જો તમારો ફોન કે ઇન્ટરનેટ બેંકિંગનો પાસવર્ડ આ સૂચિમાં છે ? જો હોય તો તેને ફટાફટ બદલી નાખો નહીં તો તમે પાછળથી પસ્તાશો.

6

એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આખા વિશ્વમાં લાખો લોકો તેમના અગત્યના અને અતિ સંવેદનશીલ ખાતાઓ માટે ખુબજ સરળતાથી યાદ રહી જાય તેવો પાસવર્ડ રાખતા હોય છે. બ્રિટનની નેશનલ સાઈબર સિક્યુરીટી સેન્ટર એટલે કે એનસીએસસીના ધ્યાન પર આવ્યું કે હેક કરવામાં આવેલ મોટા ભાગના ખાતાઓના પાસવર્ડ 123456 રાખવામાં આવેલ હતો. આ અભ્યાસમાં સાયબર જ્ઞાનની ઉણપને સામે લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે જેમાં જોખમ ઊભું થઈ શકે છે. સાઈબર સિક્યુરીટી સેન્ટરે કહ્યું કે સ્ટ્રોંગ એટલે કે મજબુત પાસવર્ડ બનાવવા માટે લોકોએ તેમને સરળતાથી યાદ રહી જાય તેવા ત્રણ થી ચાર જુદા જુદા અક્ષરો વાળા શબ્દોનો એક સાથે ઉપયોગ કરવો જોઈએ.

તેના પ્રથમ સાયબર મોજણીમાં, એનસીએસસીએ હેક થયેલા એકાઉન્ટ્સના ખાતાના પાસવર્ડનું વ્યાપક વિશ્લેષણ કર્યું હતું હતું કે ઉદાહરણ તરીકે, તેમાં કયા શબ્દો, મુહાવરાઓ અથવા અંક એટલે કે સંખ્યાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બાબતે જાણવા મળ્યું કે 123456 પાસવર્ડ ધારકની સંખ્યા સૌથી વધારે હતી. લગભગ 2 કરોડ 30 લાખથી પણ વધારે. ત્યારબાદ બીજા નંબરે આવતો સૌથી લોકપ્રિય પાસવર્ડ 123456789 હતો. તેને પણ સમજવો બહુ મુશ્કેલ નહોતો. બાકીના ટોપના પાંચમાં, ‘password’ qwerty’, અને ‘1111111’ પણ આવે છે.

સામાન્ય રીતે ખાસ કરીને એશ્લે, માઈકલ, ડેનિયલ, જેસિકા અને ચાર્લી જેવા નામ વધારે જોવા મળે છે. પ્રીમીયર લીગ ફૂટબોલ ટીમના નામ પર પાસવર્ડ રાખવાની જ્યાં સુધી વાત છે તો તેમાં લીવરપૂલનું નામ સૌથી ટોચ પર હતું. જયારે ચેલ્સી નામ બીજા નંબર પર હતું. સંગીતને સંબંધિત નામમાં પાસવર્ડમાં બ્લીંક-182 શબ્દ સૌથી ઉપર જોવા મળ્યો.

એનસીએસસીના ટેકનીકલ ડાયરેક્ટર ડૉ. ઇયાન લેવીના જણાવ્યા અનુસાર, જે લોકો સૌથી સામાન્ય અને સરળ પાસવર્ડ્સનો ઉપયોગ કરે છે તે પોતાને બીજા મારફત હેક કરવા માટે સૌથી સરળ શિકાર બનાવે છે. ડૉ. લેવી કહે છે કે, ક્યારેય પણ કોઈ વ્યક્તિએ પોતાના ડેટા સુરક્ષિત રાખવા માટે સામાન્ય અને સરળ પાસવર્ડ્સનો ઉપયોગ કરવો જોઈએ નહિ. પરંતુ ઉપર જણાવ્યા મુજબ સરળતાથી યાદ રહી જાય તેવા ત્રણ થી ચાર જુદા જુદા અક્ષરો વાળા શબ્દોનો એક સાથે ઉપયોગ કરીને પાસવર્ડ બનાવવો જોઈએ.

આ અભ્યાસમાં બ્રિટનની એનસીએસસીએ એટલે કે નેશનલ સાઈબર સિક્યુરીટી સેન્ટરે સુરક્ષાને ધ્યાને લઇ લોકોની સતર્કતા ઉપર પણ સવાલ કર્યા છે. એવું જાણવા મળ્યું છે કે 42 ટકા લોકોને તેમના પૈસાની ચોરી થવાનો ડર રહે છે જયારે 15 ટકા લોકોને એમ લાગે છે કે તેમના પાસવર્ડ દ્વારા તેના એકાઉન્ટની સલામતી સુરક્ષિત છે. વધુમાં એ પણ જાણવા મળ્યું કે, લગભગ અડધાથી વધારે લોકોએ તેમના મુખ્ય ઇ-મેઇલ એકાઉન્ટનો અનુમાન લગાવવા માટે મુશ્કેલ પાસવર્ડ પસંદ કર્યો હતો.હેક કરવામાં આવેલ ખાતાના ડેટાબેઝના સુરક્ષા નિષ્ણાત ટ્રોય હન્ટ, જે ડેટાબેઝની દેખરેખ પણ રાખે છે, તે કહે છે કે, “ઑનલાઇન સલામતીનો એકમાત્ર ઉપાય સારો અને અઘરો કે અટપટો પાસવર્ડ પસંદ કરવાનો છે.”

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment