તમારે વાળ ધોવા માટે કેવું પાણી વાપરવું જોઈએ ઠંડુ કે ગરમ ?

43

તમારા લુકમાં દેખાવમાં ચહેરાની સાથે તમારા માથાના વાળ પણ એટલા જ મહત્વના છે. માથાના વાળ અને વાળની સ્ટાઈલ પણ એટલું જ મહત્વ ધરાવે છે. આમ જુઓ તો બહેનો, યુવતીઓ, સ્ત્રીઓ કે મહિલાઓ માટે તેમના વાળ તેમને ખુબસુરત દેખાવમાં સૌથી મહત્વપૂર્ણ ચાવી રૂપ ભૂમિકા ભજવે છે. જેથી બહેનોએ વાળની સંભાળ ખાસ રાખવી જોઈએ. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે વાળને તમારે ગરમ પાણીથી ધોવા જોઈએ કે ઠંડા પાણીથી ?

શિયાળાની રૂતુએ ચોમાસાની રૂતુને બાય બાય ટાટા કરી પોતાના આગમનની છડી પોકારવાની શરૂઆત કરી દિધી છે. જે ઠંડીનો અહેસાસ તમને પણ થયો જ હશે, અને થતો પણ હશે. ત્યારે આ ઠંડીમાં તમે ન્હાવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરતા હશો, અને તમારા વાળને પણ આ ગરમ પાણીથી જ ધોતા હશો. પરંતુ શું તમને ખબર છે કે પછી તમે ક્યારેય વિચાર્યું છે કે ગરમ પાણીથી વાળને ધોવાથી તમારા વાળને શું નુકશાન થાય છે ? શું અસર કરે છે ? તમને એ જાણીને આશ્ચર્ય થશે કે ગરમ પાણીથી વાળ ધોવાથી તમારા વાળ ડેમેજ થઇ શકે છે.પાણી ગરમ હોય કે ઠંડુ દરેકને તેના અલગ અલગ પ્રકારના ગુણધર્મો અને ફાયદા અને નુકશાન હોય છે.

ગરમ પાણી :- ઠંડીની શરૂઆતના દિવસોમાં ગરમ પાણીથી વાળ ધોવાથી સ્કેલ્પના પોર્સ એટલે કે છિદ્રો સારી રીતે ખુલી જાય છે. પરંતુ જો વાળને ધોવા માટે લાંબા સમય સુધી ગરમ પાણીનો ઉપયોગ કરવામાં આવે તો વાળ સુકા અને બરછટ થઇ જાય છે. જેથી વાળમાં ડેન્ડ્રફ એટલે કે ખોળો થવાની શક્યતા અને વાળ ખરવાની સમસ્યા થવા લાગે છે. જો તમે વાળને કલર, ડાઈ કરતા હો તો વધારે ગરમ પાણીથી વાળને ધોવાથી વાળમાં કરેલ કલર, ડાઈ તેના સમયની પહેલા નીકળી જવાની શક્યતા રહે છે.

ઠંડુ પાણી :- ઠંડા પાણીથી વાળને ધોવાથી તમારા વાળ મુલાયમ રહેશે. જો તમે વાળને કંડીશનર કરતા હો તો વધુ સારું એ રહેશે કે તમારે તમારા વાળને ઠંડા પાણીથી જ ધોવા જોઈએ. ઠંડા પાણીથી વાળને ધોવાથી કંડીશનરની અસર લાંબા સમય સુધી અને સારી રીતે રહે છે. ખાસ ધ્યાનમાં રાખવાની બાબત એ કે તમારે તમારા વાળ માટે તમને જે માફક આવી ગયું હોય તે એક જ બ્રાન્ડનું શેમ્પુ અને કંડીશનર વાપરવું જોઈએ. જેથી વાળ મુલાયમ રહે છે અને વાળની આવરદા પણ વધી જાય છે. જો તમે વધારે સમય તડકામાં રહેતા હો કે તમારે વધુ સમય તડકામાં રહેવાનું આવતું હોય તો તમારે તમારા વાળને હેર સીરમ જરૂર લગાવવું જોઈએ. જેથી તમારા વાળને તડકાની અસર ઘણી જ ઓછી થશે.

હા, આ સીવાય તમારા વાળને લગતી અન્ય કોઈ સમસ્યા માટે તમારે તમારાહેરસ્ટાઈલીસનો સંપર્ક કરી તેની સલાહ લેવી.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment