જો તમે બાળકો સાથે બહાર જમવા માટે જાવ છો તો આ વાતનું રાખો ખાસ ધ્યાન

24

નાના બાળકો સાથે કોઇપણ રેસ્ટોરન્ટમાં લંચ કે ડીનર કરવા જવું ખુદ પોતાના માટે એક ચેલેન્જ છે. રેસ્ટોરન્ટમાં નાના બાળકોને સંભાળવા, જાતે ખવડાવવું, બાળકોને લીધે બીજાઓને તકલીફ ન થાય તેનું ખાસધ્યાન રાખવું અને આ બધાની વચ્ચે તમારે પોતાને પણ લંચ કે ડીનર કરવું એટલું આસન નથી. આ કારણથી જ કેટલાક પેરેન્ટ્સ એવા છે કે જે ઘરની બહાર લંચ કે ડીનર કરવા માટે રેસ્ટોરન્ટમાં જવાનું પસંદ કરતા નથી. જયારે બાળકો મોટા થાય ત્યારે તેને સાથે લઈને લંચ કે ડીનર માટે રેસ્ટોરન્ટમાં જાય છે. આપની સાથે આવું ન થાય તે માટે અમે આપને બતાવીએ છીએ કેટલીક ટીપ્સ.

૧.) લંચ કે ડીનર માટે સાચી જગ્યાની પસંદગી કરો.

જયારે પણ તમે બાળકોને લઈને લંચ કે ડીનર માટે ઘરની બહાર જાવ છો ત્યારે લંચ કે ડીનર માટેની સાચી જગ્યાની પસંદગી કરતી વખતે એ બાબતનું ખાસ ધ્યાન રાખો કે લંચ કે ડીનર માટેની તે જગ્યા ફેમીલી માટે અને કિડ્સ ફ્રેન્ડલી પણ હોય. એવા કેટલાય રેસ્ટોરન્ટહોય છે જ્યાં બાળકો માટે ખાસ પ્રકારની રમવાની કે આનંદ મોજ મજા કરવાની ચીજો હોય છે. જેથી બાળકોને મેનેજ કરવું પેરેન્ટ્સ માટે ઘણું જ સહેલું થઇ જાય છે.આવી જગ્યાઓ પર મોટા ભાગના એવા લોકો આવે છે જે માનસિક રીતે બાળકોના શોર બકોર અને તોફાનો સહન કરવાની તૈયારી સાથે આવ્યા હોય છે. જેથી આવા પેરેન્ટ્સ તમારા બાળકોની ફરિયાદ કરવા તમારી પાસે આવતા નથી. અને બાળકોના તોફાન કે મસ્તીને નઝર અંદાજ કરતા હોય છે.

૨.) થાકેલા બાળકને ક્યારેયબહાર ન લઇ જાવ.

જો તમારું બાળક થાકી ગયેલ હોય તો તેને ક્યાંય પણ બહાર લઇ જાવ તો તે ગુસ્સે થઇ જાય છે. આ સાથે તે ચીજ વસ્તુઓ ફેંકવા લાગે છે, રાડા રાડી કરવા લાગે, ચીસો પાડવા જેવી હરકતો કરવા લાગે છે. પણ આ બધી બાબત તો સામાન્ય છે.બહેતર એ છે કે જો તમારૂ બાળક થાકેલું હોય તો તેને લંચ કે ડીનર માટે જબર જસ્તીથી કે બળ જબરીથી ક્યારેય બહાર રેસ્ટોરન્ટમાંન લઇ જાવ.

૩.) બાળકો પાસે તે શાંત બેસી રહે તેવી આશા ન રાખો.

નાના બાળકો ક્યારેય પણ એક જગ્યાએ શાંતિથી બેસી રહેતા નથી. સાદી ભાષામાં કહીએ તો તે અપલખણા હોય છે, ચંચળ હોય છે, ઉત્સુક હોય છે, ચપળ હોય છે, નવું નવું જાણવાની જીજ્ઞાસા હોય છે, મસ્તીખોર હોય છે.માટે સીધી વાત છે કે આવા બાળકોના પેરેન્ટ્સ પોતાના બાળકને સાથે લઈને કોઈ રેસ્ટોરન્ટમાં લંચ માટે કે ડીનર માટે જાય તો તે પેરેન્ટ્સને એક જ જગ્યાએ શાંતિથી ઘણીવાર સુધી બેસી રહેવું પડે છે. આ સમયે તેનું બાળક તેની જગ્યાએથી ઉઠીનેવારે ઘડીએ આજુ બાજુમાં આવ જ કરે તો આમાં કોઈ હેરાન થવાની વાત નથી. હા, એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે તમારા બાળકથી આજુ બાજુમાં બીજાને મુશ્કેલી ન થાય. એક રસ્તો એ પણ છે કે લંચ કે ડીનરનો ઓર્ડર આપ્યા પછી પેરેન્ટ્સે તેના બાળકને આપેલ ઓર્ડર ટેબલ પર સર્વ થાય ત્યાં સુધી આજુ બાજુમાં કે રેસ્ટોરન્ટની બહાર ફરવા લઇ જાય. લંચ કે ડીનર સર્વ થયા પછી બાળક આપોઆપ ભોજનનો સ્વાદ લેવા માટે શાંતિથી બેસી જશે, અને જમવા લાગશે.અને તમે પણ શાંતિથી ભોજનનો સ્વાદ લઇ શકશો.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ  & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment