તમને પણ તમારી ભૂલ ન માનવાની આદત નથી ને ?

17

ઘણીવાર લોકોથી ભૂલો તો થતી જ હોય છે. પણ પોતાની આ ભુલનો સ્વીકાર કરવાને બદલે તે ભૂલને સાચી સાબિત કરવાનો તે લોકો કેટલાય પ્રકારના લોજીક રજુ છે. જો તમારાથી ભૂલ થઇ છે તો આ ભૂલનો સ્વીકાર કરવામાં કે માની લેવામાં કોઈ બુરાઈ નથી, સિવાય કે ખોટા લોજીક આપવામાં શક્ય છે કે તમે આ સમયે તમારી ભૂલને સાચી સાબિત કરવાના લોજીક આપવામાં વધારે ને વધારે ગૂંચવાતા જાવ, ફસાતા જાવ, અને અંતે તમે જાતે જ ખોટા સાબિત થાવ. શક્ય છે તમારી આવી આદતમાં તમે બે ત્રણ વાર સાચા સાબિત થાવ પણ ખરા અને બચી પણ જાવ પણ દર વખતે નહિ, વારંવાર નહિ.

ઓફિસમાં કે અન્ય સ્થળે તમને પણ એવા કેટલાય લોકો મળી જતા હશે કે તે લોકો ભૂલ કરવા છતાં પોતાની ભૂલનો સ્વીકાર કરશે નહિ. કે ભૂલને માનવા તૈયાર થશે નહિ. તેને એ વાતની ખબર પણ હોય છે કે ભૂલ તેનાથી જ થઇ છે, પણ બીજાઓની સામે પોતાને ખોટા સાબિત ન કરવા માટે ખોટી વાતનું પોતાનું નાળું પકડી રાખે છે. જ્યારે બીજી બાજુ અમુક લોકો એવા પણ છે કે તે સાચી વાતને સમજવા માટે તૈયાર જ હોતા નથી. તેને ગમે તેટલું કહો, ગમે તેટલું સમજાવો પણ તે એમ જ કહેશે કે મારાથી ભૂલ થાય જ નહિ. મારી ભૂલ હોય જ ના શકે.

દલીલ ન કરો પણ તમારી ભૂલનો સ્વીકાર કરો

દલીલ કરવાનો તમારો સ્વભાવ ભવિષ્યમાં તમારી કેરિયર માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. જો તમે એક ભૂલ માંથી સાચો બોધ પાઠકે ગુરુજ્ઞાન નહિ શીખો તો બીજીવાર ફરીથી તેવી ભૂલ કરશો. એટલા માટે જો તમારાથી કોઈ ભૂલ થઇ હોય તો તે ભૂલનો સ્વીકાર કરી, તે ભૂલને સમજવાણી કોશિશ કરો અને ફરીથી ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખો.

જે થઇ ગયું તે થઇ ગયું, તેને ભૂલી જાઓ

જો તમારાથી કોઈ ભૂલ થઇ જ ગઈ છે તો વારંવાર તેનો વિચાર ન કરો. ખોટું બોલાઈ ગયું છે કે કહેવાય ગયું છે તો તેની ચિંતામાં બીજી ભૂલો ન કરો. એક વાતનું ખાસ ધ્યાન રાખો કે કામ કરે તેનાથી ભૂલો તો થવાની જ છે. અને ભૂલમાંથી કંઇક નવું શીખવાનું કે જાણવાનું પણ મળે છે. જેથી એક વારની ભૂલનો વારંવાર વિચાર કર્યા કરશો તો તેની ખરાબ અસર તમારા કામ પર થશે. જેથી હવે પછીનું કામ તમે પૂરા કોન્ફીડન્સથી નહિ કરી શકો. એટલા માટે જે થઇ ગયું તે થઇ ગયું, તમારી ભૂલનો સ્વીકાર કરી ફરીથી ભૂલ ન થાય તેનું ધ્યાન રાખી બીજા નવા કામ પર એકાગ્રતાથી ધ્યાન આપો પછી જુઓ તેનું પરિણામ.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ  & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment