તમારી રસોઈમાં એવી ગુણકારી ચીજો છે જે તમને બીમારીથી રાખશે દૂર

44

એન્ટીઓક્સીડેન્ટનો ગુણ કેટલાય પ્રકારના રોગમાં ઉપચાર કરવાનું કામ કરે છે. અને તમારા શરીરમાં પોષક તત્વોની ખામીને દુર કરવામાં પણ મદદરૂપ થાય છે. એક એવા  પ્રભાવશાળી એન્ટીઓક્સીડેન્ટની ઓળખ વૈજ્ઞાનિકોએ કરી છે જે હાર્ટ એટેક કે સ્ટ્રોકના ખતરાને ઓછો કરી શકે છે. આ શોધથી વિકૃતિઓ માટે નવા ઉપચાર કે સારવારના વિકાસ માટેની નવી દિશા ખુલી શકે છે.અમેરિકાની ઓરેગન હેલ્થ એન્ડ સાયન્સ યુનિવર્સીટીના સંશોધકોના કહેવા મુજબ પહેલા હાર્ટ એટેક કે સ્ટ્રોકનો સામનો કરનાર ઉંદરનો એપોસિનિક એન્ટીઓક્સીડેન્ટની સાથે ઉપચાર કરવામાં આવ્યો હતો. આએન્ટીઓક્સીડેન્ટ પ્લેક એટલે કે તકતીને જામવાની ક્રિયાને અર્ધો કરવામાં અને સોજાને નીચો લાવવામાં પ્રભાવશાળી જોવા મળ્યો છે. લાંબા સમયથી એ વાત જાણીતી છે કે પહેલા હાર્ટ એટેક કે સ્ટ્રોકનો સામનો કરતા દર્દીઓમાં થોડા મહિનાની અંદર ફરીથી પુનરાવર્તન થવાનો ખતરો રહેલો હતો.એટલે કે ફરીથી તેને હુમલો આવવાની શક્યતા રહેલી છે.

આ અભ્યાસ દ્વારા એ જાણવામાં આવ્યું કે રક્ત વાહીનીઓની અંદર એવું શું થાય છે કે જેથી હૃદયરોગનો હુમલો આવવાનો ખતરો વધી જાય છે? ઉંદરને હૃદયરોગનો હુમલો આવવાથી સોજી ગયેલી કોશિકાઓ અને પ્લેટલેટ્સ ખુબજ સરળતાથી શુદ્ધ લોહીની ધમનીઓની દીવાલો પર અને ખાસ કરીને પ્લેક એટલે કે તકતી પર ચોંટી જાય છે.આમ થવાથી પ્લેક સ્થિર થઇ જાય છે. અને લોહીનો કલોટ એટલે કે લોહીને ઘટ્ટ બનવાનું કારણ બને છે. આગળ જતા લોહી ઘટ્ટ થતા હાર્ટ એટેક આવવાનું કારણ બને છે.

એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર ખોરાક.

મનુષ્યનું શરીર કોશિકાઓનું બનેલું હોય છે. જેથી કોઇપણ કોશિકાની ખામીને લીધે આખાં શરીરના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. પણ એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર ખાદ્ય પદાર્થ ઓકસીકરણની પ્રક્રિયાને પૂરો કરવામાં મદદ કરે છે. જેથી કોશિકાઓને સ્વસ્થ રાખી શકાય છે. ખોરાકમાં એન્ટીઓક્સીડેન્ટ એવું તત્વ છે જે તમારા શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢીને શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. એન્ટીઓક્સીડેન્ટના ગુણ કેટલાય પ્રકારના રોગનો ઉપચાર કરવાનું પણ કામ કરે છે. સાથે શરીરમાં પોષક તત્વોની ઉણપને પણ પૂરી કરવામાં મદદ કરે છે. મોટા ભાગના લોકો શરીરની કોઇપણ ઉણપને કે ખામીને પૂરી કરવા માટે દવાનો ઉપયોગ કરે છે. જયારે રસોઈમાં હાજર રહેલ ખોરાકની સામાન્ય ચીજોમાં પણ આ ગુણ રહેલો છે તે સામાન્ય વાત લોકો ભૂલી જાય છે. આવા ખોરાકનો દરરોજ ખાવામાં ઉપયોગ કરવાથી તમારું શરીર સ્વસ્થ રહી શકે છે. તો ચાલો આજે તમને બતાવીએ કે એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર ખાદ્ય પદાર્થ ક્યા ક્યા છે.

૧.) લીંબુ.

લીંબુ સીટ્રસ પરિવારના અંતર્ગમાં આવે છે. પાકેલું લીંબુ પીળા રંગનું હોય છે. જો કે કાચું લીંબુ લીલા રંગનું હોય છે. પીળા રંગનું આ ફળ વિટામીન C અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર અને શક્તિશાળી સ્ત્રોત છે. લીંબુમાં રહેલ એન્ટીઓક્સીડેન્ટ તમારા શરીરની તંદુરસ્તી, વાળ અને શરીરની ત્વચા માટે ખુબજ લાભદાયક છે.

૨.) સ્ટ્રોબેરી.

લીંબુની માફક સ્ટ્રોબેરી પણ વિટામીન C થી ભરપૂર હોય છે. તેની સાથે રહેલ એન્ટીઓક્સીડેન્ટનું તત્વ તમારા શરીરને નુકશાન પહોંચાડતા રક્તકણોને ખત્મ કરી તમારી રોગ પ્રતિકારક શક્તિને વધારે છે.

૩.) સુકા મેવા.

સુકા મેવા વિટામીન E થી ભરપૂર સ્ત્રોત છે. તે તમારા શરીર માટે એન્ટીઓક્સીડેન્ટનો પુરવઠો પૂરો પાડતા ખોરાકનો સૌથી સારો સ્ત્રોત છે.વિટામીન C થી વિરુદ્ધ વિટામીન E ને લીવરમાં ફેટની સાથે સાથે શરીરમાં જમા કરી શકાય છે. સુકા મેવા તરીકે બદામ, અખરોટ, પીસ્તા, કાજૂ વગેરેનો ઉપયોગ કરી શકાય છે.

૪.) બ્રોકલી.

બ્રોકલીનો દરેક છોડ વિટામીન C થી ભરપૂર હોય છે. જેના કારણે તે એન્ટીઓક્સીડેન્ટનો સૌથી સારો સ્ત્રોત માનવામાં આવે છે. વિટામીન C ઉપરાંત બ્રોક્લીમાં સેલેનિયમ પણ હોય છે. આ સેલેનિયમ તમારા શરીરની કોશિકાઓને થતા નુકશાન સામે લડવામાં મદદ કરે છે, અને તમારા શરીરની કોશિકાઓને સુરક્ષિત રાખે છે.

૫.) લસણ.

લસણમાં કુદરતી રીતે જ એન્ટીઓક્સીડેન્ટનો ગુણ રહેલો છે. જમવાની રસોઈ બનાવતી વખતે લસણનો ઉપયોગ ખાસ કરવો જોઈએ. લસણમાં કુદરતી રીતે જ એન્ટીઓક્સીડેન્ટનો ગુણ રહેલો હોવાથી તે હૃદયરોગ અને કેન્સર સામે લડવામાં ખાસ મદદરૂપ થાય છે.લસણ લોહીને ઘટ્ટ થતું અટકાવે છે.

૬.) ટમેટા.

ટમેટા વગર શાકભાજીનો સ્વાદ જ અધુરો લાગે છે. ટમેટામાં રહેલ ગ્લુટાથીયોન એન્ટીઓક્સીડેન્ટ, રોગ પ્રતિકારક શક્તિને મજબુત અને શક્તિશાળી બનાવવામાં મદદ કરે છે.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ  & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment