ટમેટા રાઈસ એટલે કે ટમેટા પુલાવની રેસીપી

19

ટમેટા અને ચોખા :

સાદા ઉકાળેલા ચોખાને ટમેટા, ડુંગળી, કોથમીર અને ભારતીય મસાલાથી બનેલ મસાલેદાર મિશ્રણ સાથે પકાવવામાં આવે છે. આ ભાત ભારતના દક્ષિણ રાજ્યોમાં ટમેટા બાથના નામથી ઓળખવામાં આવે છે. તેને સુકો મસાલા પાવડર, સુકા ધાણા, ચણાની દાળ અને અડદની દાળથી બનાવવામાં આવે છે. આ રેસિપીમાં તમને બંને રીતથી (ઉત્તર ભારતીય ટમેટા ચાવલ અને દક્ષીણ ભારતીય ટમેટા બાથ) ટમેટા રાઈસ કેવી રીતે બને છે તે સમજાવવામાં આવ્યું છે. તો ચાલો આજે અમે તમને ટમેટા પુલાવ રેસીપી બનાવવાની રીત જણાવીએ. ટમેટા પુલાવ રેસીપીની પૂર્વ તૈયારીનો સમય : 20 મિનીટ. ટમેટા રાઈસને પકાવવાનો સમય : 20 મિનીટ. કેટલી વ્યક્તિ માટે : 2 વ્યક્તિ

ટમેટા પુલાવ રેસીપી બનાવવાની સામગ્રી :

2 ½ થી3 કપ સાદાચોખા,1 ચપટી હિંગ, ½ ટી સ્પૂન રાઈ, 1 મીડીયમ સાઈઝની બારીક સમારેલી ડુંગળી (લગભગ½ કપ) 1 નંગબારીક સમારેલું લીલું મરચું, 5 થી 6 નંગ લીમડાના પાન, 2 નંગ મોટી સાઈઝના બારીક સમારેલા ટમેટા (લગભગ2 કપ), 1 ટી સ્પૂન લાલ મરચાનો પાવડર, 1 ચપટી હળદર (વૈકલ્પિક), 4 ટેબલ સ્પૂન બારીક સમારેલી કોથમીર, 1 ½ ટેબલસ્પૂન તેલ, મીઠું સ્વાદ અનુસાર.

પાવડર માટે સામગ્રી :

½ ટી સ્પૂન ચણાની દાળ, ¼ ટી સ્પૂન અડદની દાળ, 2 ટેબલ સ્પૂન ધાણા

અગત્યની ખાસ સુચના :

જો તમે દક્ષીણ ભારતીયની રીતથી પુલાવ બનાવવા ઈચ્છતા હો તો બનાવવાની રીતમાં ક્રમ નંબર 1 થી 13 પૂરા ક્રમમાં અનુસરો. આ રીતે ચોખા બનાવતા સમયે સામાન્ય રીતે ચણાની દાળ, અડદની દાળ, અને ધાણાથી બનાવેલ સુકો મસાલા પાવડર નાખવામાં આવે છે. પણ જો તમેં ઉત્તર ભારતીય શૈલી પ્રમાણે ટમેટા ચાવલ બનાવવા માંગતા હો તો ક્રમ નંબર 1, 2 અને 3 ને છોડીને ક્રમ નંબર 4 થી શરૂઆત કરવી.

ટમેટા પુલાવ બનાવવાની રીત :

૧.) મસાલા પાવડર બનાવવા માટે ચણાની દાળ, ધાણા, અને અડદની દાળને સૌ પ્રથમ શેકી લેવી. ચણાની દાળને શેકવામાં અન્ય સામગ્રીની તુલનામાં થોડો વધારે સમય લાગે છે.

૨.) જેથી સૌથી પહેલા એક નાના પેનમાં ચણાની દાળ લઇ તેને 2 મિનીટ સુધી શેકો. તેમાં અડદની દાળ અને ધાણા નાખી દરેકને એક સાથે મીઠી સુગંધ આવે ત્યાં સુધી અને દાળ આછા ભૂરા રંગની થાય ત્યાં સુધી શેકો.

૩.) પછી તેને એક થાળીમાં કાઢી લઇ તેને થોડીક મિનીટ સુધી ઠંડા થવા દેવા. પછી તેને મિક્સર ગ્રાઈન્ડરની નાની ઝારમાં પીસી લેવું.

૪.) ટમેટા અને ડુંગળીને બારીક સમારી લેવા.

૫.) એક પેનમાં તેલ લઇ તેને ગેસ પર ધીમા તાપે ગરમ કરો. તેલ ગરમ થઇ ગયા પછી તેમાં રાઈ અને હિંગ નાખો. રાઈ તડતડી જાય પછી તેમાં બારીક સમારેલ ડુંગળી, મીઠો લીમડો, અને લીલું મરચું નાખો. ડુંગળી આછી ગુલાબી રંગની થાય ત્યાં સુધી તેને શેકાવા દયો.

૬.) બારીક સમારેલું ટમેટું અને મીઠું (નમક) નાખો.(મીઠું ફક્ત ટમેટા માટે જ નાખવું.)

૭.) જ્યાં સુધી ટમેટા નરમ ન થાય ત્યાં સુધી તેને ચઢવા દયો. પછી તેમાં લાલ મરચાનો પાવડર અને હળદર નાખી તેને સારી રીતે હલાવી મિકસ કરો અને તેમાં મસાલા પાવડર નાખો (ક્રમ નંબર 2 અને 3 મુજબ તૈયાર કરેલ પાવડર)

૮.) ચમચાથી હલાવતા રહી તેને 1 મિનીટ સુધી પકાવો. પછી તેના પર બારીક સમારેલી કોથમીર નાખી તેને ફરીથી સારી રીતે હલાવીને મિક્સ કરો.

૯.) તેને એક મિનીટ સુધી પકાઓ. હવે તેમાં પકાવેલા ચોખા અને મીઠું નાખો. જો તમે ચોખા પકાવતા સમયે તેમાં મીઠું નાખ્યું હોય તો હવે મીઠું ન નાખવું. ફરીથી તેને સારી રીતે હલાવીને મિક્સ કરો જેથી બધાજ ચોખા (ભાત)ના દાણા મસાલામાં સારી રીતે ભળી જાય. વધુ 2 થી 3 મિનીટ સુધી ફરીથી પાકવા દયો.

૧૦.) હવે તમારા ટમેટા ચાવલ પીરસવા માટે તૈયાર છે.

૧૧.) આ ટમેટા રાઈસને કે પુલાવને રાયતા, બટેટા કરી, અને પાપડની સાથે બપોરના ભોજનમાં કે સાંજના જમવામાં લઈ શકાય છે. તેને દહીં અને પાપડની સાથે લંચ બોક્સમાં પણ પેક કરીને સાથે લઇ જવાય છે.

સુચના અને વિવિધતા :

ઓછા તીખા અને મસાલેદાર ચાવલ બનાવવા માટે લાલ મરચાનો પાવડર ઓછો નાખવો. લાલ મરચાના પાવડરની માત્ર ઘટાડી નાખવી. તેમ જ કંઇક અલગ ટમેટા રાઈસ બનાવવા હોય તો ક્રમ નંબર 8 માં લીલા વટાણા અને ફૂદીનો નાખવો. ચોખાના દાણા છુટા છુટા રાખવા માટે, રેસીપી બનાવવાના થોડાક કલાક પહેલાથી જ ચોખાને પકાવી લેવા.

પ્રેશર કુકરમાં ટમેટા રાઈસ કેવી રીતે બનાવવા :

૧.) પ્રેશર કુકરમાં ટમેટા રાઈસ બનાવવા માટે પહેલાથી જ પકાવેલા ચોખા તૈયાર રાખવાની કોઈ જરૂર નથી.

૨.) ક્રમ નંબર 1 થી 6 નું અનુસરણ કરીને ત્યારબાદ 3 લીટરની ક્ષમતાવાળા પ્રેશર કુકરમાં ટમેટાનું મિશ્રણ તૈયાર કરો.

૩.) 15 થી 20 મિનીટ પહેલા પાણીમાં પલાળી રાખેલા કાચા ચોખાને પ્રેશર કુકરમાં નાખી તેને 2 મિનીટ સુધી ગેસ પર પાકવા દયો.

૪.) પછી તેમાં 1 ½ કપ પાણી અને મીઠું નાખી હલાવીને સારી રીતે મિક્સ કરી દયો.

૫.) કુકરનું ઢાંકણું બંધ કરી ગેસ પર ધીમા તાપે કુકરની 2 થી 3 સીટી વાગે ત્યાં સુધી પાકવા દયો.

૬.) ગેસ બંધ કરીને કુકરની સીટી ઊંચી કર્યા વગર કુકરની વરાળને ઠરવા દયો. કુકરમાં વરાળ સાવ ઓછી થઇ જાય ત્યારે તેનું ઢાકણું ખોલી ચોખાને છરી કાંટાની મદદથી તપાસો.

૭) હવે તમારા ટમેટા રાઈસ તૈયાર છે.

સ્વાદ :  સ્હેજ ખાટો અને મસાલેદાર.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment