“સુપ્રિમ કોર્ટ” – ‘પતિ-પત્ની ઔર વો’ નો સબંધ હવે અપરાધ નહિ

65
456068

કોર્ટે મહિલાઓની ઈચ્છા, અધિકાર અને સન્માન સર્વોપરી ગણાવ્યા: પતિ મહિલાનો માલિક નથી હોતો: તેમને સેક્સ્યુઅલ ચોઈસથી અટકાવી ન શકાય.

સુપ્રિમ કોર્ટે અડલ્ટરી એટલે કે લગ્નેતર સંબંધના અપરાધના દાયરામાંથી ભાર મુક્યો: કોર્ટે એડલ્ટરીને અપરાધ ગણાવતી કલમ ૪૯૭ ને ગેરબંધારણીય ગણાવી: વ્યભિચાર લગ્નેતર સંબંધ ગુનો નથી: કોર્ટે ૧૫૭ વર્ષ જુનો કાયદો રદ કર્યો.

સુપ્રિમ કોર્ટે ૪૯૭ પર દડાત્મક કાર્યવાહીની બંધારણીય આજે વ્યભિચાર એટલે કે એડલ્ટરી કલમ માન્યતાને પડકારનારી અરજીઓ પર ચુકાદો આપ્યો. કોર્ટે અડલ્ટરીને અપરાધ ગણવાનો ઇન્કાર કરી દીધો. મુખ્ય ન્યાયધીશ દિપક મિશ્રાની અધ્ય્ક્ષતાવાળી પાંચ જજોની બંધારણીય પેનલે આઈપીસીની કલમ ૪૯૭ની બંધારણીય માન્યતાને પડકારનારી અરજી પર ચુકાદો સંભળાવ્યો. આઈપીસીની કલમ ૪૯૭ને અપરાધના દાયરામાંથી બહાર કરવાનો આદેશ આપ્યો છે. ચીફ જસ્ટિસ અને જસ્ટિસ ખાનવિલકરે પોતાના ચુકાદામાં કહ્યું કે એડલ્ટરી તલાકનો આધાર હોઈ શકે છે પરંતુ તે અપરાધ નહિ ગણાય. પેનલના મોટા ભાગના જજોએ એડલ્ટરીને અપરાધ શ્રેણીમાં ન રાખવાનો મત રજુ કર્યો છે. બંધારણીય પેનલે કહ્યું ચીન, જાપાન અને બ્રાઝીલમાં વ્યભિચાર અપરાધ નથી. વ્યભિચાર અપરાધ નથી પરંતુ તલાક નો આધાર હોઈ શકે છે.

વ્યભિચાર પર ચુકાદો સંભળાવતા ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ કહ્યું કે બંધારણની સુંદરતા જ એ છે કે તેમાં હું, મારા અને તમે એમ બધા સામેલ છે. સુપ્રિમ કોર્ટે પોતાના ચુકાદામાં એમ પણ કહ્યું કે ચીફ એડલ્ટરી અપરાધ નથી પરંતુ જો પત્ની પોતાના લાઈફ પાર્ટનરના વ્યભિચારના કારણે આત્મહત્યા કરે તો પુરાવા રજુ થયા બાદ તેમાં આત્મહત્યા માટે ઉકસાવવાનો કેસ ચાલી શકે છે. તેમણે કહ્યું કે પતિ એ પત્નીનો માલિક નથી. મહિલાની ગરિમા સૌથી ઉપર છે. મહિલાના સન્માન વિરુદ્ધ આચરણ ખોટું છે. મહિલા અને પુરુષના અધિકાર સરખા છે. જયારે ત્રીજા જજ જસ્ટિસ રોહિન્ટન ફલી નરીમને પણ આ કાયદો ખોટો ગણાવ્યો હતો. આમ બહુમતીથી આ કલમ ૪૯૭ને રદ કરી નાખવામાં આવી છે.

૧૫૮ વર્ષ જૂની આઈપીસીની કલમ-૪૯૭ની જોગવાઈ અંતર્ગત કોઈ પરણિત પુરુષ કોઈ પરણિત મહિલાની સાથે પરસ્પરની સહમતિ બાદ શારીરિક સંબંધ બનાવે છે તો તે મહિલાના પતિ એડલ્ટરી (વ્યભિચાર)ના નામ પર તે પુરુષની વિરુદ્ધ કેસ નોંધાવી શકે છે. જો કે આવી વ્યક્તિ પોતાની પત્નીની વિરુદ્ધ કાર્યવાહી કરી શકતો નથી અને ન તો લગ્નેતર સંબંધમાં લિપ્ત પુરુષની પત્ની આ બીજી મહિલાની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી શકે છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પત્નીનો માલિક પતિ નથી અને વધુમાં ઉમેર્યું કે મહિલાના સન્માન વિરુદ્ધનું આચરણ અયોગ્ય ગણાય છે. તેમજ મહિલાનું સન્માન સર્વોપરી છે તેમજ મહિલા-પુરુષોને એકસમાન અધિકાર મળવા જોઈએ તેમજ મહિલાની ગરિમા સૌથી ઉપર છે.

જસ્ટિસ ચંદ્રચુડે તેના નિર્ણયમાં કહ્યું કે, વ્યભિચાર કાયદો મરજી મુજબ છે. તેઓએ કહ્યું કે, ઇ મહિલાની ગરીમાને કેસ પહોચાડે છે. વ્યભિચાર કાયદો મહિલાની સેક્સ્યુઅલ પસંદગીને રોકે છે અને તેથી તે ગેરકાયદેસર છે.

આ કલમની અંતર્ગત એ ઓઅન જોગવાઈ છે કે લગ્નેતર સંબંધમાં લિપ્ત પુરુષની વિરુદ્ધ માત્ર સાથી મહિલાનો પતિ જ ફરિયાદ નોંધાવી શકે છે. બીજા કોઈ સંબંધી કે નજીકનાની ફરિયાદ પર આવા પુરુષની વિરુદ્ધ કોઈ કાર્યવાહી સ્વીકારાશે નહી.

આ અગાઉ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસે જવાબ માંગ્યો હતો કે વ્યભિચાર સંબંધી કાયદાથી જનતાની શું ભલાઈ છે, કારણ કે તેમાં જોગવાઈ છે કે જો સ્ત્રીના લગ્નેતર સંબંધોથી તેનો પતિ સહમત હોય તો તે અપરાધ હશે નહિ.

કેન્દ્રએ બંધારણીય પેનલને કહ્યું હતું કે વ્યભિચાર એક અપરાધ છે, કારણ કે તેનાથી વિવાહ અને પરિવાર બરબાદ થાય છે. બંધારણીય પેનલના અન્ય સભ્યોમાં ન્યાયમૂર્તિ આર એફ નરીમન, ન્યાયમૂર્તિ એ એમ ખાનવિલકર, ન્યાયમૂર્તિ ધનંજય વાઈ ચદ્રચુડ અને ન્યાયમૂર્તિ ઇન્દુ મલ્હોત્રા સામેલ છે. વ્યભિચાર એટલે વિવાહિત મહિલાના પર પુરુષ સાથે સંબંધને લઈને ઇન્ડિયન પીનલ કોડ એટલે કે આઈપીસીની કલમ ૪૯૭ને પડકારનારી આ અરજી પર બંધારણીય પેનલ આગાઉ સુનવણી પૂરી કરીને ચુકાદો અનામત રાખ્યો હતો. આ કલમ હેઠળ જો કોઈ વિવાહિત મહિલાનો કોઈ પણ પુરુષ સાથે સંબંધ હોય અને અપરાધ સિદ્ધ થાય તો ફક્ત પુરુષને જ સજા મળે છે. અરજીમાં કહેવાયું છે કે મહિલાને છૂટ કેમ મળી રહી છે?

આઈપીસીની કલમ ૪૯૭ (એડલ્ટરી)ની જોગવાઈ હેઠળ પુરુષોને અપરાધી ગણવામાં આવે છે. જયારે મહિલાને વિકટીમ ગણાઇ છે. અરજીમાં કહેવાયું છે કે આઈપીસીની કલમ ૪૯૭ હેઠળ જે કાયદાકીય જોગવાઈ છે તે પુરુષો સાથે ભેદભાવ કરનારી છે. અરજીમાં કહેવાયું છે કે જો કોઈ પરણિત પુરુષ કોઈ પરણિત મહિલા સાથે તેની સહમતીથી સંબંધ બનાવે તો આવા સંબંધ બનાવનારા પુરુષ વિરુદ્ધ તે મહિલાનો પતિ એડલ્ટરીનો કેસ દાખલ કરી શકે છે. પરંતુ સંબંધ બનાવનારી મહિલા વિરુદ્ધ અને કેસ દાખલ કરવા અંગે કોઈ જોગવાઈ નથી જે ભેદભાવવાળું છે. આ જોગવાઈને ગેરબંધારણીય જાહેર કરવામાં આવે છે.

પત્ની લાઈફ પાર્ટનરના વ્યભિચારના કારણે આત્મહત્યા કરે છે, પુરાવા રજુ કરી શકાય તો પતિ સામે કેશ ચાલશે.

લેખન અને સંકલન : નયન પ્રજાપતિ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment