તમારા ઘરમાંથી ડેન્ગ્યું, ચીકનગુનિયા, મેલેરિયા જેવા મચ્છરોને ભગાડવા માટે આજે જ લઇ આવો આ ચીજ–વસ્તુઓ

141
Tamara gharmathi dengyu chikanguniya meleriya jeva

દરેકના ઘરમાં મચ્છરોનો ત્રાસ, ઉપદ્રવ હેરાનગતિ ચોક્કસ હશે જ કેમ ખરૂને ! મચ્છરોનો સૌથી વધુ ત્રાસ એટલે ઊંઘમાં ખલેલ પહોંચે તે. મચ્છરોનો ત્રાસ બારેય મહિના, ત્રણસો પાસઠ દિવસ ચાલુ જ હોય છે. તેમાં પણ ખાસ કરીને ચોમાસાની ઋતુમાં આ મચ્છરોનો ત્રાસ ખુબજ વધી જાય છે. જેથી ત્યારે બીમારીનું પ્રમાણ પણ પૂર જોશમાં વધેલું જોવા મળે છે. મચ્છરોનો ત્રાસ એટલે ફક્ત મચ્છર કરાડવો એવું નથી પણ ઉપર જણાવ્યું તેમ ચીકનગુનિયા, મેલેરિયા, ડેન્ગ્યું જેવા ગંભીર મચ્છર જન્ય રોગ અને બીમારી થવાનો પણ સંભવ રહે છે. મોટા ભાગે લોકો મચ્છરને ભગાડવા માટે અને તેના આતંકથી બચવા માટે મોસ્કિટો રીપ્લીયન્ટ ક્રીમનો ઉપયોગ કરે છે. પણ ઘણીવાર આનો ઉપયોગ કરવાથી લોકોને સ્કીનને લગતી ઘણી મુશ્કેલીઓ ઉભી થાય છે. તો ચાલો તમને બતાવીએ મચ્છરને ભગાવવાના ઘરેલું નુસખા.

૧.) મેથીના પાન :

ડેન્ગ્યુંના તાવમાં મેથીના પાનને ઉકાળીને તેની ચા બનાવીને પીવાથી તમારા શરીરમાંથી ડેન્ગ્યુંના ઝેરી વાયરસ બહાર નીકળી જાય છે.

૨.) પપૈયાના પાન :

પપૈયાના પાન પણ ખુબજ ગુણકારી છે. પપૈયાના પાનમાં રહેલ પપેન તમારા શરીરની પાચન શક્તિને વ્યવસ્થિત રાખે છે. તેનો જ્યુસ બનાવીને પીવાથી પ્લેટલેસ ઝડપથી વધે છે.

૩.) કાળા મરી :

તુલસીના પાનની સાથે કાળા મરીને પાણીમાં ઉકાળીને તે પાણીને પી જવું. તેમ કરવાથી તમારા શરીરની ઈમ્યુન સીસ્ટમ મજબુત થાય છે. તે ઉપરાંત તે એક એન્ટી બેક્ટેરીયલની માફક કામ કરે છે.

૪.) કોળું, એટલે કે કોળાંનો રસ :

કોળાના અર્ધા ગ્લાસ જ્યુસમાં એક થી બે ચમચી મધ મેળવીને દિવસમાં બે વાર લેવાથી લોહીમાં પ્લેટલેટ્સ વધે છે અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

૫.) બીટ અને ગાજર :

બીટના રસમાં ખુબજ માત્રામાં એન્ટી-ઓક્સીડેંટસ હોય છે જે તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. જો બે કે ત્રણ ચમચી બીટના રસને એક ગ્લાસ ગાજરના રસમાં મેળવીને પીવાથી લોહીમાં પ્લેટલેટ્સ ખુબજ જડપથી વધે છે.

૬.) નારિયેળનું પાણી :

ડેન્ગ્યુંમાં તાવ આવે ત્યારે તેમાંથી રાહત મેળવવા માટે નાળીયેરની પાણી ખુબજ પીવું જોઈએ. નાળીયેર પાણીમાં રહેલ મિનરલ્સ અને ઇલેક્ટ્રોલાઈટ્સ જેવા જરૂરી પોષક તત્વો તમારા શરીરની શારીરિક શક્તિને મજબુત બનાવવામાં અને જાળવી રાખવામાં મદદ કરે છે.

૭.) તુલસીના પાન :

તુલસીના પાનને ગરમ પાણીમાં ઉકાળીને તે પાણીને પીવું. આમ કરવાથી તમારા શરીરની રોગ –પ્રતિકારક શક્તિમાં ખુબજ વધારો થાય છે. આવી રીતે દિવસમાં ચાર થી પાંચ વાર પાણી પી શકો છો.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ  & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment