તમારી મોટરના ડેશબોર્ડમાં આ લાઈટો જો પ્રકાશીત થાય છે તો સાવધાન થઇ જાઓ અન્યથા નુકશાન થશે

23

લગભગ દરેક લોકોને ઘર ખરીદવાની સાથે એક કાર પણ ખરીદવાની ઈચ્છા હોય છે. જેમની પાસે કાર હશે તે કારની ખુબજ સારી રીતે જાળવણી કરતા હશે. સમયે સમયે તેની સાફ સફાઈ કરાવતા હોય, સમયસર કંપનીમાં સર્વિસ માટે આપતા હોય, પણ મોટરમાં (કે અન્ય વાહનમાં) એવા કેટલાય ફંકશનો આપેલા હોય છે જેના વિશે ક્યારેય તમે આજ સુધી સંપૂર્ણ હકીકતથી માહિતગાર ન પણ હો. આ બાબત ક્યારેક તમને મુશ્કેલીમાં પણ મૂકી શકે છે.તો ચાલો આજે અમે તમને જણાવીએ કે મોટરના ડેશબોર્ડમાં ક્યા એવા કામના જરૂરી ફંકશનો હોય છે જેના વિશે તમારે જાણવું ખાસ જરૂરી છે.

ડેશબોર્ડ વોર્નિંગ લાઈટ

૧.) પીળી લાઈટ.

જો તમારી કારના ડેશબોર્ડ પર તમને કોઈ પીળી લાઈટ પ્રકાશિત થતી દેખાય તો પણ તમારી કાર વ્યવસ્થિત ચાલતી હોય તો આ પીળી લાઈટ તમને સંકેત આપે છે કે તમારી કારમાં કંઇક ગડબડ છે, જેથી તમારે તમારી કારને સર્વિસ સ્ટેશને લઇ જવાની જરૂર છે.

૨.) લાલ લાઈટ.

જો તમારી કારના ડેશબોર્ડ પર તમને કોઈ લાલ લાઈટ પ્રકાશિત થતી દેખાય તો એનો મતલબ એ છે કે તમારી કારમાં કોઈ મોટી મુશ્કેલી છે, આવા સમયે કાર ચલાવ્યે રાખવાથી તમે કોઈ ગંભીર સમસ્યાના શિકાર થઇ શકો છો

૩.) લીલી અથવા બ્લ્યુ લાઈટ.

આ બંને લાઈટમાંથી કોઇ પણ લાઈટ થતી હોય તો તેનો અર્થ એ થાય કે તમારી ગાડીમાં કોઇ પણ પ્રકારની ખામી નથી. આ તો વાત થઇ તમારી કારની સામાન્ય લાઈટની. હવે જોઈએ કારના ડેશબોર્ડ અને અન્ય ક્લસ્ટર લાઈટને, ત્યાં પણ કેટલાય પ્રકારની લાઈટો હોય છે.

૪.) બ્રેક સીસ્ટમ વોર્નિંગ લાઈટ.

આ લાઈટ ફક્ત ત્યારે જ થાય છે જયારે તમારી કારમાં બ્રેક ઓઈલ જરૂરિયાત કરતા ઓછું થઇ ગયું હોય, અથવા તો તમે હેન્ડ બ્રેકને છોડતા ભૂલી ગયા હો. હંમેશા ધ્યાન રાખો હે આ લાઈટકાર સ્ટાર્ટ થતાની સાથે જ બંધ થઇ જાય છે. પણ જો આ લાઈટ કાર સ્ટાર્ટ થઇ ગયા બાદ પણ ચાલુ રહે તો તેને નઝર અંદાજ ન કરો.

૫.) એન્જીન લાઈટ.

આજકાલ લગભગ દરેક ગાડીમાં મોટા ભાગે એમીશનનો કંટ્રોલ કોમ્પ્યુટર સીસ્ટમ દ્વારા થતો જોવા મળે છે. અને એ સાચું પણ છે કે તેનાથી પર્યાવરણને કોઈ ખાસ નુકશાન પણ થતું નથી. તમે જયારે કાર સ્ટાર્ટ કરો ત્યારે આલાઈટ જો ચાલુ હોય તો તેનો અર્થ એ થાય કે કારનાએન્જીન સિસ્ટમમાં કોઈ ખરાબી છે. જેથી એન્જીનની સર્વિસ કરાવવાનો સમય આવી ગયો છે.

૬.) લો ઓઈલ પ્રેશર લાઈટ.

જો તમારી કાર ચાલુ હોય અને તે દરમ્યાન આ લાઈટ ચાલુ થાય તો તેનો અર્થ એ થાય કે કારના એન્જીનની અંદર ઓઈલનું પ્રેશર યોગ્ય નથી. આવા સમયે તમારે તુર્તજ કાર બંધ કરીને સર્વિસ સેન્ટરમાં કે કોઈ સારા મીકેનીકને બતાવવી જોઈએ.

૭.) ચાર્જીંગ સીસ્ટમ લાઈટ.

જો તમારી કારની સીસ્ટમ ચાલુ હોય અને આ લાઈટ પણ ચાલુ હોય તો તો આનો મતલબ એ થાય કે ગાડીની ચાર્જીંગ સીસ્ટમ કામ કરતી નથી.

૮.) હાઈકુલેન્ટ ટેમ્પરેચર.

જો કાર ચલાવતી વખતે આ લાઈટ અચાનક ચાલુ થઇ જાય તો કારનું એન્જીન ઓવર હિટ થયાનો સંકેત છે. આ સમયે તમારે કાર ચલાવવાનું બંધ કરવું જોઈએ. જો આમ છતાં તમે કારને ચાલુ રાખશો તો શક્ય છે કારમાં આગ પણ લાગી શકે છે.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment