તમારા બાળકોને દરરોજ જમવામાં આપો ઘી, બાળક રહેશે એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત…

23

દેશી ઘી બાળકોના સ્વાસ્થ્ય માટે ઘણું સારું માનવામાં આવે છે અને આનું મુખ્ય કારણ છે કે દેશી ઘી બાળકોના હાડકાઓને મજબૂત બનાવે છે. ઘી ફેટનો એક સ્વસ્થ સ્ત્રોત છે અને ઘણા વધરે પ્રમાણમાં ઉર્જા પણ આપે છે. જો કે બાળકોની પ્રારંભિક અવસ્થા દરમિયાન બાળકના વિકાસ અને વૃદ્ધિ માટે ખુબજ જરૂરી છે. દેશી ઘીના સેવનથી બાળકો ઉર્જાશીલ રહે છે અને બાળકોના વિકાસ માટે ઉર્જા જરૂરી પણ છે. દેશી ઘી સરળતાથી પચી જાય છે અને બાળકોના મગજના વિકાસમાં મદદ કરે છે.

બાળકોને ઘી આપતી દેતી વખતે એને વજન પ્રમાણે જ ઘીનું માત્રા નક્કી કરીને જ આપવું. જો બાળકનો વજન વધારે છે તો ઓછી માત્રામાં ઘી આપવું અને જો વજન ઓછો છે તો વધારે માત્રામાં આપવું. બાળકોના નાકમાં ઘી નાખવાથી એલર્જીથી છુટકારો મળે છે. દેશી ઘી માં હાઈ ન્યૂટ્રીશનલ વૈલ્યૂ છે. આને ખાવાથી બાળકોનો વજન પણ વધે છે અને તાકાત પણ મળે છે. આઠ મહિના પછી બાળકોને ઘી ખવડાવી શકાય છે. દળેલું, દાળ અથવા રોટલી પર પણ ઘી લગાડીને ખવડાવી શકો છો. બાળકોના પહેલા વર્ષમાં મગજના વિકાસ માટે ઘી ખુબ જ જરૂરી હોય છે. મગજનો ૬૦ ટકા હિસ્સો ફેટથી તૈયાર થાય છે અને એટલા માટે જ દેશી ઘી ખુબજ જરૂરી છે. ગાયનું દેશી ઘીથી બાળકોના શરીરની અંદર રોગ પ્રતિકારક ક્ષમતાનો વિકાસ થાય છે. એવામાં બાળકોને ઘી આપવું ખુબજ જરૂરી છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment