સુંદરતા બની દુશ્મન, પોલીસ વિભાગે આપી નોકરી છોડવાની નોટીસ

25

દુનિયાની દરેક મહિલા ચાહે છે કે તે સુંદર દેખાય, પરંતુ જર્મનીની એક મહિલા પોલીસકર્મીની સુંદરતા જ એમની દુશ્મન બની ગઈ છે. હવે હાલત એવી થઇ ગઈ છે કે પોલીસ વિભાગે એને નોટીસ આપી દીધી છે અને કહ્યું છે કે કા તો ઈંસ્ટાગ્રામ છો કા તો નોકરી.

વાત એમ છે કે, ૩૪ વર્ષની એડ્રિયન કોલેસજર નામની મહિલા જર્મનીના પોલીસ વિભાગમાં કામ કરે છે. સાથે જ તેણી ઈંસ્ટાગ્રામ પર પણ એક્ટીવ રહે છે અને પોતાના ફોટાઓ અપલોડ કરતી રહે છે. એમના યુજર્સ પણ એમના ફોટાઓ ખુબજ પસંદ કરે છે અને આનું સૌથી મોટું કારણ છે એમની સુંદરતા.

આ એડ્રિયનની સુંદરતાનો જ પ્રભાવ છે કે ઈંસ્ટાગ્રામ પર એમના ૫ લાખથી પણ વધુ ફોલોવર્સ છે. આશ્ચર્યની વાત તો એ છે કે એડ્રિયનના ફોટાઓ જોઇને ત્યાં લોકો જાણી જોઇને કાયદાનું ઉલ્લંઘન કરવા લાગ્યા હતા, જેથી એ એમને ગિરફતાર કરે.

જો કે આ વર્ષે જુલાઈમાં પોલીસ વિભાગે આનાથી પરેશાન થઇને એડ્રિયનને ૬ મહિનાની અનપેડ લીવ (આ દરમ્યાન રજાના પૈસા નથી આપવામાં આવતા) ઉપર મોકલી દીધી હતી અને પછી નોકરી પર આવવા માટે એક શરત રાખી હતી. શરતમાં કહેવામાં આવ્યું કે તેણી ઈંસ્ટાગ્રામ છોડી દે અથવા નોકરી.

હાલમાં તો એડ્રિયનએ પોલીસ વિભાગની આ અનોખી શરત પર કોઈ નિર્ણય લીધો નથી પરંતુ જણાવામાં આવી રહ્યું છે કે જો તેણી ઈંસ્ટાગ્રામ છોડી દે છે તો આપેલ રજાઓ પછી નોકરી પર આવી શકે છે.

એડ્રિયન કહે છે કે મેં હજીસુધી એ નિર્ણય નથી લીધો કે હું શું કરીશ, પરંતુ સાચું કહું તો હું બંને કામ કરવા માગું છું. પોલીસની નોકરી પણ અને સોશિયલ મીડિયા પર ફોટાઓ પણ નાખીશ પરંતુ એ હું જાણું છું કે આપણને જિંદગીમાં હંમેશા એ નથી મળતું જે આપણે ઇચ્છીએ છીએ.

તમને જણાવી દઈએ કે એડ્રિયનને દુનિયાની સૌથી સુંદર પોલીસકર્મીનો ખિતાબ પણ મળી ચુક્યો છે. તેણી પોતાની ફિટનેસ પર ખુબ જ વધારે ધ્યાન આપે છે અને અવારનવાર ઈંસ્ટાગ્રામ પર ફોટાઓ અપલોડ કરતી હોય છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment