કુંડળીમાં સૂર્ય દોષ હોય તો રવિવારે કરો આ ખાસ પૂજા, સાવ સરળ છે…

28

સપ્તાહનો દરેક દિવસ કોઈને કોઈ દેવતાને સમર્પિત છે. તેમાં સૌથી પહેલો દિવસ એટલે કે રવિવાર સૂર્યદેવનો દિવસ ગણાય છે. આ દિવસે સૂર્ય પૂજા કરવામાં આવે છે. જો તમારી કુંડળીમાં સૂર્યદોષ હોય તો દર રવિવારે સૂર્ય નારાયણની પૂજા અચૂક કરવી. રવિવારની પૂજાથી સૂર્યદેવ ઝડપથી પ્રસન્ન થાય છે. શાસ્ત્રોમાં તો એમ પણ કહેવાયું છે કે નિયમિત સૂર્ય દેવને એક લોટો જળ ચઢાવવાથી સમસ્ત પ્રકારના શારીરિક રોગમાંથી મુક્તિ મળે છે. આ ઉપરાંત સૂર્યની ઉપાસના આયુષ્ય, રૂપ અને ઐશ્વર્ય પણ પ્રદાન કરે છે.

ભગવાન સૂર્યને ભાસ્કર અને આદિત્ય પણ કહેવામાં આવે છે. તેમનો વર્ણ લાલ છે અને તેમનું આસન કમળ છે. સૂર્યદેવ સાત ઘોડાવાળા રથમાં સવારી કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ જાતકની કુંડળીમાં સૂર્ય અશુભ સ્થિતીમાં હોય તો રવિવારે આ ઉપાયો તેણે કરવા જોઈએ. આમ કરવાથી સૂર્ય દોષમાંથી મુક્તિ મળે છે અને ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે છે.

રવિવારે સવારે સૂર્યોદય પહેલા પથારીનો ત્યાગ કરી દેવો અને સ્નાનાદિ કર્મ કરી લેવા. સફેદ વસ્ત્ર ધારણ કરવા અને ઉગતાં સૂર્યના દર્શન કરી તેમને ત્રાંબાના કળશમાં જળ ભરી અર્ધ્ય અર્પણ કરવો. જળ ચઢાવતી વખતે પાણીની ધારમાંથી સૂર્યદેવના દર્શન કરવા અને નીચે આપેલા મંત્રનો જાપ કરી પૂજા પૂર્ણ કરવી.

નનામિ દેવદેવશં ભૂતભાવનમવ્યયમ્

દિવીકરં રવિં ભાનું માર્તળ્ડ ભાસ્કરં ભગમ્

ઈન્દં વિષ્ણુ હરિં હંસમર્ક લોકગુરું વિભુમ્

ત્રિનેત્રં ર્ત્યક્ષરં ર્ત્યડંગ ત્રિમૂર્તિ ત્રિગતિ શુભમ્

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment