લાંબુ જીવન જીવવા માંગો છો તો જરૂર કરો જીવનશૈલીમાં આવા બદલાવો

271

એક શોધનું માનીએ, તો સ્વસ્થ્ય જીવનશૈલી અપનાવીને સમય પહેલા મોતના જોખમને તો ઓછો કરી જ શકાય છે, પરંતુ સાથે જ આનાથી ઉમર પણ વધે છે. હારવર્ડ યુનીવર્સીટીની શોધ કહે છે સ્વસ્થ જીવનશૈલી અપનાવાવાળા લોકો વધારે ઉમર સુધી જીવે છે. શોધકર્તાઓનું કહેવું છે કે ખાવા-પીવાનો સંબંધ આપણી ઉમર સાથે જોડાયેલો છે. ખાવા-પીવાનું, રોજનું વ્યાયામ જેવી આદતો આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પણ અસર કરે છે.

શોધ પ્રમાણે, જે લોકો સ્વસ્થ્ય જીવનશૈલી અપનાવે છે, એવા ૮૨ ટકા લોકોમાં હર્દય સંબંધી રોગોનો જોખમ રહેતો નથી. સ્વસ્થ જીવનશૈલી અપનાવાવાળા ૬૫ ટકા લોકો કેન્સર જેવી ઘાતક રોગોથી સુરક્ષિત રહે છે.

શોધકર્તાઓએ શોધમાં એ જોયું કે સમય પર ભોજન કરવાથી, સંતુલિત ભોજન કરવાથી, નશીલા પદાર્થોનું સેવન ન કરવાથી અને દરરોજ વ્યાયામ કરવાવાળા લોકોમાં સમય પહેલા મુર્ત્યુંના ૭૪ ટકા ચાન્સ ઘટી જાય છે. આ શોધને સર્ક્યુલેશન જનરલમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે.

શોધ દરમિયાન શોધકર્તાઓએ લગભગ ૭૮,૮૬૫ સ્ત્રીઓના ૩૪ વર્ષના ડેટા અને પુરુષોના ૨૭ વર્ષોના ડેટાની તપાસ કરી છે. શોધકર્તાઓએ મેળવ્યું કે જે લોકો ધુમ્રપાન, આલ્કોહોલ અથવા અન્ય નશીલા પદાર્થથી દુર રહ્યા, વજનને સંતુલિત રાખ્યો, દરરોજ વ્યાયામ કર્યું, એ લોકો એવું ન કરવાવાળા લોકોની તુલનામાં ૧૨ વર્ષ વધારે જીવ્યા. તેમજ સ્ત્રીઓ ૧૪ વર્ષ વધારે ઉમર સુધી જીવી. આ અધ્યયનનો ઉદેશ્ય લોકોને સ્વસ્થ્ય જીવનશૈલી મહત્વ સમજાવાનો અને તેના પ્રત્યે જાગૃર્ત કરવાનો છે.

લેખન અને સંકલન : નયન પ્રજાપતિ  & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર

Leave a comment