તમને પણ હેન્ડસમ બનાવી શકે છે અમારી આ શાનદાર 7 ટીપ્સ

35

હેન્ડસમ પુરુષને જોઇને દરેક પુરુષને એમ હોય કે હું પણ બીજાની માફક હેન્ડસમ દેખાવતો કેવું સારું ! પણ હેન્ડસમ દેખાવા માટે શું કરવું તેની સમજણ નથી પડતી. મગજમાં કંઇક પ્લાન વિચાર આવે અને જતા રહે. પણ કશું થાય નહિ અને જીવ મુંજાયા કરે. તો ચાલો આજે અમે તમને હેન્ડસમ દેખાવા માટેની કેટલીક સારી ટીપ્સ બતાવીએ. આ ટીપ્સને અપનાવી તમે પણ બનો હેન્ડસમ.

૧.) જીન્સ પહેરો :

સારા દેખાવા માટે તમારા વોર્ડ રોબમાં, કબાટમાં જીન્સ અને ટ્રાઉઝરનો સમાવેશ કરો. જીન્સ ક્યારેય પણ આઉટ ડેટેડફેશનકે આઉટ ઓફ ટ્રેન્ડ થતી નથી. તમને મનપસંદ અને સારા રંગના કંપની બ્રાન્ડેડ જીન્સની પસંદગી કરો.

૨.) આઈબ્રોની સંભાળ રાખો :

તમારા ચહેરાના લુકને સારો દેખાવામાં અને બગાડવામાં તમારી આઇબ્રો ખાસ મહત્વ ધરાવે છે. તમારે તમારી આઇબ્રો પાતળી ન રાખવી જોઈએ. અને જો આઇબ્રો વેર વિખેર હોય તો તેને થોડીક ટ્રીમ કરો.

૩.) પર્સનાલીટી વાળી દાઢી રાખો :

જો તમારા ચહેરા પર ભરાવદાર દાઢી ઉગતી હોય તો તેને સારી રીતે સેટ કરાવો. અને જો આછી દાઢી ઉગતી હોય તો ક્લીન સેવ રાખો. આવા લોકોએ દાઢી સાથે એક્સપેરીમેન્ટ કરવું નહિ. હા, જો મૂછો સારી હોય તો તેને તમારા ચહેરાના લુક પ્રમાણે સેટ કરો.

૪.) ડીયોની પસંદગી :

ઋતુ પ્રમાણે ડીયોની પસંદગી કરો. એવી ફ્રેગરેન્સવાળી ડિયોની પસંદગી કરો કે જે ખુબજ તીવ્ર સુગંધવાળી ન હોય. તીવ્ર ફ્રેગરેન્સવાળી ડિયોથી તમારી આજુબાજુના લોકો સારુ મહેસુસ કરતા હોતા નથી. તમારાથી દુર ભાગે છે.

૫.) વાળની સ્ટાઈલ :

વાળની સ્ટાઈલ એવી રાખો કે જેથી તમે આપોઆપ હેન્ડસમ દેખાવ. વાળની સ્ટાઈલ તમારા ચહેરાના લુક પ્રમાણે રાખવી. પણ જો તમારા ચહેરા પર અન્ય કોઈ જગ્યાએ બિનજરૂરી વાળ હોય તો તેને સિફતથી કાઢી નાખવા. કેટલાક લોકોને નાક અને કાન પર વાળ ઊગેલા હોય છે. આવી વ્યક્તિ જો પ્રોફેશનલ હોય તો આવા વાળથી તેનો પ્રભાવ પણ ઘટે છે.

૬.) ચહેરો :

આપણા ચહેરાની ત્વચા સોફ્ટ નરમ હોય છે. જેથી ચહેરા પર સાબુ ન લગાડવો જોઈએ. સાબુની જગ્યાએ હર્બલ ફેશવોશનો ઉપયોગ કરવો જોઈએ. તથા ચહેરા પર મોસ્ચરાઈઝર લગાવવું.

૭.) ચહેરા પર ખીલ :

તમારા ચહેરા પર ખીલ હોવાથી તમારી પર્સનાલીટી પર ખરાબ અસર પડે છે. તમારા ચહેરા પરના ખીલને દુર કરવા માટે ચહેરા પર એન્ટીસેપ્ટિક ક્રીમ લગાવો.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ  & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment