“સુતરફેણી” હવે ઘરે જ બનાવો અને ખુશ કરી દો બધાને…

178

“સુતરફેણી”

સામગ્રી :

૫૦૦ ગ્રામ રવો, ૫૦૦ ગ્રામ મેંદો, ૩ કિલોગ્રામ ખાંડ, મીઠું સ્વાદાનુસાર, ઘી જરૂર મુજબ, તેલ જરૂર મુજબ

બનાવવાની રીત :

સૌપ્રથમ રવા અને મેંદાને ભેગા કરીને તેમાં મીઠું નાખીને કઠણ કણક બાંધવી. કણકને ત્રણેક કલાક ઢાંકીને રહેવા દેવી. ત્યાર બાદ તેને ખૂબ જ ખાંડી લેવી. હવે હાથ પર ઘી લગાવીને તેને આંગળી જેટલી ઝાડી સોટી પર તેલ લગાવીને તેના પર વીંટો વીંટાળવા. સાથે-સાથે અમળાવીને આંટી લેવી. આવી રીતે પાંચ-સાત વખત અમળાવીને સાડા ત્રણ આંટી લેવી.

ત્યાર બાદ ધીમે રહીને તેમાંથી લાકડી કાઢી લેવી.આ આંટીને ઘીમાં તળવી. એક બાજુ થાય એટલે ઉથલાવીને બીજી બાજુ તળી લેવી. તૈયાર થાય એટલે ઠંડી થવા દેવી. ત્યા સુધીમાં ખાંડની ચાસણી બનાવી લેવી. આ ચાસણીમાં તણેલી આંટી નાખવી. ચાસણી પી જાય એટલે તેની પર કાજુ-બદામ કતરી નાખીને સર્વ કરો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment