તમારા રસોડામાં રહેલ આ ચીજોથી કરો ઘરગથ્થું ઉપચાર

18

જો તમને આવી બધી ચીજોના ગુણ તથા ઉપયોગ વિશે સાચી જાણકારી હોય તો તમે કેટલીય બીમારીઓનો જાતે જ ઘરમાં ઉપચાર કરી શકો છો. તે સાથે તમારું અને તમારા ઘર પરિવારના સભ્યોનું આરોગ્ય પણ સારું રાખી શકો છો.

૧.) કરીના પાન

કરીના ઝાડના પાંદડા આયરન, કેલ્શિયમ, ફોસ્ફરસ, ફાઈબર, પ્રોટીન્સ અને કાર્બોહાઈડ્રેટથી ભરપૂર, પાચન ક્રિયામાં સહાયક હોવાની સાથે કોલેસ્ટ્રોલના લેવલને પણ કંટ્રોલમાં રાખે છે. આ ઉપરાંત કરીના ઝાડના પાંદડાનો રસ કાઢીને બળતરા થતી હોય તે જગ્યા પર લગાવવાથી ઠંડક થાય છે અને લાભ પણ થાય છે.

૨.) લીંબુના ઝાડના પાન

લીંબુના ઝાડના પાનને ઉકળતા પાણીમાં ઉકાળીને તે પાણીને માફસર ગરમ પીવાથી માઈગ્રેન અને શરદી ઉધરસમાં આરામ મળે છે. લીંબુના ઝાડના પાનને ચા બનાવતી વખતે ચા માં પણ ઉકાળીને તે ચા ને પી શકાય છે.

૩.) ટમેટા

ટમેટામાં રહેલ લાઈકોપેન કેન્સરના દર્દીઓ માટે ખાસ લાભદાયક છે. કેન્સરના દર્દીએ સારા તાજા અને દેશી ટમેટા ખાસ ખાવા જોઈએ.

૪.) અશ્વગંધા

ચામડીને લગતા રોગ કે બીમારીઓમાં આ અશ્વગંધા ખુબજ લાભદાયક છે. તે ચામડીને લગતા રોગ કે બીમારીઓને સારી કરે છે. અશ્વગંધાના પાનને પીસીને બનાવેલ લેપને ચામડીના રોગ પર લગાવવાથી ચામડીના રોગને દુર કરે છે.

૫.) એલોવેરા (કુંવારપાઠું)

એલોવેરામાં ઉધરસ, ચહેરા પરનાડાઘ, લોહીને સાફ કરવાનો ગુણધર્મ, મોઢા પરના ખીલ તેમજ હિમોગ્લોબીનની ઉણપને દૂર કરવાનો ગુણ રહેલો છે. છરી કે ચપ્પુથી એલોવેરાના પાનના ઉપરના પડને પાતળું પટ્ટી જેવું ઉતારીને બાકીના ગરનો જ્યુસ કરીને પી જવો. તે ઉપરની દરેક બીમારીમાં ફાયદા કારક રહે છે. આ ઉપરાંત ડાયાબિટીસના દર્દીએ જ્યુસ બનાવીને પીવાથી અથવા એલોવેરાના પાનના ઉપરના પડને પાતળું પટ્ટી જેવું ઉતારીને બાકીના ગરના નાના નાના ટુકડા કરી તે ટુકડાને ખાવાથી ડાયાબીટીસ કંટ્રોલમાં રહે છે.

૬.) તજ

તજ એક ઓક્સીડેન્ટનું કામ કરે છે. અને મગજને સક્રિય રાખે છે. તજ અને મધ સાથે બનાવેલી ચા પીવાથી કેટલાય રોગો દુર થાય છે.

૭.) ગાજર

ગાજરમાં રહેલ “ફાઈટોકેમિકલ્સ” શરીરની રોગ પ્રતિકારક શક્તિની ક્ષમતાને મજબુત કરે છે. ગાજરને દરરોજ આહારમાં સલાટ તરીકે ઉપયોગમાં લેવું જોઈએ.

૮.) ફૂદીનો

ફૂદીનો બ્લડ પ્રેશરને એટલે કે બી.પી.ને કંટ્રોલમાં રાખે છે. દરરોજ સવારે ફૂદીનાના પાન ચાવીને ખાવાથી બ્લડ પ્રેશરની બીમારીમાં ઘણો જ લાભ થાય છે.

૯.) આદુ

આદુ ખાવાથી શરદી ઉધરસમાં ઘણો જ ફાયદો થાય છે. સાંધાના દર્દોમાં પણ ઘણો જ લાભ થાય છે, અને સાંધાના દર્દમાં ઘણી જ રાહત મળે છે. આદુનો રસ તલના તેલમાં મેળવીને ગેસ પર ગરમ કરો. આ તેલને સારી રીતે ગરમ કર્યા પછી શરીર સહન કરી શકે તેવું માફસર ગરમ રાખી સાંધાના દુ:ખાવાની જગ્યાએ માલીશ કરવાથી, લગાવવાથી સાંધાના દુ:ખાવામાં ખુબજ રાહત થાય છે.

૧૦.) અનાનસ (પાઈનેપલ)

પાઈનેપલમાં રહેલ “બ્રોમલેન એન્જાઈમ” તમારા શરીરની માંસપેશીઓના દર્દમાં ખાસ ફાયદાકારક છે. આ માટે દરરોજ અનાનસનો ઘરે જાતે બનાવેલો જ્યુસ પીઓ અથવા અનાનસની છાલ ઉતારીને તેના ટુકડા ખાવ.

૧૧.) તુલસી

દરેકના ઘરના કુંડામાં તુલસીનો છોડ ચોક્કસ હશે જ. તુલસીના પાન શરદી અને ઉધરસમાં ખાસ રાહત અપાવે છે. તુલસીના પાનમાં રહેલ સખ્ત એસ્ટ્રોનનો સ્વાદ તણાવને પણ દુર કરે છે. ચા માં તુલસીના પાન નાખી ઉકાળીને ચા ને પીઓ.

૧૨.) લસણ

હૃદય સાથે સંકળાયેલ બીમારી, કેન્સરની બીમારી અને લોહીને સંબંધિત સમસ્યામાં લસણ ઘણું જ ફાયદા કારક સાબિત થયું છે. સાંધાના દુ:ખાવામાં પણ લસણ ખુબ જ રાહત અપાવે છે.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ  & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment