તમારી ખુબસુરતીમાં ચાર ચાંદ લગાવે છે તમારી આંખોની પાપણો

26

એમ કહેવાય છે કે આંખોમાં એ તાકાત છે જે શબ્દોમાં પણ નથી. તમારા ચહેરાનો કોઈ ખુબસુરત હિસ્સો હોય તો તે છે તમારી આંખો છે. અને આ ખુબસુરતીમાં ચાર-ચાંદ લગાવે છે તમારી આંખોની ઘાટી અને લાંબી પાપણો. જેનાથી તમારો લુક જ બદલાઈ જાય છે. અને તેના દ્વારા તમે કોઈપણ વ્યક્તિને તમારા તરફ આકર્ષિત કરી શકો છો. અરે તમારી આંખોની ઘાટી અને લાંબી પાપણો જોઇને કોઇપણ વ્યક્તિ સ્વયં આકર્ષિત થઇ જ જાય. તમે પણ આવી ઘાટીલી અને લાંબી પાપણો કરી શકો છો

સૌ પ્રથમ રૂ (કોટન) લઇ તેને તાજી બનાવેલી ગ્રીન ટી (ચા) માંપલાળીને પછી આરૂને તમારી આંખોની પાપણો પર લગાવો. આમ કરવાથી તમારી આંખની પાપણો લાંબી થશે. સાફ અને ચોખ્ખી થશે અને ખુબસુરત પણ દેખાશે. પાપણને ઓલીવ ઓઈલ લગાડવાથી તમારા આંખની પાપણો ઘાટી અને લાંબી થશે તેમજ ખુબસુરત અને શાનદાર દેખાશે. ઘાટીલી, લાંબી અને ખુબસુરત આંખોની પાપણો માટે આ સૌથી સારો અને ઘરેલું પ્રયોગ છે.

પાપણને ટ્રીમ કરવાથી તે ઝડપથી વધે છે, પણ ફક્ત તેના એક નાના ભાગને જ ટ્રીમ કરો. પાપણને ટ્રીમ કરવાથી તે ખુબ જ ઝડપથી વધવા લાગે છે.

તલના તેલમાં વિટામીન, મિનરલ્સ તથા કેલ્શ્યમ ભરપૂર માત્રામાં હોય છે. જેથી ખરેખર તો રાત્રે સુતી વખતે આંખોની પાપણો પર તલનું તેલ લગાવીને સુવું જોઈએ અને દરરોજ સવારે ઠંડા અને ચોખ્ખા પાણીથી આંખોને અને પાપણોને વ્યવસ્થિત સાફ કરવી જોઈએ. જેથી તમારી આંખોની પાપણો ઘાટી, ખુબસુરત, લાંબી અને ઘાટીલી દેખાશે.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ  & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment