ઠંડી રૂતુમાં બજારમાં ક્રીમ નહી પણ નેચરલ ચીજોથી હંમેશા માટે રાખો તમારી ખુબસુરતીને

49

ઠંડી રૂતુ લગભગ દરેક લોકોને પસંદ હોય છે. પણ આ રૂતુની સૌથી મોટી મુશ્કેલી જો કોઈ હોય તો તે છે ત્વચાની રુક્ષતા. આ રૂતુમાં શરીરની ત્વચા રુક્ષ, કઠોર અને નિર્જીવ જેવી થઇ જાય છે. આનાથી છુટકારો મેળવવા માટે તમે બજારમાં મળતા ક્રીમનો ઉપયોગ કરો છો, જે તમારી કુદરતી ત્વચાને ગંભીર નુકશાન કારક છે. આથી આજે અમે તમને થોડીક ઘરેલું ટીપ્સ બતાવીએ છીએ તેનો ઉપયોગ કરીને તમે તમારી ત્વચાની ખાસ સંભાળ રાખી શકો છો.

૧.) ઓલીવ ઓઈલ :

ખાવામાં થતા ઓલીવ ઓઈલના ઉપયોગ અને ફાયદા વિશે તમે ચોક્કસ સાંભળ્યુંજ હશે. પણ શું તમે જાણો છો કે તમારી ત્વચા માટે આ ઓલીવ ઓઈલ કોઈ વરદાનથી પણ ઓછું નથી. આ ઓઈલ તમારી ત્વચાને હાઈડ્રેટેડ રાખવા માટે ખુબજ લાભદાયક છે. વિટામીન E થી ભરપૂર ઓલીવ ઓઈલ એક એન્ટીઓક્સીડેન્ટનું કામ કરે છે. ઠંડી રૂતુમાં તમારી ત્વચાને पैम्पर કરવા માટે સ્નાન કર્યા પછી ચહેરા પર મસાજ કરતી વખતે તમારે ઓલીવ ઓઈલ લગાવવું જોઈએ. ઓલીવ ઓઈલથી મસાજ કર્યા પછી 15 મિનીટ સુધી રાખીને પછી હુંફાળા ગરમ પાણીથી તેને સાફ કરી ધોઈ નાખવું. એક ખાસ વાત જણાવીએ કે તમારી ત્વચા કે ચહેરા પર પડેલ કરચલીઓ અને રેખાઓને દૂર કરવામાં પણ આ ઓલીવ ઓઈલ ખાસ લાભદાયક છે.

૨.) એલોવેરા જેલ :

સ્કીનની રુક્ષતાને દુર કરવા માટે તમે એલોવેરા જેલનો પણ ઉપયોગ કરી શકો છો. તે તમારી ત્વચાને કુદરતી ભેજ આપવાની સાથે તમારી ત્વચાને ગજબની સુંદરતા પણ આપે છે. આ સિવાય તેના ઉપયોગથી તમારી ત્વચા પર કોઇપણ પ્રકારની સાઈડ ઈફેક્ટ પણ થશે નહિ. આનો ઉપયોગ કરવો ખુબજ સહેલો છે.એક બાઉલમાં એલોવેરા જેલ અને ગુલાબ જળને મિક્ષ કરો. પછી તેને તમારા ચહેરા પર સારી રીતે લગાવો. 15 મિનીટ બાદ તમારા ચહેરાને ઠંડા પાણીથી ધોઈ નાખો. અને જુઓ તમારા ચહેરાની ચમક અને સુંદરતા.

૩.) પપૈયું :

તમારી ત્વચાની ડ્રાઈનેસ દુર કરવા માટે પપૈયું ખુબજ સારો ઉપાય છે. આ માટે તમારે પપૈયાના નાના નાના ટુકડા કરીને તમારા ચહેરા પર 5/6 મિનીટ મસાજ કરીને ચોખ્ખા પાણીથી તમારા ચહેરાને ધોઈ નાખો. પપૈયા તમારી ત્વચાની ડ્રાઈનેસને દુર કરવાની સાથે સાથે ચહેરા પરના ડાઘ ધબ્બા કે ફોલ્લીઓને પણ દુર કરવામાં મદદરૂપ થાય છે.

૪.) બદામનું તેલ :

બદામના તેલમાં કેટલાય એવા નેચરલ ગુણો છે જે તમારી સ્કીનને તંદુરસ્ત રાખવામાં ખાસ મદદરૂપ થાય છે. બદામનું તેલ તમારી સ્કીનના ભેજને સારી સ્થિતિમાં રાખે છે. જો તમારી સ્કીન ખુબજ વધારે સુકી હોય તો એક વીકમાં બે વાર બદામના તેલને તમારી સ્કીન પર માલીશ કરો.

૫.) દહીં :

દહીં એક સારું એવું નેચરલ મોઈસ્ચરાઈઝર છે. દહીંમાં એન્ટી ઓક્સીડેંટનું તત્વ આવેલું છે. જેના ઉપયોગથી સંપૂર્ણ પણે ડ્રાઈનેસ દુર થઇ જાય છે. તમારી સ્કીનને કોમળ અને મુલાયમ બનાવવા માટે દહીથી મસાજ કરો. મસાજ કર્યા પછી તમારી સ્કીનને 20 કે 25 મિનીટ સુધી રહેવા દઈ ગરમ હુંફાળા પાણીથી તમારો ચહેરો કે તમારી સ્કીનને ધોઈ નાખો. હવે જુઓ તમારી સ્કીન કેવી મુલાયમ, કોમળ અને ચમકદાર બની જાય છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment