સૂર્ય જેવું તેજસ્વિ જીવન જીવવું હોય તો કરો સૂર્યપૂજા, વાંચો અને શેર કરો

76

આપણે બધા એ સારી રીતે જાણીએ છીએ કે આપણી પૃથ્વી, પૃથ્વી પરના લોકો તેમજ પ્રાણીઓ, ચંદ્ર તેમજ આપણી આકાશગંગાના બધા જ ગ્રહો સૂર્ય પર આધાર રાખે છે. સૂર્યથી જ આપણું અસ્તિત્ત્વ છે. આપણા પુરાણોમાં સૂર્યદેવો પર ઘણીબધી કથાઓ પણ છે. સૂર્યદેવ કશ્યપ ઋષિના પુત્ર છે. તેમનો રંગ લાલ છે અને આંખો પીળી છે. સૂર્યનું આત્મબળ પર પ્રભુત્વ છે. તે હંમેશા આપણને નિરંતર પ્રવૃત્તિમય રહેવાની પ્રેરણા આપે છે.

આપણા જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે સૂર્ય દરેક રાશિમાં ભ્રમણ કરે છે. કોઈ એક રાશિમાં સૂર્ય આશરે 30 દિવસ ભ્રમણ કરે છે.

સૂર્ય ગ્રહ અને આપણી બાર રાશીઓના સંબંધની વાત કરીએ તો સિંહ તેમની સ્વરાશિ છે. જ્યારે મેષ તેમની ઉચ્ચ રાશિ છે, અને તુલા તેમની નીચ રાશિ છે. જન્મકુંડળીમાં જો સૂર્ય મેષ, સિંહ, ધનમાં હોય તો શુભ ફળ આપે છે. જ્યારે વૃષભ, તુલા, મિથુન, મકર, કુંભમાં હોય તો અશુભ ફળ આપે છે. સૂર્ય પ્રથમ નવમાં તેમજ દસમા સ્થાનનો કારક ગ્રહ છે. સુર્યનો પ્રભાવ વ્યક્તિના જીવનમાં સમ્માન, તેમજ કિર્તી વધારે છે. જન્મકુંડળીમાં સૂર્ય ત્રીજા, છઠ્ઠા, નવમા, દસમા તથા અગિયારમાં સ્થાનમાં વધારે સારું ફળ આપે છે.  આપણા શરીરમાં સૂર્ય આંખ, હાડકાં અને હૃદયનો કારક ગણાય છે.

ઉપર જણાવ્યું તેમ સૂર્યના શુભ-અશુભ ફળ હોય છે. જો તમને પણ સૂર્ય અશુભ ફળ આપતો હોય તો તમારે રવિવારે સૂર્યદેવનું વ્રત કરવું જોઈએ. આ વ્રતમાં જાતકે સૂર્યોદય પહેલાં ઉઠી, નાહી ધોઈને સૂર્યને જળ ચડાવવું જોઈએ નીચે જણાવેલા મંત્રોમાંથી કોઈ એકનો પુરા મનથી જાપ કરવો જોઈએ. આ દિવસે જાતકે મીઠા વગરનો ખોરાક લેવો જોઈએ. આ ઉપરાંત જાતકે રોજ કેસર ચંદનનું તિલક કરવું તેમજ સૂર્યદેવના પાઠ કરવા જોઈએ, તેમજ ગાયને ઘઉં તેમજ ગોળ ખવડાવવા જોઈએ.

સૂર્ય મંત્ર

ૐ નમઃ સૂર્યાય એક ચક્ર રથા રુઢાય, સત્પાંશુ વાહનાય ચક્ર હસ્તાય

અથવા

ૐ ક્રાં ક્રીં ક્રું ક્રેં ક્રાં ક્લેશ હસ્તાય આદિત્યાય નમઃ

અથવા

ૐ આદિત્યાય વદ્મહે માર્ત્તન્ડાય ધીમહિ, તન્નઃ સૂર્યઃ પ્રચોદયાત

અથવા

“ૐ આ કૃષ્ણેન રજસા વર્તમાનો નિવેશયત્રમૃતં મર્ત્ય ચ, હિરણ્યયેન સવિતા રજોના દેવો પાતિ ભુવનાનિ પશ્યન્”

લેખન સંકલન : દીપેન પટેલ

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment