તમે કેલ્શ્યમ કે વિટામીનની ગોળીઓ ખાઓ છો ? તો અમારી આ પોસ્ટ તમારા માટે ખાસ જરૂરી છે

64

એક અભ્યાસ મુજબ જાણવામાં આવ્યું છે કે જો તમે મલ્ટી વિટામીન, વિટામીન ડી, વિટામીન સી કે પછી કેલ્શ્યમની ટેબ્લેટ લેતા હો તો તે ખાસ કરીને નુકશાન કારક નથી. પણ સાથે સાથે આ ટેબ્લેટ તમારા આરોગ્યને માટે લાભદાયક પણ જોવામાં આવી નથી.

તમે જાણો જ છો કે આજકાલ લગભગ દરેક ચીજ વસ્તુઓમાં ભેળસેળ જોવા મળે છે. આમા ખાદ્ય પદાર્થમાં થયેલી ભેળસેળથી આવા ખાદ્ય પદાર્થ ખાવાથી તમારા આરોગ્યને નુકશાન થાય છે તેથી તમે બીમાર પડો છો અને ધીરે ધીરે બીમારીઓ વધતી જાય છે. જેથી તમારા શરીરની “ઈમ્યુનીટી” ઘટતી જાય છે, અને તમારૂ શરીર કમજોર પડતું જાય છે, નબળું પડતું જાય છે. હવે આ કમજોરીને દુર કરવા માટે ડોક્ટર તમને અલગ અલગ પ્રકારની વિટામીન્સની અને મિનરલ્સની ગોળીઓ લેવાનું ખાવાનું પ્રિસ્ક્રીપ્શન લખી આપે છે. વિટામીન્સની અને મિનરલ્સની આ ગોળીઓ તમે તમારી કમજોરી દુર કરવા માટે લો છો. પરંતુ એક અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે વિટામીન અને મિનરલની આ ટેબ્લેટ લેવાથી તમારી કમજોરીને દુર કરવામાં કોઈ ખાસ ફાયદાકારક અસર બતાવતી નથી.

“ઈમ્યુનીટી” ઘટવાથી અને શરીર નબળું પડવાથી જે કમજોરી આવે છે તેને દુર કરવા માટે વિટામિન્સ કે મિનરલની ગોળીઓ લેવાની કોઈ જરૂર નથી પણ તમારા શરીરને જોઈ તો શુદ્ધ, સાત્વિક અને પૌષ્ટિક આહાર લેવાની ખાસ જરૂર છે. કેનેડામાં આવેલ સેન્ટ માઈકલ હોસ્પિટલ અને ટોરેન્ટો વિશ્વ વિદ્યાલયના સંશોધકોના કહેવા મુજબ એક અભ્યાસમાં જોવા મળ્યું છે કે ઘટતા આહારના પૂરક ખોરાક તરીકે મલ્ટી વિટામીન, વિટામીન ડી, કેલ્શ્યમની કે પછી વિટામીન સી ની ટેબ્લેટો સૌથી વધારે પ્રમાણમાં લેવામાં આવે છે. જો કે આવી ગોળીઓ લેવાથી લાભ પણ થતો નથી કે નુકશાન પણ થતું નથી. હા, ચોક્કસલાભ અને નુકશાન બંને થાય છે પણ કોને ? લાભ થાય છે દવા બનાવતી ફાર્મસીઓને અને આવી દવા વેંચતા મેડીકલ સ્ટોરવાળાઓને ! જ્યારે આર્થિક રીતે નુકશાન થાય છે આ દવાઓ વેંચાતી લઈને ખાનારાઓને ! હાથે કરીને પોતાના ખિસ્સા હળવા કરીને.

જર્નલ ઓફ ધ અમેરિકન કોલેજ ઓફ કાર્ડીઓલોજીમાં પ્રકાશિત થયેલ આ અભ્યાસ સાથે જોડાયેલ મુખ્ય સંશોધન કર્તા ડેવિડ જેનકિન્સ કહે છે કે, “અમારા આ અભ્યાસમાં એવું જોવામાં આવ્યું છે કે અમને એ જોઇને આશ્ચર્ય થાય છે કે લોકો શા માટે પૂરક ખોરાક તરીકે આવી વિટામીન્સની અને મિનરલ્સની ગોળીઓ લ્યે છે. કારણ કે આવી ગોળીઓનો સકારાત્મક પ્રભાવ ખુબજ ઓછો, નહિવત જેવો જોવા મળે છે.”

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ  & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment