસર હતો કે પરિવારના લોકોને મારી મહેંદી લાગવું સારું લાગવા લાગ્યું.

એ જ દરમિયાન મને ખબર પડી કે ઓફિસમાં મારો એક સાથી પોતાની પત્નીની મદદ કરે છે અને બંને સારા એવા પૈસા કમાઈ લે છે. મનમાં એક વાત કે, કેમ હું પણ મારું એક બ્યુટી પાર્લર ખોલું? પરંતુ આ ઉપાય જયારે મેં મારા પરિવારને કહ્યો તો એકા એકજ બધાની નજરોમાં ઘણા પ્રશ્નો ઉભા થયા. એ જ છોકરીઓનું કામ- છોકરાઓનું કામવાળા પ્રશ્ન પર ધ્યાન ન આપીએ તો રસ્તા મળી જ જાય છે.

વિશ્વાસ જીતવાની લડાઈ

મારા મામાની છોકરી બ્યુટી પાર્લરનું કામ શીખી રહી હતી. એણે એ જ બધું મને શીખવાનું ચાલુ કરી દીધું અને પછી અમે મળીને એક પાર્લર શરુ કર્યું. શરૂઆતી દિવસોની અડચણો પણ એની મદદથી દુર થયા. પાર્લરમાં હું ને મારા સિવાય મારી બહેનનું હોવું લેડીઝ કસ્ટમર્સનો વિશ્વાસ જીતવામાં મદદરૂપ રહ્યું. અમે આમારા રૂમમાં જ એક પડદાની દીવાલ કરી નાખી. મારી બહેન છોકરીઓની વૈક્સિંગ કરતી અને હું એમની થ્રેડીંગ અને મેકઅપ કરતો. ઉમર અને અનુભવ સાથે હું મારા કામની પસંદ વિશે વિશ્વાસ વધી ગયો હ્તો.

લગ્ન માટે છોકરી જોવા ગયો તો એણે પણ મને આ જ પ્રશ્ન કર્યો, “આ કામ શુંકામ પસંદ કર્યું?” મારો જવાબ હતો, “આ મારી પસંદ છે, મારી પોતાની ચોઈસ.” એના પછી આજ સુધી મારી પત્નીએ મારા કામ પર પ્રશ્ન નથી કર્યો. એમ પણ એ મારાથી ૧૦ વર્ષ નાની છે, વધારે પ્રશ્ન પૂછતી પણ કેમ. લગ્ન પછી પત્નીને બ્યુટી પાર્લર બતાવ્યું, પોતાના કસ્ટમર્સ અને સ્ટાફ સાથે પણ મુલાકાત કરાવી. હું ઈચ્છતો હતો કે એના મનમાં કોઈપણ પ્રકારની શંકા ન રહે. પાછલા ૧૩ વર્ષમાં 8×10નું એ નાનું પાર્લર, ત્રણ રૂમમાં ફેલાય ચુક્યું છે. હવે સગાવાલા પણ માન આપે છે અને મને ખરાબ કહેવાળા મર્દ પોતાના ઘરની સ્ત્રીઓને મારા પાર્લર સુધી ખુદ મુકીને જાય છે.

લેખન અને સંકલન : નયન પ્રજાપતિ  & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર

Leave a comment