સુંદરતા માટે હદ પાર કરી દીધી હતી અહિયાંની છોકરીઓ, પોતાના પગોને તોડીને આપતી હતી આવો આકાર…

19

કહેવામાં આવે છે કે ફેશન અને સુંદર દેખાવની અમુક રીત અજીબ અને ખતરનાક હોય છે. ફેશન માટે લોકો કઈ પણ કરવા તૈયાર હોય છે. જો કે, આપણે હજી ૧૦મી સદીની ફેશનની રીતો પર નજર નાખીએ, તો આ હકીકત છે કે એ સમયની છોકરીઓ ફેશનના ખતરનાક ટ્રેન્ડને અપનાવ્યો હતો. આ ખબરને વિસ્તારપૂર્વક વાંચ્યા પછી તમને વિશ્વાસ થઇ જશે કે એ સમયમાં છોકરીઓ આ ફેશનને લઈને પોતાના જીવ સાથે રમી જતી હતી.

ફૂટ બેન્ડિંગ ચીનમાં એક ફેશનની પ્રથા હતી જે ૧૦૦૦ વર્ષ પહેલા ચાલતી હતી. ૧૦થી ૨૦મી સદી સુધી આને ઈતિહાસની સૌથી ખતરનાક ફેશન પ્રવૃત્તિઓમાંથી એક માનવામાં આવે છે. સદીઓથી નાના, ઉપસેલા પગ ચીની સંસ્કૃતિમાં સુંદરતાનું પ્રતિક હતા અને પગ બંધનની વિચિત્ર પરંપરાને માં થી દીકરી, પેઢી દર પેઢીમાં અપનાવામાં આવ્યું હતું. જેનાથી ઘણી ચિકિત્સા સમસ્યાઓ ઉભી થઇ અને અમુક મામલામાં મહિલાઓનું મૃત્યુ પણ થયું.

માનવામાં આવે છે કે ફૂટ બાઈંન્ડીંગની પ્રથા સમ્રાટ લી યૂના શાસનકાળમાં ૯૭૦ દરમ્યાન શરૂ થઇ. કહેવા અનુસાર સમ્રાટની પસંદીદા પત્ની, યાઓ નિયાંગએ પોતાના પગોને ચંદ્રમા આકારમાં બાંધ્યા અને સમ્રાટ સામે કમળ પર પોતાના પગના અંગુઠાના બળ પર નૃત્ય કર્યું. અન્ય પત્નીઓ પણ સમ્રાટને પ્રભાવિત કરવા માંગતી હતી અને પછી બધાએ યાઓ નિયાંગની કોપી કરવાનું શરૂ કરી દીધું.

આ જડપથી જ ફેશન ટ્રેન્ડ બની ગયું અને દક્ષિણ ચીનમાં ઉચ્ચા દરજ્જાની છોકરીઓ દ્વારા આપવામાં આવ્યું અને ધીરે ધીરે આખા દેશમાં ફેલાઈ ગયું. જો કે શરૂઆતમાં આને ઉચી સામાજિક સ્થિતિ અને પૈસાનું પ્રતિક માનવામાં આવતું હતું અને પછી આ બધી છોકરીઓ માટે એક પ્રકારે અનિવાર્ય બની ગયું.

આ દર્દનાક પ્રક્રિયા સામાન્ય રીતે ચાર વર્ષની ઉંમરમાં શરૂ કરી દેવામાં આવતી હતી અને ફેશનને મેળવવા માટેનો એક જ રસ્તો હતો, પગના હાડકાઓ તોડીને એને આકાર આપવો. અલગ અલગ ક્ષેત્રોમાં પગોને આકાર આપવાની વિધિ અલગ હતી. શહેરની છોકરીઓ માટે આ બધું સામાન્ય હતું કેમકે ખેતી સમુદાયોની મહિલાઓ આ ફેશનને ઓછી અપનાવતી હતી કેમકે એમને ખેતરોમાં કામ કરવાની જરૂરિયાત હતી.

આ દર્દનાક પ્રક્રિયાના કારણે ઘણી જટિલતાઓ હતી જેનાથી સંક્રમણ, ગેંગરીન અને ઘણા કિસ્સાઓમાં આજીવન વિકલાંગતા પણ થઇ જતી હતી, જે આખરે મૃત્યુનું કારણ પણ બનતી હતી. જો કે ચીનમાં ફૂટ બાઈંન્ડીંગ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ૧૯૧૧માં ઘણી છોકરીઓ અને મહિલાઓએ છતાંપણ પોતાના પગો પર બાઈંન્ડીંગ કરાવી હતી. ૧૯૫૦ના દશકમાં એન્ટી ફૂટ બાઈંન્ડીંગ ઇન્સ્પેકટર ઘણી વખત લોકોના ઘરોમાં મહિલાઓના પગો પર જબરજસ્તી બાઈંન્ડીંગ હટાવા માટે આવતા હતા.

ઘણી મહિલાઓને પછી પરંપરા અપનાવાનો પછતાવો પણ થયો. ચીનની એક વૃદ્ધ મહિલા ઝોઉ ગુઈજેન, જે ચીનમાં ફેશનને અપનાવનારી છેલ્લી મહિલા હતી એને કહ્યું હતું કે, “હું નૃત્ય નથી કરી શકતી, સરખી રીતે ચાલી પણ શકતી નથી. મને આનો ખુબજ પછતાવો છે. પરંતુ એ સમયે, જો પગ ન તોડત, તો કોઈપણ મારી સાથે લગ્ન ન કરત.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment