સુનીલ શેટ્ટીની વાર્ષિક આવક છે ૧૦૦ કરોડથી પણ વધારે… જીવે છે આવું જીવન

96

તમને લાગતું હશે કે સુનીલ શેટ્ટી પાસે હવે કાઈ કામ નથી કારણ કે ઘણા સમયથી તેમની કોઈ ફિલ્મ આવી નથી. અને સાથે તમને તે પણ લાગતું હશે કે બીજી બધી  ફિલ્મ સ્ટારની સરખામણીમાં સુનીલ શેટ્ટી ખુબ જ ઓછા પૈસા કમાતા હશે તો તમાર વિચાર ગલત છે. સુનીલ શેટ્ટી પાસે અત્યારે એટલી બધી અઢળક મિલ્કત છે કે તે ભારતના બીજા અંબાણી પણ કહી શકાય. તો ચાલો અમે તમને જણાવીએ કે ઘણા વર્ષોથી ફિલ્મો માંથી દુર રહીને સુનીલ શેટ્ટી પાસે આટલા પૈસા ક્યાથી આવે છે.

સુનીલ શેટ્ટી ઘણા સમયથી એક પણ ફિલ્મ નથી કરી

સુનીલ શેટ્ટીને ઇન્ડીયાના અર્નોલ્ડ સ્વાજ્વેગર કહેવામાં આવે છે. તેની દરેક એક્ટિંગ બાકીના બધા બોલિવુડના સ્ટાર્સ કરતા અલગ જ હોય છે. સુનીલ શેટ્ટીની ઘણી હીટ ફિલ્મો છે જેમ કે ધડકન, ટક્કર અને મોહરા જેવી સુપરહીટ ફિલ્મ રહી છે. અત્યાર સુધીમાં કુલ મિલાવીને સુનીલ શેટ્ટીએ ૧૧૦ કરતા પણ વધુ ફિલ્મોમાં કામ કર્યું છે અને પોતાની દમદાર એક્ટિંગથી લોકોનું મનોરંજન જીત્યું છે. સુનીલ શેટ્ટીની ઉંમર અત્યારે ૫૬ વર્ષ છે અને તેણે હિન્દી ફિલ્મો સિવાય અંગ્રેજી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

સુનીલ શેટ્ટીનો કારોબાર ખુબ જ મોટો છે

આ વાત ખુબ ઓછા લોકોને ખબર હશે કે સુનીલ શેટ્ટી ખાલી બોલિવુડના એક્ટર નહિ પણ તે સાથે સાથે એક સફળ બીઝનેસમૈન પણ છે. અને બીઝનેસ સિવાય તેણે ઘણા ખેલના માધ્યમ દ્વારા પણ પૈસા કમાયા છે.

સુનીલ શેટ્ટીએ ઘણા બધા સામાજિક કાર્યોમાં પોતાની હિસ્સેદારી આપી છે. આજે ભલે સુનીલ શેટ્ટી પાસે ફિલ્મમાં કામ નથી પણ તે દર વર્ષ ૧૦૦ કરોડ કરતા પણ વધુ રૂપિયાની કમાણી કરે છે. આના સિવાય સુનીલ શેટ્ટી રેસ્ટોરેંટની સાથે સાથે પોપકોર્નઇન્ટરટેનમેન્ટ નામનું એક પ્રોડક્શન હાઉસ પણ ચલાવે છે.

સુનીલ શેટ્ટી રમતગમતમાં પણ બઢાવો આપે છે

ફિલ્મોથી દુર થયા પછી સુનીલ શેટ્ટીએ ખેલ તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. તેણે બીજા ફિલ્મ સ્ટાર્સની જેમ સેલીબ્રીટી ક્રિકેટ લીગની ટીમ પણ ખરીદે છે. અને તે ટીમના ખુદ કપ્તાન છે. અને સાથે જ સુનીલ કપડાનું પણ બુટ્ટીક ચલાવે છે. આ જ સુનીલ શેટ્ટી છે જેમણે બોલીવુડમાં બીઝનેસ કલ્ચરને એક નવું રૂપ આપ્યું છે. અને સુનીલ શેટ્ટીને જોઇને અન્ય સ્ટાર્સે પણ બીઝનેસ કરવાનું વિચારે છે.

સુનીલ શેટ્ટીનાં પિતા એક સમયે ફ્લેટ્સની સાફ સફાઈ કરતા હતા

સુનીલ શેટ્ટીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેના પિતા એક સમયે હોટેલમાં ફ્લેટ્સની સાફ સફાઈ કરવાનું કામ કરતા હતા. અને સુનીલ શેટ્ટીએ જે હોટેલમાં તેમના પિતા કામ કરતા હતા તે હોટેલ તેમણે ૨૦૧૩ ની સાલમાં ખરીદી લીધી. અને તેના લોન્ચ સમયે તેમણે કહ્યું કે આ એજ હોટેલ છે જ્યાં મારા પિતા ‘વીરપ્પા શેટ્ટી’ એક સમયે કામ કરતા હતા.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment