“તવા પુલાવ” મુંબઈ સ્ટાઈલથી બનતી રેસીપી

88

જો તમને શેજવાન રાઈસ પસંદ હોય તો આ મુંબઈ સ્ટાઈલ તવા પુલાવ પણ જરૂર પસંદ આવશે. તેને પકાવેલા ચોખા એટલે કે ભાત (જો ભાત વધ્ય હોય તો તે પણ ચાલે), શાકભાજી અને પાંવભાજી મસાલાથી બનાવવામાં આવે છે. પાંવભાજી મસાલાની સાથે જો ભાત વધ્ય હોય તો તે, અથવા નવા બનાવેલા પકાવેલા ચોખા એટલે કે ભાતનું મિશ્રણ પકાવવામાં તો સરળ છે જ તેનો સ્વાદ પણ લાજવાબ છે. તવા પુલાવ બનાવવાની રેસિપીની પૂર્વ તૈયારીનો સમય :10 મિનીટ, તવા પુલાવને પકાવવાનો સમય : 15 મિનીટ, કેટલી વ્યક્તિ માટે : 2 વ્યક્તિ

તવા પુલાવ બનાવવાની રેસિપીની સામગ્રી :

2 કપ લાંબા દાણાવાળા પકાવેલા બાસમતી ચોખા એટલે કે ભાત, ½ ટેબલ સ્પૂન જીરૂ, 1 નંગ મીડીયમ સાઈઝની ડુંગળી, ½ ટેબલ સ્પૂન આદુ અને લસણની પેસ્ટ, 1 લીલું મરચું, 1/3 કપછાલ ઉતારેલ ગાજર, 1 નંગ મોટું ટમેટું, 1/3 કપતાજા ફ્રેશ અથવા ફ્રોઝન કરેલા લીલા વટાણા,  ½ ટેબલ સ્પૂન પાંવભાજી મસાલો, ¼ ટી સ્પૂન હળદર, ½ ટી-સ્પૂન લાલ મરચાનો પાવડર, 2 ટેબલ સ્પૂન લીલી કોથમીર, જરૂરીયાત મુજબ તેલ અને સ્વાદ અનુસાર મીઠું, તથા સજાવટ માટે સમારેલ ડુંગળી અને લીંબુ.

તવા પુલાવ બનાવવાની રેસિપીની રીત :

૧.) સૌ પ્રથમ ડુંગળી, લીલું મરચું, ગાજર, ટમેટું, તથા કોથમીરને બારીક જીણું સમારી લેવું.

૨.) સમારેલું ગાજર અને લીલા વટાણાને મીઠાના પાણીમાં નરમ અને પોચા થાય ત્યાં સુધી બાફવા. તેને ઉકળતા લગભગ 5 થી7 મિનીટ થશે. વધારાના પાણીને ચાળણીથી ગાળીને તેને એક બાઉલમાં કાઢી લેવું.

૩.) એક નોન સ્ટીક કડાઈ લઇ તેમાં તેલ નાખી તેને ગેસ પર ધીમા તાપે ગરમ કરવા મુકો. તેલ ગરમ થયા બાદ તેમાં જીરૂ નાખી તેને તડતડ થાય ત્યાં સુધી ચડવા દયો. તેમાં બારીક સમારેલી ડુંગળી નાખી તેને આછા ભૂરા રંગની થાય ત્યાં સુધી શેકાવા દયો.

૪.) પછી તેમાં આદુ અને લસણની પેસ્ટ તથા લીલું મરચું નાખીને તેને 25 થી 30 સેકંડ શેકાવા દયો.

૫.) હવે તેમાં સમારેલું ટમેટું નાખીને તેને ત્યાં સુધી પકાવી જ્યાં સુધી ટમેટું શેકાઈને નરમ ન થાય. આ માટે તેને લગભગ 2 મિનીટ સુધી શેકાવા દયો.

૬.) તેમાં ઉકાળીને બાફેલા લીલા વટાણા અને ગાજર નાખીને સારી રીતે હલાવીને મિક્સ કરો, અને તેને એક મિનીટ સુધી પકાવો.

૭.) હવે તેમાં પાંવભાજીનો મસાલો, હળદર, લાલ મરચાનો પાવડર, અને સ્વાદ અનુસાર મીઠું નાખો.

૮.) ફરીથી તેને સારી રીતે હલાવીને મિક્સ કરો. અને તેને એક મિનીટ સુધી પકાઓ.

૯.) તેમાં પકાવેલા ચોખા એટલે કે ભાત નાખો.

૧૦.) હવે તેને મોટા ચમચા કે કડછીથી ધીરે ધીરે ત્યાં સુધી હલાવીને મિક્સ કરતા રહો, જ્યાં સુધી બધાજ ભાત પર મસાલો સારી રીતે ચઢી ન જાય.

૧૧.) જયારે બધાજ ભાત પર મસાલો સારી રીતે લાગી જાય ત્યારે ગેસ બંધ કરી તેને ગેસ પરથી ઉતારી આતવા પૂલાવને એક પ્લેટમાં કાઢી લ્યો.

૧૨.) તેના પર સમારેલી ડુંગળી, સ્વાદ અનુસાર લીંબુ તથા સમારેલી કોથમીર નાખી સજાવટ કરો.

૧૩.) તમારો તવા પુલાવ તૈયાર છે, તેને દહીં, પાપડ અને સલાડની સાથે ખાવ અને બીજા લોકોને પણ ખવડાઓ.

સુચના અને વિવિધતા :

જો તમે તવા પૂલાવમાં કંઇક નવીનતા લાવવા માંગતા હો તો તેમાં બાફેલા બટેટા અને શિમલા મરચા નાખી શકો છો

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment