તમારા શરીરના જોઈન્ટ પેઈનને નજર અંદાઝ કરવું તમને ક્યારેક ભારે પડી શકે છે…

271

તમારા શરીરના જોઈન્ટ પેઈનને (સાંધાના દુ:ખાવાને) નજર અંદાઝ કરવું તમને ક્યારેક ભારે પડી શકે છે. અને થાય છે આવી ગંભીર બીમારીઓ.

મોર્ડન લાઈફફસ્ટાઈલ આજના સમયમાં કામકાજમાં વ્યસ્ત લોકોની જરુરીયાત બની ગઈ છે. આનાથી તમને સગવડતા તો મળે જ છે, સાથો સાથ તમારા સમયની બચત પણ થાય છે. જ્યારે બીજી બાજુ તેનો એક ગેર લાભ પણ છે. જેના વિશે પણ તમારે જાણવું ખાસ જરૂરી છે. આવી રીતની તમારી મોડર્ન લાઈફ સ્ટાઈલ સમય જતા તમારા માટે મુસીબતનો પહાડ બની શકે છે. જો સાંધાના દુ:ખાવાને કારણે રાતના ત્રણ-ચાર વાગ્યે તમારી ઊંઘ ઉડી જતી હોય તો, અને તમે અસ્વસ્થતા કે બેચેની અનુભવતા હો તો તે સ્પાંડીલાઇટિસની સમસ્યા હોય શકે છે.

સ્પાંડીલાઇટિસથી હૃદય, ફેફસા, આંતરડાની સાથે તમારા શરીરના બીજા કેટલાય અંગો પ્રભાવિત થઇ શકે છે. દિલ્હીના સાકેતમાં મૈક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના રૂમૈટોલોજી વિભાગના સીનીયર કન્સલ્ટેન્ટ ડોક્ટર પી. ડી. રથ કહે છે કે સ્પાંડીલાઇટિસને નજર અંદાઝ કરવાથી તમારા શરીરમાં ગંભીર રોગો થવાની શક્યતાઓ ખુબજ વધી જાય છે. ડોક્ટર પી. ડી. રથના કહેવા મુજબ સ્પાંડીલાઇટિસથી મોટા આંતરડામાં સોજો આવી જાય છે. એટલે કે કોલાઈટીસ થઇ શકે છે. તે સાથે આંખોમાં ઇન્ફેકશન થવાની શક્યતાઓ પણ વધી જાય છે.

સ્પાંડીલાઇટિસ એક પ્રકારનો સંધિવાનો રોગ છે. આમાં સૌ પ્રથમ કમરમાં દુ:ખાવાની શરૂઆત થાય છે. આ સાથે પીઠ અને ડોક જકડાઈ જાય છે,  અક્કડ આવી જાય છે. તેમજ તમારા શરીરના નીચેના ભાગમાં જાંઘ (સાથળ), ગોઠણ અને પગની ઘુટીમાં દુ:ખાવો થાય છે. કરોડરજ્જુ જકડાઈ જાય છે.

ડોક્ટર પી. ડી. રથ જણાવે છે કે નવયુવાનોમાં સ્પાંડીલાઇટિસની ફરિયાદ વધારે હોય છે. સામાન્ય રીતે 45 વર્ષથી નાની ઉમરના પુરૂષોમાં અને મહિલાઓમાં સ્પાંડીલાઇટિસની ફરિયાદ વધારે રહેતી હોય છે. એંકીલોસિંગ સ્પાંડીલાઇટિસ શરીરમાં સંધિવાનો એક સામાન્ય પ્રકાર છે. તેનાથી કરોડરજ્જુ પ્રભાવિત થાય છે. જેથી કરોડરજ્જુમાં ગંભીર દુ:ખાવો (પેઈન) થાય છે. આની અસરથી બેચેની મહેસુસ થાય છે. આમાં ખંભા, કુલ્લા, (સીટનો ભાગ), પાંસળીઓ, પગની એડી તથા હાથ પગના સાંધામાં દુ:ખાવો થાય છે. તે સાથે આંખો, ફેફસા અને હૃદય પણ પ્રભાવિત થાય છે.

બાળકો અને કિશોરોમાં સ્પાંડીલો આર્થાઈટીસ થાય છે. જો કે આ સ્પાંડીલો આર્થાઈટીસ 16 વર્ષથી નાની ઉંમરનાં બાળકોમાં વધારે જોવા મળે છે. આ તકલીફ તેઓ વયસ્ક થાય ત્યાં સુધી તેમને તકલીફ આપે છે. તેમને શરીરનાં નીચેના ભાગનાં સાંધોઓમાં દર્દ અને સોજાની ફરીયાદ રહે છે. તેમને જાંઘ એટલે કે સાથળ, કુલ્લા, ગોઠણ અને પગની ઘૂંટીઓમાં દર્દ થાય છે. આનાથી કરોડરાજ્જુમાં મણકાની તકલીફ (સ્પાઇનની તકલીફ), આંખોમાં, શરીરની ચામડી પર (ત્વચા પર) અને આંતરડાને પણ નુકશાન થવાનો ભય રહે છે. શરીરમાં થાક લાગે છે, કોઇપણ કામ કરવામાં આળસ થતી હોય તેવો અનુભવ થાય છે.

ડોક્ટર પી. ડી. રથ કહે છે કે “સ્પાંડીલાઇટિસથી પીડાતા લોકોને રાતના ઊંઘ આવતી નથી. અને શરીરના સાંધાઓમાં દર્દ થવાથી વહેલી સવારે નીંદર ઉડી જાય છે. શરીરમાં બેચેની મહેસુસ થતી હોય તેવું લાગે છે. “સ્પાંડીલાઇટિસ ખાસ કરીને જેનેટિક મ્યુટેશનનાં કારણે થાય છે. શરીરના HLA – B જીન્સ તમારા શરીરનાં રોગ પ્રતિકારક તંત્રને વાઈરસ અને બેક્ટેરિયાના હુમલાની ઓળખ કરવામાં મદદ કરે છે. પણ જો આ HLA – B જીન્સ ખાસ મ્યુટેશનમાં હોય છે ત્યારે, તેનો સ્વસ્થ પ્રોટીન શક્ય છે ભય કે જોખમની ઓળખ કરી શકતો નથી. જેથી તમારા શરીરનું રોગ પ્રતિકારક તંત્ર હાડકા અને તેના સાંધાઓને નિશાન બનાવે છે. જે સ્પાંડીલાઇટિસનું મુખ્ય કારણ બને છે. જો કે અત્યાર સુધીમાં તેના સાચા કારણોની જાણ થઇ શકી નથી.

ડોક્ટર પી. ડી. રથના કહેવા મુજબ જ્યારે પણ તમારા શરીરમાં સાંધાના દુ:ખાવાની ફરિયાદ હોય તો તેમની તપાસ કરાવવી ખાસ જરૂરી છે. કારણ કે ઉમર વધવાની સાથે આ તકલીફમાં વધારો થતો જાય છે. HLA – B / 27 ની લેબોરેટરી તપાસ કરાવવાથી સ્પાંડીલાઇટિસની જાણ થાય છે. આમ જુઓ તો HLA – B / 27 પણ એક પ્રકારનો જીન્સ છે, જેની જાણ લોહોની લેબોરેટરી તપાસ કરાવવાથી થાય છે. આ માટે લોહીનું સેમ્પલ લઈને લેબોરેટરીમાં તપાસ કરવામાં આવે છે. આ ઉપરાંત MRI (એમ.આર.આઈ.) કરાવવાથી પણ સ્પાંડીલાઇટિસની જાણ થાય છે. સ્પાંડીલાઇટિસની જાણ થયા પછી તેનો ઈલાજ – તેની સારવાર સરળ થઇ જાય છે. ઘણા ખરા કેશમાં તેની સારવાર લગભગ દવાઓ અને ફીજીયોથેરાપીથી (કસરતોથી) થઇ જાય શકે છે. કેટલાક ગંભીર અને દુર્લભ કેશમાં ઓપરેશન કરવાની પણ જરૂર પડે છે. ડોક્ટર પી. ડી. રથ કહે છે કે આમ જુઓ તો સ્પાંડીલાઇટિસ એક ગંભીર પ્રકારનો રોગ છે. તેમ છતાં તેના પર ખુબજ ઓછું રીસર્ચ – સંશોધન થયું છે. ભારતમાં (INDIAમાં) આયુર્વેદ અને એલોપેથીક બંને વચ્ચેના સમન્વયથી જો તેના પર રીસર્ચ કરવામાં આવે તો આ સ્પાંડીલાઇટિસના ગંભીર રોગનાં નિદાનમાં ચોક્કસ લાભ મળી શકે તેમ છે.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment