હવે તમને તમારો ફોન જણાવશે તમારી શૌચક્રિયાનો સમય તમારા મોબાઈલ પર એલર્ટથી તમને મળશે જાણકારી

31

જો કે આ પ્રોજેક્ટની પરીક્ષા અત્યારે ટેસ્ટ રૂપે, પરીક્ષણ રૂપે ચાલુ છે. આ પ્રોજેક્ટના સંશોધકોની ટીમનું લક્ષ્ય ઓછામાં ઓછા 100 વ્યક્તિ પર તેની ઉપયોગીતાની તપાસ કરવાની છે. ત્યાર પછી જ આપ્રોજેક્ટને કોમર્શીયલ ધોરણે ઉપયોગ કરવા માટે ઉપલબ્ધ કરવામાં આવશે. ત્યારબાદ તમારો સ્માર્ટ ફોન તમને શૌચક્રિયા જવાનો સાચો સમય જણાવશે. એક એવા ઉપકરણની શોધ કરવામાં આવી છે તે મુજબ તમને શૌચક્રિયા લાગે તેની થોડી મિનીટ પહેલા જ તમને તમારા સ્માર્ટ ફોન પર આ બાબતની એલર્ટ મળી જશે.

આ ઉપકરણની શોધ દિલ્હીના ઇન્દ્રપ્રસ્થ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજીની એક ટીમે કરી છે. આમાં એક સ્ટેથોસ્કોપ અને માઈક્રો ફોનને પેટ પર બાંધવામાં આવશે. આ સ્ટેથોસ્કોપ તમારા આંતરડામાંથી આવતો અવાજ સાંભળશે અને માઈક્રોફોન દ્વારા તે અવાજને તમારા સ્માર્ટ ફોન પર મોકલી આપશે. જેથી તમારો સ્માર્ટ મોબાઈલ ફોન આ અવાજની નોંધ કરી લેશે. અને તમને એલર્ટ આપશે. આ ઉપકરણથી સૌથી મોટો ફાયદો એ થશે કે જે લોકોને શરીરના કમરથી નીચેના ભાગમાં પક્ષઘાતનો હુમલો આવ્યો હોય તેવા લોકોને મળત્યાગ કરવાના પહેલા એલર્ટ મળવાથી અગાઉથી તેને લગતી જરૂરી પૂર્વ તૈયારી કરી શકાશે.

આ ઇન્સ્ટીટયુટની કમ્પ્યુટર સાયન્સ વિભાગની સહાયક પ્રોફેસર અને સંશોધન કરનાર ટીમની સભ્ય જૂહી રંજનના કહેવા મુજબ મશીન નક્કી કરશે કે તેનામાં નોંધ થયેલો અવાજ શૌચક્રિયા જવાની પહેલાનો છે કે પછી આંતરડામાં થતી ચયાપચયની ક્રિયાનો છે ? જો આ અવાજ શૌચક્રિયા જવાની પહેલાનો હશે તો તે વ્યક્તિને તે બાબતથી અગાઉથી એલર્ટ કરવામાં આવશે. આ સંશોધન કરનાર ટીમમાં જૂહી રંજન ઉપરાંત અનમોલપ્રીત કૌર, યાશીકા અરોરા, કૃતિકા બંસલ અને કુણાલ સૂર્યવંશીનો સમાવેશ થાય છે.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ  & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment